આટલી જાતના હોય છે માણસો…


બોલો આતો મને ખબર જ નહોતી …આજે એક મજાનો ઈ મેલ આવ્યો મારા ઇન બોક્ષ ના બારણા ખખડાવતો અને મને તો હંસું આવી ગયું બોલો !!!! ચાલો એ તમે પણ વાંચો …..

આટલી જાતના હોય છે માણસો,
વાંચતા વાંચતા હસી પડશો….!!!!

અવળચંડા, અકલમઠા, અદેખા, અકર્મી,
આપડાયા, ઓસિયાળા,
ઉતાવળા, આઘાપાસિયા, એકલપંડા, ઓટીવાળ,
કજીયાખોર, કદરૂપા, કરમહીણા, કવાજી, કસબી, કપટી,કપાતર, કકળાટીયા, કામી, કાળમુખા,કાવતરાખોર, કાણગારા, કાંડાબળિયા, કમજાત, કાબા, કબાડા, અધકચરા, અજડ, આળસું, અટકચાળિયા,
ખટપટિયા, ખુંધા, ખાવધરા, ખટહવાદિયા, ખૂટલ, ખેલાડી, ખેલદિલ, ખોચરા, ખુવાર,
ગરજુડા, ગપસપિયા, ગપ્પીદાસ, ગણતરીબાજ, ગળેપડું, ગંદા, ગંજેરી, ગાંડા, ગોલા, ગોબરા, ગમાર, ગુણગ્રહી, ગભરુ, ગુલાટમાર, ગાલાવેલિયા,
જ્ઞાની, ઘરરખા, ઘરમુલા, ઘમંડી, ઘરઘૂસલા, ઘરફાળુ, ઘેલહાગરા, ઘોંઘાટિયા, ઘૂસણખોર,
ચતુર, ચહકેલ, ચબરાક, ચોવટિયા, ચાપલા, ચાગલા, ચીકણા,
છકેલ છોકરમતીયા, છેલબટાવ, છીંછરા,
જબરા, જોરાવર, જબરવસીલા, જોશીલા, જીણા,
ઠરેલ, ઠાવકા, ઠંડા,
ડંફાસિયા, ડાકુ, ડરપોક, ડંખીલા, ડફોળ,
તમોગુણી, તરંગી, તુકાબાજ,
દયાળુ, દરિયાદિલ, દાતાર, દાણચોર, દુ:ખીયા, દિલદગડા, દોરંગા, દોઢડાયા, દિલદગડા,
ધંધાદારી, ધમાલીયા, ધોકાપંથી, ધાળપાડું, ધુતારા, ધર્મનિષ્ઠ, ધૂળધોયા, ધિરજવાન, નવરા, નગુણા, નખોદીયા, નમાલા, નિડર, નિશ્વાર્થી, નિજાનંદી, નિષ્ઠુર, નિર્ણય, નિર્મોહી,
પરોપકારી, પરિશ્રમી, પરાધીન, પહોંચેલા, પંચાતિયા, પાણિયારા, પાંગળા, પુરષાર્થી, પોચા, પોપલા, પ્રેમાળ, પાગલ,
ફરતિયાળ, ફોસી, ફતનદિવાળીયા, ફાકાળ, ફાલતુ, ફુલણસિંહ, ફાટેલ,
બહાદુર, બગભગત,બટકબોલો, બચરવાળ, બહુરંગા, બેદરકાર, બિચારા, બોતડા, બાયલા, બિકણા, બોલકણા, બળવાખોર, બુદ્ધિશાળી,
ભડવીર, ભૂલકણા, ભલા, ભદ્રિક, ભારાળી, ભાંગફોડિયા, ભૂંડા, ભોળા, ભમરાળા, મરણિયા, મસ્તીખોર, મફતીયા, મનમોજી, મતલબી, મિંઢા, મિઠાબોલા, મિંજરા, મારફાડિયા, માયાળુ, માખણીયા, મારકણા, મુરખા, મરદ,
રમુજી, રમતીયાળ, રસિક, રાજકારણી, રજવાડી, રિસાડવા, રોનકી, રોતી, રૂડા, રેઢલ, રેઢીયાળ,
સુધરેલા, સમજદાર,
શંકાશિલ, શાણા, સુરવીર, સરમાળ, સંતોષી, સગવડીયા, સાહસિક, સુમ, સુખીયા, સ્વચ્છ,સંસ્કારી, સાધક, સાચાબોલા, સરળ, સ્વાર્થી,
હરામખોર, હડકાયા, હલકટ, હરખધેલા, હેતાવળા, હરખપદુડા, હાજરજવાબી, હોશિયાર, હસમુખા,
લૂચા, લફંગા, લોભીયા, લાલચૂ, લાગવગીયા, લબાડ,લાખેશ્રી, લંપટ, લૂણહરામી, વેવલા, વિવેકી, વાયડા, વંઠેલ, વાતડાયા, વેરાગી, વાતુડિયા, વેપારી, વિકરાળ અને વેધૂ…..

=======================

મને આજે જ એક સુજ્ઞ વાચકશ્રી પરેશભાઈ પટેલે માહિતી આપી કે આ  શ્રી પ્રફુલ્લ ભાઈ દવે ની રચના છે …અને દિવ્યભાસ્કરમાં પણ પ્રકાશિત થયેલી છે …..પણ મને આ આખી પોસ્ટ મેલ પર જ મળેલી જેમાં રચનાકાર શ્રી ના નામનો કોઈ ઉલ્લેખ ન હતો ….

સાભાર શ્રી પ્રફુલ્લ ભાઈ દવે …..
આભાર પરેશભાઈ પટેલ …
Advertisements

4 thoughts on “આટલી જાતના હોય છે માણસો…

 1. જાત જાતના માણસોની આ યાદી લોકલાડીલા ગાયક પ્રફુલભાઈ દવેએ બનાવી છે જે દિવ્ય ભાસ્કર પર પ્રસિદ્ધ થઈ હતી ત્યારથી લોકો પોતાના નામે કે નામ વગર કૉપી-પેસ્ટ કરી મોકલયા કરે છે.

  http://www.divyabhaskar.co.in/article/GUJ-GNG-gujarat-special-many-type-of-man-in-society-3787214.html

  Like

  1. haa , Vinay bhai ..
   aapni vaat sachi chhe …aa artical mane email par malelo ..aa prakar na mail ma koi prakar na rachnakar na naam no ullekh nathi hoto ..tethi aava artical pahela hun ek vaky jarur lakhu chhu ke aa mane mail par malelu chhe …aa artical mane gami jaay etle hun share karu chhu …baki to mara vicharo nu aalekhan hoy to hun koi spashata nathi karti ….ahin mari svarachit rachana j muku chhu …
   aape aapeli link badal thanx …mane ek vachak bhai e hakikat kahi tyare e vaatno ullekh me tarat j blog par kari didho …..

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s