સખળ ડખળ …


સખળ ડખળ ….કૈક નવું મિક્ષ …આમાં એવું છે કે ભેળ તો નથી જ …એમાં ચટણી અને બીજી સામગ્રી બહુ પ્રમાણસર નાખવામાં આવે હો !!! તપેલી ભરીને ચટણી હોય અને એમાં એક ભાતીયું મમરા અને બે ચમચી પૂરી નો ભૂકો અને એક ચપટી સેવ ના હોય …એ મિક્ષ વેજીટેબલ પણ નથી …એમાં પણ ત્રણ કિલો બટાકા વચ્ચે ચાર દાણા વટાણા અને એક ચપટી કાંદો અને એક ચીરી ટમેટું ના નખાય …એટલે આ નવી વાર્તા સ્વરૂપનું નામ સખળ ડખળ છે …સમ ખાઈને કહું છું કે સમજ તો નહીં જ પડે કે લશ્કર ક્યાં લડે છે ????
====================================================================================
તો બહુ વર્ષો પહેલા એક ગામ હતું ..એના આકાશમાં એક વાદળામાંથી બે ટીપા વરસાદ ના પડ્યા ..એમનું નામ મોતી અને છોટી હતું …મોતીના સ્કુલના માસ્તર ઈતિહાસ ભણાવતા …એમાં એક રથની વાત હતી ..એ રથના પૈડા પર સાયકલ ના સ્પોક હતા ..અને તે મર્સિડીઝ કંપનીમાં ગયા …ત્યાં એક સરસ મજાની છોકરી હતી ..એણે બે ચોટલા વાળેલા …અને એના માથામાંથી એક જું નીકળી ..એ જું માણસનું લોહી માથામાં બેસી પીવે ..એ લોહી માં મેલેરિયા ના જીવાણું ઘુસી ગયા …એ જીવાણુંની દોસ્તી કીડી સાથે થઇ ગયી ..અને કીડી ને ડાયાબીટીસ થયો એટલે ડોકટરે અને ખાંડના કારખાનામાં નોકરી કરવા કહ્યું ..અને ચોકીદારની નોકરી અપાવી દીધી …ચોકીદાર પાસે એક બંદુક રહેતી …એ કીડીથી ઊંચકાતી નહોતી ..એટલે એણે જાપાનના રાજાને એક સુમો પહેલવાન મોકલવા મેલ કર્યો …એ કોમ્પ્યુટર હેક થઇ ગયું ….અને એમાં વાયરસ બેસી ગયો …વાયરસને એક બીમારી થઇ ..એમાં એને નોનસ્ટોપ છીંકો આવવા લાગી …એ સાંભળીને સરહદે બેઠેલા સૈનિક ની ઊંઘ ઉડી ગયી …તે બે બ્લેન્કેટ લઇ આવ્યો ..એક પાથર્યો અને બીજો ઓઢીને સુઈ ગયો ..એના સપનામાં એક પરી આવી ..પણ તે સો વરસની વૃદ્ધ પરી હતી …વૃદ્ધ પરીને એક ચમત્કારી તળાવના પાણીની બોટલ મળી …તેનું પાણી પીને તે કુતરો બની ગયી ..એ કુતરો અત્યારે આફ્રિકાના વનમાં છે ..વનમાં એક સિંહ હોય છે ..તેને પહેલી વાર એક હાથી મળ્યો …હાથીના કાન પર એક માખી હતી …માખીની પાંખ એ વખતે એક પતંગ થી કપાઈ ગયી હતી ..અને માખી ત્યાંથી પડી ગયી અને એક સુટકેસ પર બેઠી ..એ સુટકેસ વાળી છોકરી પ્લેનમાં બેઠી …પ્લેન વચ્ચે એક પહાડ આવ્યો …અને એ વખતે ત્યાં એક માણસ બેઠેલો ..એને બગાસું આવ્યુ ..પ્લેન એમાં ઘુસી ગયું ……એ માણસ નવા ગ્રહ પરથી આવેલો …પેલું પ્લેન હજી ગુમશુદા હતું ..ટી વી પર જાહેરાત આવી પ્લેન ગુમ થવાની …અને અને અને …..
==========================================================================
ગેડ ના પડી …બસ એને જોડવાની ગડમથલ ના કરશો …આ એક માનવીના જીવનનું નિરૂપણ છે …આપણે જીવનની કેટલીક કામની અને કેટલીક નક્કામી ઘટનાઓની અડફટે ચડી જઈએ છીએ ..તમારા આખા દિવસનો એક એક મીનીટનો ક્રમ લખશો તો સ્ટોરી કૈક આવી બનશે …એ દિવસ ને મહિના માં અને એ મહિના ને વર્ષમાં અને જીવનમાં મુકશો તો કૈક આવું જ હશે …પણ એમાં કેટલીક યાદગાર પળો છવાઈ જાય છે ..કઈ પળોને તમે વાગોળો છો અને કઈ પળોને ભૂલી જાવ છે એ તમારું આંતરિક વ્યક્તિત્વ છે …અને એ પરથી સમાજમાં તમારું સ્થાન પણ નક્કી થાય છે …પણ મસ્ત મૌલા જેવા વ્યક્તિને દરેક પળ માં આનંદ આવે છે . એને માટે તમામ પળો જીવનમાં અગત્ય ની છે …બસ આપણે કેટલીક દેખાડીએ છીએ અને કેટલીક છુપાવીયે છીએ ….સમય પર આપણી કોઈ પક્કડ નથી હોતી …પણ સમયનો ઉપયોગ આપણા હાથમાં હોય છે ….આ સખળ ડખળ માંથી જ જીવનનું મંથન કરી લેવાનું છે …..દરેક વસ્તુ કામની જ હોય છે પણ યોગ્ય સ્થાને નથી હોતી …દરેક વસ્તુ એક હકીકત છે પણ યોગ્ય સ્થાને નથી ……પોતાના કે બીજાના અનુભવો માંથી શીખો ….

Advertisements

8 thoughts on “સખળ ડખળ …

  1. bas mane je vicharo aavta gaya e lakhti gayi …aapane sau bibadhal jivie chhie vichariye chhie pan jivanno ek divas pan mulvo to aa vo j hoy chhe ..kyany koi kadi mel na khay …aa ek rupak chhe varta svarupe …joke mara potana jivanma aaj kal aavu badhu j bane chhe etle jara saralata rahi ….
   thanks for the compliment ….
   😀 આવી ખતરનાક વાર્તા લખી કઇ રીતે ?

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s