ક્યાં શું થયું એની નવા જૂની …..(વેલણ ટાઈટ અધ્યાય : 1)


હે રામ !!! પાછો આવી ગયો ..એક વરસ નું આખું ચક્કર મારીને પાછો …એ જ પેલો વેલણ ટાઈટ ડે …હાલો આપણો પ્રેમ એક વરસ વધારે વધ્યો …અહીં જિંદગી તો દરેક વરસ સાથે ઘટે પણ આ ગમે તે બાજુ જઈ શકે ..કાંતો વધે કાંતો ઘટે કે પછી થાંભલાની જેમ ઉભો રહે ઠોયા જેવો થાંભલા જેવો ઠેર નો ઠેર ….તમે મનમાં ને મન માં જોઈ લેજો …જો ચીમળાઈ ગયો હોય તો મનગમતું પાણી છાંટી ખાતર નાખી તાઝા કરવાનો પ્રયત્ન કરી જોજો …સાચું કહું છું થોડા દહાડા તો એ છોડ હરિયાળો થઇ જ જશે …બીજાને દેખાડવા પણ ..જો એમણે મને ડાયમંડની રીંગ આપી ..જો મને કાનના ટોપ્સ આપ્યા …આ વખતે તો આબુ બે દિવસ …જો મારા માટે આ કુર્તી લીધી પ્યોર સિલ્ક ની …લોકોને જલાવવાની તક થોડી જતી કરાય !!!! પછી છો ને ત્યાં હલગે !!!
અને જો પેલા નવા નવા લવેરિયા વાળા “ભાઈયું “….!!!!
એને ગમશે કે નહીં ?? એ નાં તો નહીં પાડે ને ??? પેલી શ્વેતા પણ મને લાઈન મારે છે જ ને !!! ચાન્સ ત્યાં લગાવી દઈશ …મને મનીયો ચીડવે છે તો દેખાડી દઈશ એને પણ !!! મારે પણ ગર્લફ્રેન્ડ છે !!! લંચ ગીફ્ટ બધું એરેન્જ થઇ ગયું છે …હાશ !!!!!!! બધા ડે પ્રમાણે એકદમ પરફેક્ટ …….
હં …રોજનું થયું ….ચાલો હવે આપને કૈક નવા સમાચાર આપું ….
કાલે પ્રપોઝ ડે પર કોણે કોને પ્રપોઝ કર્યું ????
= વર્ષોથી વાસી થઇ ગયેલા ગઠ બંધન થી કંટાળીને આ વખતે ઈડલી એ ચાયનીઝ સૂપ વિથ નુડલ્સ ને પ્રપોઝ માર્યું છે !!!
= સંભાર પણ કઈ કમ નથી …મન્ચુરિયન ને પટાવવાની તૈયારી કરી લીધી છે …..
= પાણી પૂરીની પુરીઓ એ પાણી બદલીને સૂપને મનનો માણીગર બનાવવાનું વિચાર્યું હતું ..ફાઈનલ શું કર્યું ખબર નથી …!!!
=પીઝાને ચીઝના ટોપિંગ સાથે વાંધો પડ્યો છે તે મસાલા ઉત્તપા ના ટોપિંગ સાથે વાટાઘાટો ચલાવવા માટે ચટણીની મધ્યસ્થી સ્વીકારવા એગ્રી થયા છે …
= પનીરનું બ્રેક અપ પંજાબી ગ્રેવી સાથે થઇ ગયું તેમાં ગ્રેવીએ સામેથી મંચુરિયનને આઈ લવ યુ કહ્યું …પણ મંચુરિયન એમ કઈ કાચો થોડી છે ?? ચાયનીઝ છે !!!!!
=પતંગિયા અને ભમરા એ હવે મધથી ડાયાબીટીસ થયો હોવાથી તેમના ડોકટરોએ તેમને કારેલા અને કંકોડા ના ફૂલો પર બેસવાની સલાહ પર અમલ કરવાનો નિર્ણય કર્યો છે !!!! હે રામ !!! ઓહ નો !!!!!!
= રાતરાણીના ફૂલો ને અંધારા માં હવે દેખાતું નથી તેથી તેમણે સુર્યમુખી પાસે થી સુરજને લવ કરવાના લેસન લેવાના શરુ કાર્ય છે …
= પેલી ટ્ગરી હવે વારંવાર તેને લોકો પૂજા માટે તોડી જતા હોવાથી તેને ગુલાબના છોડ સાથે કાંટા સાથે એગ્રીમેન્ટ કરી લીધું ..ફાયનલ …
= ગુલાબને હવે સુગંધની એલર્જી થઇ ગયી હોવાથી તેણે બારમાસીના ફૂલ સાથે સુગંધના લગ્ન નક્કી કરી કંકોત્રી છપાવી દીધી છે … અને ગુલાબે મોગરાના વેલા પર થોડા દિવસ ભાડે ઘર રાખ્યું છે ….

=========
બાકી વાતો માટે આજ પાનું જોતા રહો !!!! ક્યાં શું થયું એની નવા જૂની …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s