વેલણ ટાઈટ અધ્યાય : 2


પ્રેમ એટલે શું ???
પ્રેમ એટલે ખરેખર તમને થશે ત્યારે ખબર નહીં પડે એવું કૈક …
એને વ્યક્ત કરવા માટેની ભાષા તમને નહીં આવડે ….તમારા મન પર એની ઝલક કબજો જમાવીને બેઠી હશે પણ એ સામે આવશે ત્યારે જીભ ચોંટી જશે અને શબ્દો સંતાઈ જશે ….
પ્રેમ કરવા માટેની એક માત્ર શરત જે દરેક જણ ભૂલી જાય છે કે સૌથી પહેલા તમને પોતાની જાત માટે પ્રેમ ,સન્માન ,ગૌરવ હશે તો જ તમે કોઈને પ્રેમ ,સન્માન અને ગૌરવ આપી શકશો …
પ્રેમ એક તરફી હોય કે બેઉ તરફે પણ એ પ્રેમ જ છે …
પ્રેમનું પરિમાણ ફક્ત એક યુવાન છોકરો કે છોકરી -સ્ત્રી કે પુરુષ નહીં દુનિયા ની કોઈ પણ સજીવ અને નિર્જીવ વસ્તુ માટે એ શક્ય છે ….
પ્રેમ એ હક્ક કે એકાધિકારનો મામલો નથી …
એમ બાનાખત કે દસ્તાવેજ નથી હોતા …
તેના દીદાર માત્ર થી તમારા દિલની વધી જતી ધડકન થી વધારે કોઈ ભેટ તેને સાચી રીતે અભિવ્યક્ત કરી શકે નહિ …..
તેના ભીના ભીના પરસેવાથી ભીંજાયેલી હથેળીમાં રાખેલા રૂમાલ થી વધારે કોઈ વસ્તુ તેની હાજરી સુંદર રીતે અભિવ્યક્ત નહીં કરી શકે …
તેની હાજરી કે ગેરહાજરી કશાથી ફરક ના પડે અને તોય પ્રેમ અસ્ખલિત વહેતો રહે ..અને તે પણ તમને એટલો જ પ્રેમ કરે છે એનું તમારું મન પ્રમાણ આપી શકે એ જ પ્રેમ …..
પ્રેમ અર્પણ સાથે સ્વાર્પણ ની ભાવના છે ….પોતાનો અહં ઓગાળવાની વાત છે …
પ્રેમ ને સાચી રીતે સરખાવવો હોય તો તે ભક્તિ છે …તમે આસ્તિક છો કે નહીં તે તો ખબર નથી પણ જયારે તમે મંદિર જ્યાં તમારા ઇષ્ટદેવ વસે છે ત્યાં જાવ છો તો સામે ખરેખર તો એક સુંદર મૂર્તિ માત્ર હોય છે છતાય તેને નતમસ્તક થઈને તમે એક મૂક સંવાદ ત્યારે સાધો છો ..એની હાજરી નો તમારી સામે આવિર્ભાવ હોય છે ….એ ઇષ્ટદેવને તમે મનની આંખે જોઈ શકો છો એ પરમ પ્રેમ છે ..
કોઈ વ્યક્તિ માટે તમને અદ્દલ આવી જ લાગણી થાય તો સમજજો એ પ્રેમ છે …
પ્રેમ સ્વાર્પણ સાથે સંપૂર્ણ સમર્પણ છે …ત્યાં મેળવવાની કોઈ આશા નથી પણ સમર્પિત થઈને પ્રાણ સુધ્ધાં ન્યૌછાવર કરવાની વિભાવના છે …
===========================================
અને અંતે પ્રેમ ક્યારેય પણ કોઈ રૂપ માં સંપૂર્ણ હોતો નથી …અને એ અપૂર્ણ રહી જાય છે …તેથી જ સદિયોથી તે આ ફલક પર હજીય નિરાકાર સ્વરૂપે પૂર્ણતાની શોધ માં વિચરે છે ….

Advertisements

2 thoughts on “વેલણ ટાઈટ અધ્યાય : 2

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s