વેલણ ટાઈટ અધ્યાય :3


નિશાંતે આંખો ખોલી ઘડિયાળ જોઈ ..ઓફ્ફો!!! પોણા નવ …આજે જ મોડું થઇ ગયું ..ઓહ નો !!! ફટાફટ બાથરૂમ માં ઘુસી ગયો …તકિયા નીચેથી મોબાઈલ લેવા જતા એક કાર્ડ નીકળ્યું ..અને જોયું તો મોબાઈલ સ્વીચ ઓફ કરેલો હતો ..કાર્ડ ખોલી ને જોયું …કવર પર લખેલું …..પ્લીઝ એક્સેપ્ટ મી એઝ યોર વેલેન્ટાઈન ……ફોર એવર !!!! – સ્મિત ….
સાથે એક બોક્ષ માં એક ડાયમંડ રીંગ પણ હતી …..
નિશાંત ની આંખમાં પૂરી દસ મિનીટ સુધી માત્ર અને માત્ર આંસુ વહેતા રહ્યા ………….
===========================================================
14 જાન્યુઆરી 2002 …આજે સ્મિત અને રાગના લગ્ન હતા ..ત્રણ વર્ષના પ્રણયને પરિણય સૂત્રમાં બંધાવાનો થનગનાટ હતો …અને એક ટ્રક પોતાની ગતિ સાથે રાગને પરલોક તરફ ગતિ કરાવી ગયી ..સ્મિતનું સ્મિત વિલાઈ ગયું …..સ્મિત રાગની ધડકન હતી …અને રાગ સ્મિતનું અસ્તિત્વ હતો ….સ્મિતની આંખો અશ્રુનું તળાવ બનતી રહી ….નિશાંત સ્મિતને ચાહતો ..નાનપણથી પડોસ માં રહેતી આ છોકરીમાં જ એણે પોતાના જીવનની પૂર્ણતા કલ્પેલી …સ્મિતને રડતા ના જોઈ શક્યો …એક વર્ષ વહી ગયું ..સ્મિત દુનિયાદારી માં જીવતી તો થઇ પણ એનો આત્મા વિલાઈ ગયેલો એ સ્પષ્ટ હતું ….એક ની એક દીકરીના લગ્ન કરાવવા માં બાપે સમજાવી …સ્મિત તૈયાર નહોતી કેમકે એને ખબર હતી કે રાગની યાદો સાથે એને કોઈ અપનાવી નહીં શકે ..બાળપણના દોસ્ત નિશાંત સાથે એણે હૈયું વહેંચ્યું ..
.નિશાંતે ખુલ્લી બારીમાંથી આકાશને તાકતા કહ્યું :સ્મિત , એક રસ્તો છે …તારી વાત પણ રહી જાય અને તારી તમામ હકીકત સાથે કોઈ પણ પ્રકારના લગ્નજીવનના અધિકાર વગર તને કોઈ અપનાવવા તૈયાર હોય તો તું એની સાથે દુનિયાદારીની નજરે લગ્ન કરી લે …
સ્મિતે કહ્યું : એવું કોણ હશે ???
નિશાંતે પોતાનું નામ કહ્યું ……તારા પર મારો કોઈ અધિકાર નહીં રહે …તું રાગ ની હતી ,છે અને રહીશ ..અને આ વાત માત્ર તું અને હું જાણીએ …
ત્રણ મહિના સુધી વિચારી ને સ્મિતે હા પાડી ……
રોઝ ડે પર નિશાંત સ્મિતને ગુલાબ આપતો ..અને સ્મિત રાગની કમરા માં લટકતી તસ્વીરને એ ગુલાબ ચઢાવતી …
નિશાંત એને ચોકલેટ ડે પર ચોકલેટ આપતો …અને રાગની તસ્વીર પર પીગળેલી ચોકલેટ નો રંગ સ્મિત કરતી ….
ટેડી ડે પર એક નવું ટેડી ..પ્રોમિસ ડે પર જન્મોજન્માંન્તર સાથે રહેવા નું એક પ્રોમિસ ….વેલેન્ટાઈન ડે ને દિવસે એક લાલ હાર્ટ શેપનો ગુબ્બારો આકાશમાં ઉડાવતી સ્મિતને જોઈ નિશાંત ખુશ થતો અને ..એ દિવસે સ્મિતનું સ્મિત સૌથી સુંદર રહેતું …..
===============================================================
આ વેલેન્ટાઈન ડે ના સાત દિવસ પહેલા સ્મિત બાથરૂમમાં લપસી ગયી …તેના પગે ફ્રેકચર આવ્યું …પથારીમાં સુતા સુતા એણે નિશાંતની ચાકરી જોઈ ,તેનો પોતાની તરફ નો નિર્વ્યાજ લગાવ અનુભવ્યો ….
=============================================================================
ફરી રોઝ ડે આવ્યો ..નિશાંત એને ઊંચકીને રાગની તસ્વીર સુધી લઇ જતો ….
બીજા દિવસો પણ એમ જ …..
એણે પ્રોમિસ ડે પર નિશાંતને પૂછ્યું : તારા માટે પ્રેમ એટલે શું ???
નિશાંત શાંત રહ્યો બે મિનીટ પછી બોલ્યો : જેને પ્રેમ કરીએ એને માટે સંપૂર્ણ સમર્પિતતા થી જીવી લેવું ..પ્રેમ એટલે અપેક્ષા નહીં …પ્રેમ એટલે પ્રેમ …..
=============================================================================
સ્મિત એ રાતે ઊંઘી ના શકી …નિશાંત સાથે ની એક એક પળો ફરી જીવી ..તો જાણ્યું ….
પોતે જેને પ્રેમ કર્યો એ તો હવે નથી પણ સાચો પ્રેમ જેણે પોતાને કર્યો ..મૌન રહીને એ જ પ્રેમ સાચો ….એક તસ્વીરને પણ પોતાની જિંદગીમાં પૂર્ણ વફાદારી થી જેણે સ્થાન આપ્યું ….એ તો નિશાંત જ કરી શકે ..મારો પ્રેમ કેટલો વામણો …!!!!
===============

One thought on “વેલણ ટાઈટ અધ્યાય :3

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s