વેલણ ટાઈટ ડે : અધ્યાય 4 (પ્રેમ કેવો દેખાતો હશે ???).


તમે ક્યારેય પ્રેમનો ચેહરો જોયો છે ???
તમે પ્રેમને ક્યારેય મળ્યા છો ???
એ કૈક આવો જ હશે ..મારા મનના કેલિડોસ્કોપમાં નવા નવા આકારોમાં દેખાય છે ……
= જન્મીને તરત ધીરેથી આંખ ખોલતા અને ક્યારેક અનાયાસે પહેલું સ્મિત આપતા નવજાત શિશુ જેવો હશે ????
= સવારે ક્ષિતિજના ઉંબરે સુરજ આવીને દિવસનું તાળું ખોલતો હોય ત્યારે જેવું લાલ આકાશ થઇ જાય છે એવો હશે ???
= કળીને સૂરજના કિરણનો પ્રથમ સ્પર્શ થાય અને ધીરેથી પાંખડીની આંખડી ઉઘાડીને ફૂલ બને એવો હોય ????
= વૃક્ષ પર રાતવાસો કરેલા પંખીડાઓ અજવાળાનો પ્રથમ સ્પર્શ પામીને કલરવ નામનું એલાર્મ ચાલુ કરે એવો હોય ???
= મંદિરે વાગતી ઝાલર ને ઘંટડીના રણકાર જેવો હશે ????
= રબારીવાસમાં ખુન્તેથી છૂટીને ગાયમાતાને આંચળે વળગવા દોડી જતા વાછરું જેવો હશે ?????
= મંદિરમાં થતી આરતીના સૂરો કે મસ્જીદમાં પોકારતી આઝાન જેવો હશે ???
= સવારે નાહીને આર વાળો કડક સાલ્લો પહેરીને ધોળા વાળનો લાંબો ચોટલો ગુંથી કરચલીવાળા હાથમાં અનુભવનું લાલ ચટક કંકુનો ભાલ પર મોટો ચાંદલો કરતા દાદીમાં જેવો હશે ????
= તાજા મોતિયા ઉતરાવેલી આંખો પર ચશ્માં ચડાવી હાથમાં ચા ના કપમાંથી ઉઠતી વરાળનું તાપણું કરતા છાપાના ખબરોના વૃંદાવનની કુંજગલીમાં ફરતી દાદાજીની પ્રતિકૃતિ જેવો હશે ?????
= પાંચ વર્ષના સાહિલની ઊંઘરેટી આંખો પરથી રજાઈ ખેંચી ” સ્કુલ વાન આવી જશે !!! ઉઠ !!!” એવા પોકાર કરતી હાથમાં પેસ્ટ લગાડેલું બ્રશ પકડીને ઉભેલી એની મમ્મા જેવો હશે ????
= ડાયનીંગ ટેબલ પર બેઠા બેઠા ટોસ્ટ પર બટર લગાડતી પત્નીની વાતો સંભાળવાનો ડોળ કરતા જમણા હાથમાં જ્યુસનો ગ્લાસ અને ડાબે લેપટોપ પર મેલ ચેક કરતા પતિ જેવો હશે ????
= બંધ રૂમ માં મ્યુઝીક સીસ્ટમ પર મોટા વોલ્યુમ પર ઈંગ્લીશ ધૂન પર એક્સરસાઈઝ કરતી દીદી જેવો હશે ???
=સવારે ચાર વાગ્યા સુધી ગર્લફ્રેન્ડ સાથે ફેસબુક પર ચેટીંગ કરતા બીગ બ્રો જેવો હશે ????
= સાઉથ ઇન્ડિયન ઉડીપીના મસાલા ઉત્તપા જેવો હશે કે ગૂંચળા વાળા નુડલ્સમાં મંચુરિયન મિક્ષ વાળા હોટ અને સાવર સૂપ જેવો હશે …??? કે પછી કે પછી ઇટાલિયન પીઝા ના મેલ્તેદ ચીઝ માં લથપથ કેપ્સીકમ મશરૂમની લેયર જેવો હશે ????
=એમાં કાચી કેરીની ખટાશ હશે કે નારંગીનું ટેન્ગી પણું ???કે પછી કડક લીલા નાળીયેર માં મીઠા પાણી અને મલાઈ ના કોમ્બીનેશન જેવો હશે ????
= બાર કલાકની ડ્યુટી પછી ટ્રાફિક જામમાંથી થાકીને આવેલા અને ઘરના સોફામાં રીતસર ફસડાઈ પડતા ડેડી જેવો હશે કે જી એમ સાથે અચાનક ડીનર મિટિંગ હોવાથી હોટેલમાંથી પાર્સલ મંગાવી લેવાની ઇન્ફર્મેશન આપતી સુપર મોમ જેવો હશે ????
= કે જી ના ક્લાસમાં તોતડી બોલીમાં તીન્કાલ તીન્કાલ લીતલ સ્તાલ ગાતા બચોળીયા જેવો હશે ???
= કે મીઠા અવાજે નર્સરી રાઈમ ગવડાવતી ક્યુટ ટીચર જેવો હશે ????
= હિસ્ટ્રી ,જ્યોગ્રોફી ,ફીઝીક્સ કેમેસ્ત્રી ની વર્ક બૂક જેવો હશે કે અટપટા મેથેમેટીકલ એલ્જીબ્રા ના સોલ્યુશન કે જ્યોમેટ્રી ના થીયોરમ જેવો હશે ????
=ઇન્ફેચ્યુએશન થયું એની સાથે ત્રાંસી નજરે નજર ટકરાતા કાનની પાછળ લટ ગોઠવતી ટીન એજ છોકરી જેવો હશે કે એ છોકરીની સોસાયટી માં રહેતા છોકરા સાથે દોસ્તી કરીને સાયકલ પર અમસ્તા જ એના ઘર પાસે જોતા જોતા પસાર થતા ટીન એજ છોકરા જેવો હશે ????
=કોલેજની કેન્ટીનમાં પાટલી પર કે મેટિની શો માં સાઈડની બે સીટ પર બેસતા યુગલ જેવો હશે ????
= સાઈડ ટેબલ પરથી બીપી ની ગોળી કાચના ગ્લાસમાં ભરી સુતી વખતે દાદાને આપતી દાદી જેવો હશે ???
= કાળી રાતમાં એકલા અટુલા ચમકતા ચંદ્રની ચાંદની જેવો હશે ???લાખો તારાના સાથીયા જેવો હશે ??ઉનાળાના ધમધોખતા બપોર જેવો હશે ??? દાઢી કકડાવતી ઠંડી રાતોમાં લપાઈને રજાઈ માં ઢબુરાઈ જતા શિયાળા જેવો હશે ????
કે ઘેરાઈ આવેલા કાળા ડીબાંગ વાદળોમાંથી ટપકતી પહેલી વર્ષાની ધાર જેવો હશે ???
= તમારા દિમાગમાં હમણાં જ ઝબ્કેલી પેલી કલ્પના જેવો પણ હોઈ શકે હો !!!!!!

Advertisements

2 thoughts on “વેલણ ટાઈટ ડે : અધ્યાય 4 (પ્રેમ કેવો દેખાતો હશે ???).

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s