હું તો ગઈ’તી મેળે ……


હું તો ગઈ’તી મેળે …….
મેળો …!! આપણા પુરાણા જમાનાનું એક માત્ર મનોરંજન …યાદ આવી પેલી ચકડોળ ??? પેલો કઠપૂતળીનો ખેલ ?? પેલી બંગડીની દુકાનો …અને પેલું હટાણું !!!! પેલો ફુગ્ગા વાળો અને પેલો મદારી ,પેલી બે વાંસના ટેકે બાંધેલી દોરી પર બેલેન્સ કરીને ચાલતી છોકરી અને પેલો બંદર નચાવતો મદારી !!!! પેલા લાલ પીળા ચુંદડી માં રમતો ગોરીનો જીવ અને આંખને છેડે મળતી પેલા છેલ છબીલા રંગીલા સાથે મળતી નજર !!!! મેળો જ્યાં જીવો મળે અને આનંદ મંગળ કરે …!!!
પણ કાલે હું ગઈ એક એકવીસમી સદીના મેળામાં ..નાં અહીં આમાંનું કશું જ નહોતું …અહીં વડોદરાની ચેમ્બર ઓફ કોમર્સનો ઔદ્યોગિક મેળો હતો ….સાચું કહું સાવ બાઘા બનીને બધા સ્ટોલ માં ફરી …
મને આમ પણ બધુ જોવું નિરીક્ષણ કરવું બહુ ગમે …મને મારી જાત એક બાઘા ચકવા થી વધારે ના લાગી ..ઈલેક્ટ્રીકલ અને મેકેનીકલ ને લગતી નાના સ્ક્રુ થી લઈને મોટી મોટી માલ વાહક ક્રેન ..લીફ્ટના દરવાજા …દસ માળના બિલ્ડીંગમાં વીજળી જાય તો એની અવેજી માં વપરાતું જનરેટર ….ઘણું બધું ….
ખુબ વિશાળ વિસ્તારમાં ફેલાયેલું …ફરતા ફરતા થાકી જવાય એવું …
આપણને એવું લાગે કે હું બધું જ જાણું છું …તો આવી જગ્યાએ અવશ્ય જવું જોઈએ।।।। ત્યારે એ અનુભવાશે કે ના તમે કશું જાણતા નથી …મેકેનીકલ વિદ્યાર્થીઓ ના ટોળે ટોળા ત્યાં હતા ..એમને બધું સમજ પડે પણ કોઈ લેખક કે કવિ કે કરીયાણા ના વેપારી કે મારી જેવી ગૃહિણીને કોઈ ટપ્પો ના પડે …..તોય લોકો ફરતા હતા …આવતા હતા …લીફલેટ ભેગા કરતા ..અને ફાંફા મારતા …મને આ જોવાની મજા આવી ગયી …એમાંની લગભગ બધી વસ્તુનો બીજા સ્વરૂપે આપણે ઉપયોગ કરીએ છીએ પણ ક્યારેય એ વિચાર્યું છે કે ખોપરી માં રહેલા માનવ મગજે કેટલી કમાલની શોધો કરી છે …પહેલો સ્ક્રુ બનાવનારે બે અલગ વસ્તુનું સંધાન કરી એક નવી વસ્તુનું નિર્માણ કર્યું હશે …ના દેખાતા નટ બોલ્ટનું મહત્વ આપણે ક્યારેય જાણ્યું નથી સિવાય કે કોઈ તૂટ ફૂટ થાય ….એક આખી દુનિયા છે આપણી દુનિયા માં …જેમણે પોતાના જ્ઞાનનો ઉપયોગ રોજી રોટી માટે બખૂબી કર્યો છે …
અહીં ઉદ્યોગ ગૃહો માત્ર અને માત્ર ફ્રેશ ગ્રેજ્યુએટ માટે સ્પોટ એમ્પ્લોય મેન્ટ નો કન્સેપ્ટ લઈને આવેલા …આવતી કાલના ના યુવક અને યુવતીઓ માટે એક તકનું નિર્માણ પણ !!!! કચ્છ ની રોગાન કલાને જીવંત નિહાળી ….( લેવું ખિસ્સાને પોસાય એવું નહોતું ) અને હસ્ત કલાને પણ એક પેવેલીયનમાં સ્થાન મળેલું …..
અને આ સંશોધન માં પોતાના જીવનના કેટલાય વર્ષોનું મૂડી રોકાણ કરનારા એ સંશોધકો ને મનોમન સલામ કરી લીધી …

Advertisements

2 thoughts on “હું તો ગઈ’તી મેળે ……

  1. આ જગતની સર્વ શોધ મસ્તિષ્કમાં જ થઈ છે. અત્યારે જગત જેવું પણ છે તે સઘળું આ મસ્તિષ્કના ઉપયોગ કરવાના પુરુષાર્થને લીધે ઘડાયું છે.

    અને એ મસ્તિષ્કનો ઘડનારો ક્યાં?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s