મન થાય છે આજે કવિતા લખું….!!!??


મન થાય છે આજે કવિતા લખું ,
થોડા શબ્દોમાં કાગળ પર સાથીયા લખું ,
બ્લેક એન્ડ વ્હાઈટ માં એક વાર
લાલ લીલા ભૂરા રંગના નામ લખું …….
નાનકડા મનમાં ઉદભવતા સ્પંદનોમાં
મહાસાગરથી વધારે ઊંડાણ હશે ???
મારી કલમની સબમરીન ઉતારી
હૈયાના એ ઊંડાણ લખું ….
નજરની સામે નૃત્ય કરતી હોય છે
પેલી દૂર બારી બહાર સામેની અગાસી પર
એક નાનકડી ભૂલી પડેલી ચકલી ,
ચાલ આજે કાગળના કેમેરામાં એનું નર્તન લખું ….
મુઠ્ઠીભરના હૃદયમાં સમાઈ જાય છે
એક દુનિયાના અઢળક લોકોનો મેળો ,
એ મેળામાં અનુભવાતી
ક્યારેક એકલતા ક્યારેક ભીડ
ક્યારેક હાસ્ય અને ક્યારેક હાસ્યના ઉદગાર લખું …….
આ કાગળ પર ઝૂમતી પંક્તિયો પર
તમારા ચેહરાના બદલાઈ રહેલા હાવભાવ લખું ?????

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s