એક ગુનો એક પશ્ચાતાપ …


બસ આજે મન નહોતું લાગતું ..રેડીઓ ચાલુ કર્યો …એક સરસ ગીત વાગતું હતું ..એના પછી આર જે ની લીન્ક આવી ..બસ એ સમુદ્ર જેવા ઊંડાણ માંથી આવતા અવાજને શણગારતા શબ્દો ……પોતાનું નામ મેહુલ કહ્યું ..પણ અવાજમાં કશીશ હતી …મેં રેડીઓ ચાલુ જ રાખ્યો …અને મારી ઉદાસી પળભર માં જાણે માઈલો દૂર જતી રહી …હું મારા કામ માં ગૂંથાઈ …
હું રોમાં કડકિયા …મેં હમણાં જ સંગીત વિષય માં સિતાર અને વોકલ એમ બે વિષય સાથે એમ એ પાસ કર્યું ….હવે ભવિષ્યનું વિચારું ત્યારે થોડા ઉદાસ થઇ જવાય છે ..જોકે ઉદાસી મારો સ્વભાવ નથી પણ કોક વાર મેહમાન બની ચા પાણી પીને જતી રહે છે …
બાર વાગ્યે મેહુલ રેડીઓ પર કાલે સવારે મળવાનો વાયદો કરીને જતો રહ્યો ….હવે તો આ મેહુલનો અવાજ મારું વ્યસન બની ગયો છે ..
ખબર નહિ પણ મને ઈશ્વર પર દ્રઢ શ્રદ્ધા વધતી જાય છે …હું મારી વિધવા મમ્મી સાથે અહીં આ નવા શહેર માં રહેવા આવી ત્યારે અમારે આર્થીક તકલીફ હતી ..મમ્મી રિક્તાબેન નોકરી કરતી પણ મારું આગળ વધવાનું સ્વપ્ન પૂરું થાય એવી શક્યતા નહોતી …અમે સ્વમાની હતા ..પણ અચાનક જ દર મહીને પહેલી તારીખે બે હજાર રૂપિયા નો મની ઓર્ડર મળવાનો શરુ થયો …કોણ મોકલે છે એની તપાસ કરતા કશી ખબર ના પડી શકી ….મમ્મી એ કહ્યું : જો બેટા ,આ કોઈ અજનબી મદદ છે એની અત્યારે જરૂર છે ..પણ તું મને વચન આપ જયારે તું કશું બની જઈશ ત્યારે તું પણ કોઈને આમ જ મદદ કરી એનું ઋણ ચૂકવી દઈશ …
મેં હા કહી …બસ એ જ મૂંઝવણ છે કે આ કોણ છે ???
મને જાણીતી પબ્લીક સ્કુલમાં સંગીત ટીચરની નોકરી મળી ગયી ..સમય બપોરે બે થી સાંજે પાંચ નો હતો ….રીક્ષા બંધાવી દીધી ..ઘેર આવી કામ કરતી ..મમ્મી પણ આવી જતી …
ઋષિ આ રોમાં ના ઘર પાસે છેલ્લા બે વર્ષ થી રહે છે …સુંદર રોમાં તેને પહેલી જ નજરે ગમી ગયી છે …અને એ જાણે છે કે રોમાં જોઈ નથી શકતી ..પોતાના મકાન માલિક ના દીકરા જયે તેની પરિસ્થિતિ વિષે જણાવ્યું ….જયારે રોમાં ના ભૂતકાળ વિષે જાણ્યું ત્યારે તેને આઘાત લાગ્યો …પોતે એટલી હદે બદલાઈ ગયેલો કે એને બાળપણ માં જેણે જોયો હોય તે ક્યારેય ઓળખી ના શકે ..એમ જ રિક્તા આંટી પણ ના ઓળખી શક્યા …અને જેની સાથે બાળપણમાં બાગ માં જઈને પતંગિયા પકડતો અને ફૂલો જોઇને જે ખુશ થતી તે રોમાં હવે જોઈ નહોતી શકતી …
એ દિવસ એ ક્યારેય ભૂલી ના શકે જયારે એ અને રોમાં બગીચા માંથી રોડ ઓળંગીને પાછા આવતા હતા ત્યારે એક ટ્રક ની અડફેટે આવી જતા ઋષિને બચાવવા રોમાં એ ધક્કો માર્યો પણ એને થોડી ટક્કર વાગી જેમાં માથા માં ઈજા થતા એની દ્રષ્ટિ જતી રહી …ગભરાઈને એણે અકસ્માતનું કારણ કોઈને કહ્યું નહીં ..અને બીજા મહીને તે મામાને ઘેર ભણવા જતો રહ્યો …
અને રેડીઓ જોકી તરીકે નોકરી મળી પણ તેણે પોતાનું નામ મેહુલ મોન્સુન રાખ્યું …એક રોમેન્ટિક કાર્યક્રમ સાથે સંગત કરે એવું ..અહીં આવતા પહેલા તેના લગ્ન પણ થયા .. જયારે અહીં આવ્યો ત્યારે જે ભૂતકાળ થી એ ભાગતો રહ્યો એ જ સામે આવીને ઉભો રહ્યો …
હવે રોમાં કમાતી હતી ..પેલા મની ઓર્ડર ચાલુ જ હતા …પણ રોમાં પોતાના ઘેર કામ કરતા લક્ષ્મીબેનના દીકરાદીકરી ને ભણાવવા એ રકમ આપી દેતી ..અને એમાં પોતાના બે હજાર રૂપિયા પણ ઉમેરતી ….
ઋષિ એ કશું કહ્યું નહિ અને રોમાને ક્યારેય ખબર ના પડી .. ..આ સિલસિલો હજીય ચાલુ છે એમ જ …

Advertisements

2 thoughts on “એક ગુનો એક પશ્ચાતાપ …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s