બોર્ડ પરીક્ષા …


આજ થી ગુજરાતમાં બોર્ડ એકઝામ્સ શરુ થાય છે …આજે જે બાળકો દસ માં કે બારમાં ધોરણમાં હશે તેમના અભિભાવકો થોડા ચિંતિત હશે ..સ્વાભાવિક છે આજ કાલ ની હરીફાઈ ની દુનિયામાં પોતાના બાળકના ભવિષ્ય માટે માં બાપને ચિંતા હોય જ …
આજે મારા જીવનનો સચોટ કિસ્સો તમને જણાવી રહી છું ..આશા છે કે આજના બાળકોના માં બાપને એ કૈક ઉપયોગી થઇ શકે …
2005 માં મારી દીકરી દસમાં ધોરણમાં આવી …એના એક વર્ષ પહેલા મેં વોલન્ટરી રીટાયરમેન્ટ લીધેલું ..ત્યાં સુધી પર્સનલ ટ્યુશન રખાવેલા …જેને લીધે મારી દીકરી માંડ માંડ પાસ થઇ જતી ….હા ફેલ નહોતી થતી પણ સારા માર્ક્સ ક્યારેય નહીં …નવમાં ધોરણમાં મેં પહેલા છ મહિના ક્લાસ માં મૂકી ..તો તેમાં બે કે ત્રણ માર્ક્સ આવે ટેસ્ટમાં ..સ્કુલ માં 45 થી 50 ટકા માર્ક્સ લાવે ….એક માત્ર સંતાન …
દસમાં ધોરણમાં આવી ત્યારે કહે મમ્મી મને તું ભણાવ હું કોઈ ક્લાસ માં નહીં જાઉં …જીદ્દી પણ …હું કોઈ ટીચર નહોતી પણ હા હું કદાચ ભણાવી શકુ ખરી ..પણ જ્યાં માં બાપ ત્રણ થી ચાર મોંઘા ક્લાસ કે ટ્યુશન કરે ત્યાં હું દસમાં ધોરણમાં જાતે કેવી રીતે ભણાવી શકીશ ??? મેં કશું વિચાર્યું નહીં ..દસમાં ધોરણના પાઠ્ય પુસ્તકનો સેટ સેકંડ માં લઇ આવી ..ઘેર અભ્યાસ કર્યો …મને લાગ્યું કે ગણિત અને વિજ્ઞાન નહીં ભણાવી શકું ..એના માટે એક શિક્ષકના ખાનગી ટયુશનનું નક્કી કરી દીધું ..બાકીના પાંચ વિષયો ઘેર …દીકરીને ગણિતની બીક લાગે ..અડે પણ નહીં …છ મહિના સુધી એને ભણાવ્યું …જે આજકાલ ના વિદ્યાર્થીઓ રીવીજન કરે એવું કશું નહીં ..પ્રેક્ટીસ પરીક્ષા કે ટેસ્ટ પણ નહીં …શિક્ષકે તેનું ગણિત સુધાર્યું જ ..મેં એને જાતે ભણતા શીખવ્યું ..તકલીફ હોય ત્યાં જ મદદ કરતી ….પ્રિલીમ માં 52 ટકા …બસ એટલી ખાતરી થઇ ગયી કે નાપાસ તો નહીં થાય ..એને કહ્યું કે તારે જે ભણવું હોય એ જ ભણાવીશું …અને ગણિતમાં તને 16 પાઠ માંથી 10 પણ આવડતા હોય તો તું પાસ થઇ જ જઈશ …
બોર્ડ પરીક્ષા પતી ગઈ ..પહેલી જુન 2006 રિજલ્ટ આવ્યું …..68.67 % સાથે પાસ થઇ …અને સૌથી વધુ માર્ક્સ 77 ગણિત માં હતા …એણે પરીક્ષા નહિ પણ ડર પર વિજય મેળવ્યો હતો …એ વર્ષે બોર્ડ માં પ્રથમ આવનાર વિદ્યાર્થીના માં બાપ જેટલી જ ખુશ હું અને મારા પતિ હતા ..મારા આંસુ સુકાતા નહોતા …
પછી તો ઓછા નામાંકિત હોય અને ઓછા વિદ્યાર્થી હોય એવા ટ્યુશન ક્લાસમાં એને અગિયારમાં ધોરણથી મોકલી …એને ક્યારેય મારે ભણાવવી ના પડી …બારમાં ધોરણ કોમર્સ માં 72.67 % સાથે પાસ થઇ …ત્યારે નેટ પર રિજલ્ટ જોતા મારા પતિદેવ ને મારાથી પુછાઈ ગયું : આ આપણી દીકરીનું જ છે ને ???
ઈંગ્લીશ મીડીયમ ની અમારી યુનીવર્સીટી માં ફર્સ્ટ ક્લાસ માં ગ્રેજ્યુએટ પણ થઇ ગઈ …
આ પરીક્ષા મેં અને દીકરીએ સાથે જ આપેલી ….દીકરીએ દસમાં બોર્ડની અને મેં જિંદગીની …
જો તમને આ વાંચીને કોઈ ફિલ્મનો ખ્યાલ આવ્યો હોય તો એ ફિલ્મ તારે જમીન પર 2007 માં આવેલી અને થ્રી ઈડિયટ તો હમણાં જ ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s