ચાલો આંગળી ઝાલીને


સમય ..
આપણી સાથે જાણે ચાલતો પડછાયો …રાત્રીના ઘેરા અંધકારમાં પણ સાથ નથી છોડતો ..એ સમય ..એનું રૂપ કેવો રંગ કેવો ખબર નથી પણ નિરાકાર એ શ્વાસમાં લેવાતી હવા જેવો જરૂર છે …એની પાસે એક કલમ છે ,એક પીંછી ,એક કેમેરો ,એક ટાંકણી અને એક હથોડો ,થોડું મીણ છે અને થોડી માટી , થોડી આગ છે અને થોડો બરફ પણ …અને પાણી ની એક ડોલ ભરીને એ એક ઊંચા બર્ફીલા પહાડના શિખર પરથી પેલા વિશાળ સમુન્દ્રના પાણીના કેનવાસ પર પીંછી થી કશુક લખે છે , કલમ થી ચીતરે છે ,હથોડી અને ટાંક થી કશી તસ્વીર બનાવે છે …એની આગ મીણના પીગળેલા ટપકામાં જ જામી જાય છે ..અને બરફ જાણે અનરાધાર વરસાદ માં પતરા ના છાપરાના કાણા માંથી ટપકતી પાણી ની ધાર બની ઓગળ્યા કરે …
બસ આવો જ હોય છે સમય ..ક્યારેય સમજી શકાતો નથી અને સમજાવી શકાતો નથી …એક અદ્રશ્ય બેડી થી બંધાયેલા આપણે એની સાથે ચાલ્યા કરીએ ,થંભી જઈએ ,દોડ્યા કરીએ અને ક્યારેક ઉડીએ તો ક્યારેક ઘસડાઈ જઈએ …પામર માનવી કેટલો ખુશ થાય છે કે ઘડિયાળ નામની ડબ્બીમાં બે કાંટાનો પહેરો બેસાડીને એને બાર આંકડાઓની કોટડી માં બંધ કરી દીધો છે ….અને એ બાર આંકડાઓ એને પોતાની દાંડી પર બંદરની જેમ નચાવે છે ….અને જીવનની રોનક થી દૂર કરી દે છે …સૂર્યાસ્તના રંગ જોવા એ ટી વી જોઇને ખુશ થાય છે ..અને પહાડોપાર ફરવા જાય છે ત્યારે સૂર્યોદય સમયે લાંબા સમય સુધી ઊંઘ્યા કરે છે …
બસ આ સમય ને ઓળખી લો …એની આંખે જુઓ એની કવિતાઓ એના લેખો દુનિયાના કાગળ પર એક ઝાડ પર એક નાવડી માં તારાઓની ચાદર પર અને વહેતા પાણીની બુન્દો માં વંચાશે ….એ એક સ્મિતનું ચિત્ર બની કેમેરાની આંખમાં કંડારાઈ જશે …… સુખની ક્ષણિક ભરતી અને દુઃખના ફળફળતા નિસાસા ની પળો વચ્ચેના અવકાશમાં રહેતો સમય ફૂલો થી નાજુક અને પોલાદ થી પણ મજબુત ….ચાલો આંગળી ઝાલીને જીવનની રાહ પર જિંદગીને માણવાની કોશિશ કરીએ તો !!!????

Advertisements

4 thoughts on “ચાલો આંગળી ઝાલીને

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s