ગીવ મી સ્પેસ …કીપ ડીસ્ટન્સ ….


ગીવ મી સ્પેસ …કીપ ડીસ્ટન્સ ….
આ બે અંગ્રેજી શબ્દો નો અર્થ જીવનમાં સમજવો અને ઉતારવો ખુબ જરૂરી છે ..અને આપણે નથી ઉતરતા એ પણ એક સત્ય છે ….આપણે સંબંધો માં નજીક આવીએ ત્યારે બીજા વ્યક્તિ ના જીવન માં ભાવના પર અતિક્રમણ ,આક્રમણ કરતા હોઈએ છીએ …બસ એના વિષે બધું જ ખબર હોવી જોઈએ …એની બધી માહિતી …અને એ મને બધું જ કહે એવો દુરાગ્રહ પણ …પણ બધા જ સંબંધોમાં કડવાશનું બીજ પણ અહીં જ રોપાતું હોય છે ….અને ક્યારેક એનાથી ઉલટું થાય ત્યારે આપણે એ સંબંધથી ગુંગળામણ અનુભવીએ છે ……અને કહીએ છીએ ગીવ મી સ્પેસ …હા માણસ નું બધા જોડે હળવું મળવું જરૂરી છે એટલું જ જરૂરી છે પોતાની જાત સાથે એકાંત હોવું …આપણી બધી ગતિવિધિઓનું મૂલ્યાંકન આવા સમયે જ થઇ શકે ….પોતાની ભૂલો સમજાઈ શકે અને ભવિષ્ય ની યોજના પણ આવા સમયે જ ઉદભવી શકે છે …!!! કોઈની સલાહ માંગીએ તો જ મળે તો વધારે સારું …અને પોતાની ભૂલો માંથી શીખવા મળે એ પણ ……આ સમસ્યા સૌથી વધારે સૌથી નિકટ ના સંબંધ પતિ પત્ની કે માં બાપ અને સંતાન ના સંબંધ માં જોવા મળે છે ….જો દરેક ને એનું મુઠ્ઠી ભર મનગમતું આકાશ મળી જાય તો દરેક સ્વપ્ન નીખરી શકે ..દરેક શક્યતાને પાંખ મળી શકે ..અને એ ના મળવાની ગુંગળામણ અકથ્ય હોય છે …એટલે દરેક વ્યક્તિને સ્પેસ આપો …એની વિચાર સૃષ્ટિમાં કૈક એવું હોય જે એને એકાંતમાં હસાવી શકે અને રડાવી પણ શકે ..બસ એની જ અસ્ક્યામત હોય …એનો પોતીકો ખજાનો …આ બહુ જરૂરી છે !!!
કીપ ડીસ્ટન્સ ….આ જ વસ્તુ છે ….કે થોડી દુરી બધા સંબંધો માં જરૂરી છે …આ વસ્તુ પતિ પત્ની કે સંતાનો નહીં પણ એ સિવાય ના તમામ સંબંધો માટે લાગુ પડે છે ……જો કોઈ વ્યક્તિ સંબંધમાં આપણને એની તમામ વાતો શેર કરવા યોગ્ય સમજે તો જ સાંભળો …અને જરૂરી નથી કે તમે પણ એને બધી જ વસ્તુ કહો …કેમકે તેની સમજ તમારી સમજની સમકક્ષ હોય એવું ના પણ બને …કદાચ તમારા કરતા વધારે પણ હોઈ શકે ….આ વસ્તુ ખોટા અને ખરાબ લોકો થી ડિસ્ટન્સ રાખવાની નથી પણ કોઈ પણ વ્યક્તિ જે તમારી સાથે સંકળાયેલ હોય એ બધા માટે છે ..ઓફીસ ,કુટુંબ …અને વાત વ્યવહાર માટે નથી પણ સંવેદના માટે છે ..ભાવનાઓ અને સંભાવના માટે છે …..
યાદ રાખજો આના થી તમને એવા સાચા અને લાંબા ગાળે ટકી શકે એવા સુવર્ણ અને સુગંધમય સંબંધો મળશે ……

Advertisements

One thought on “ગીવ મી સ્પેસ …કીપ ડીસ્ટન્સ ….

  1. ‘ એનું મુઠ્ઠી ભર મનગમતું આકાશ મળી જાય તો દરેક સ્વપ્ન નીખરી શકે’ … ખુબ ગમ્યું.
    ‘…આ વસ્તુ પતિ પત્ની કે સંતાનો નહીં પણ એ સિવાય ના તમામ સંબંધો માટે લાગુ પડે છે …’ આ સંબંધોને બાકાત રાખવા જેવા લાગે છે ? પતિ-પત્ની કે સંતાનોને પણ મનગમતા આકાશની જરુર હોય.
    બાકી અલગ અંદાજમાં –
    http://bestbonding.wordpress.com/2013/02/01/blank-space/

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s