એનું શૈશવ ???


હમણાં એક મહિનાથી જીવનના એક અનોખા અનુભવમાંથી પસાર થઇ …એક નાનકડી છોકરી અમારી સામેની બિલ્ડીંગમાં રહે ..એને જોઇને ચંચળ પતંગિયું યાદ આવે … બસ ઘરમાં આખો દિવસ ઉડાઉડ કરે …વાંચે નહીં …અને રાત્રે મોડા લેસન કરવા બેસે એ પણ સ્કુલે મેડમ ખીજાય નહીં એટલે …..એની મમ્મીએ મને આ વસ્તુ વાત વાત માં કહી ..મેં એમને કહ્યું એને પંદર દિવસ મારી પાસે મોકલો ..હું એને બેસાડીશ …ચોથા ધોરણમાં ભણતી એ નાનકડી છોકરીનો સિલેબસ જોયો ..અંગ્રેજી માધ્યમમાં ભણે …થોડું પુછાતા તરત ખબર પડી કે છોકરી હોશિયાર હતી ..બસ ચંચળ હતી …મેં એને ખાલી એટલું જ કહ્યું કે તારે પલાઠી વાળી વાંચવું પડશે …એ બહુ બહાના કરતી પણ હું એને કહેતી જો તું જલ્દી બેસીને વાંચીશ તો હું તને સ્ટોરી કહીશ …પંદર દિવસ પછી મારી દીકરીની પરીક્ષા હતી એટલે એને અઠવાડિયું વેકેશન આપ્યું …પછી એના મમ્મીએ કહ્યું કે એ હવે ઘેર બેસીને ભણે છે એટલે મોકલવાની જરૂર નહીં પડે …તોય કશુક પ્રોબ્લેમ હોય તો બસ પુછવા આવી જાય …
વસ્તુ એને ભણાવવાની નહોતી પણ હાલ ના અભ્યાસક્રમનો મેં અભ્યાસ કર્યો અને જે નિષ્કર્ષ પર હું આવી એની વાત કરવા માંગું છું ….ચોથા ધોરણના બાળકને એક વિષયના બે પુસ્તકો ..એક એ જે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બહાર પડે અને એક પરદેશના કોઈ પ્રખ્યાત પબ્લીકેશન અને પાઠ્યક્રમ પર આધારિત ….ગુજરાત રાજ્ય નું પુસ્તક જે સમાન ધોરણે ભણવાનું હોય તેમાંથી ફક્ત બે જ પાઠ …એમાં પણ સેમેસ્ટર સીસ્ટમ તો ખરી જ ..અને બીજા પુસ્તકમાંથી સાત થી આઠ પાઠ …સામાન્ય જ્ઞાનનું પુસ્તક એમાં જે પાઠ હતા એ આપણે ત્યાં નોકરી માટેની લેખિત પરીક્ષા માટે પુછાય એ કક્ષાના ….નાનકડા બાળકને સુપર ચાઈલ્ડ બનાવાની સ્કુલ અને વાલીઓની આ સંયુક્ત સાજીશ …બાળક આ બધું વાંચતું હોય ગોખ્તું હોય એટલે સ્માર્ટ માં ગણાય ….મેં ગુજરાતી માધ્યમના એક બાળકના અભ્યાસક્રમની તપાસ કરી તો એન સી આર ટી ના વધારાના પુસ્તક માંથી એમને ભણાવાતું …અને સૌથી આઘાતવાળી વાત હવે આવે છે ..કે સામાન્ય સ્કૂલો હોય ત્યાં એવું કોઈ વધારાનું પુસ્તક નથી ભણાવાતું ..બાળકો ગુજરાત રાજ્યનો અભ્યાસક્રમ ભણે છે ..અને ટયુશનમાં આ બાળકો થોડા “ડોબા” સિદ્ધ થાય છે ..એવું એમના વાલીનું કહેવું છે ….
મેં બેઉ અભ્યાસક્રમ જોયા ત્યારે લાગ્યું કે ગુજરાત રાજ્યના પુસ્તક બાળકની માનસિક વયને ધ્યાનમાં રાખીને લખાયા છે ..એમાં સરળતાથી સમજી શકાય એ રીતનું લખાણ હતું …અને પેલા ભારેખમ અભ્યાસક્રમમાં બાળકને અભ્યાસ પર જ અણગમો જાગે એ રીત નો ડબલ બોજ ..જે બાળક ભણવામાં કદાચ સામાન્ય હોય એને કશું આવડે નહિ ,શાળા અને ટયુશનમાં પણ જો શિક્ષક રસ અને રૂચી જાગે એવું ભણાવતા ના હોય અને ટકાવારી ની માં બાપ ની માંગ ..નાનકડા બાળકોનો આ સ્ટ્રેસ કોણ સમજી શકશે ????ભાર વગરનું ભણતર લેબલ નીચે ડબલ ભણતરનો ભાર ઉઠાવતું આ શૈશવ પાંગરી શકે એવું આકાશ ક્યાં ???? ગુજરાતી માધ્યમ માં ભણતા બાળકની મોટી બેન એ સામાન્ય શાળા માં ભણેલી …વધારા ના ભાર વગર ..ખુબ જ ઉચ્ચ માર્ક્સ એણે પોતાની રૂચી થી મેળવ્યા …બાળકની માનસિક વય પ્રમાણે એના માટે રમવા અને પતંગિયા પાછળ દોડવાનો સમય ,ક્રિકેટ કે ગલીની રમત રમવાનો સમય આપી શકે એવી ઉચ્ચ અભ્યાસની દોડમાં ક્યાંક બાળક એ સ્ટેજ સુધી પહોંચતા જ જીવનમાં રસકસ ના ઉડી જાય તો સારું …સામાન્ય જ્ઞાન તો એને આગળ વધતા મળી જશે પણ એનું જીવન એનું શૈશવ ????????????

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s