એકાંતની સરહદ


પ્રકૃતિ કેટલી અદભુત છે ??!!! કેમ કે એ મૌન છે …એ અદભુત છે કેમ કે એણે પોતાનું અસ્તિત્વ સહજ રાખ્યું છે …ક્યારેક હું લાંબા સમય સુધી બહાર ના ગયી હોઉં તો અકળાઈ જાઉં અને સામે ઉભેલું વૃક્ષ હસી પડે છે ..કહે છે કે જુઓ ,જ્યાં ઉગ્યું ત્યાંજ રહું છું …વસંત કે પાનખર ,શિયાળો કે ઉનાળો બધું જ સહજ …મારી અગાસી માં રોજ આવતા કબુતર બુલબુલ એના નિયત સમયે ગીતો ગાઈને જતા રહે છે …હમણાં એક નાના બાળકના પાઠ્યપુસ્તક માં વાંચ્યું કે કાગડો 300 જાતના જુદા જુદા અવાજ માં વાતો કરે છે તો વિસ્મય થયું ….
આવી જ છે નિહારિકા …સૌથી અલગ રહીને પણ એનું પોતીકું વિશાળ વિશ્વ એણે બનાવ્યું છે જેની કોઈ તસ્વીર કે પુસ્તક કે ચિત્ર કે શિલ્પ નથી …એના મનોવિશ્વમાં કેટલાય સમુદ્રની ભરતી ઓટ હોય પણ તે સ્થિતપ્રજ્ઞ થઇ ધ્યાન માં બેઠેલા સાધુની જેવી સ્થિર ….આખી કોલેજ માં ખબર નહિ નિકુંજ ને એનું રહસ્યમય હોવું જ આકર્ષી ગયું …એનું મૌન બહુ બોલકું ….એની દ્રષ્ટિ બધાથી જુદી છે એ પહેલી વાર કોલેજની નિબંધ સ્પર્ધામાં ખબર પડી ..એનો નિબંધ કોલેજના સોવેનીઅર માં છપાયો ત્યારે …
નીકુંજે તેની નિકટ જવાના પ્રયત્નો શરુ કર્યા …પણ એ નિહારિકા હતી ….તેની આસપાસનું કોચલું ભેદવું કઠીન હતું …તે હોસ્ટેલમાં રહેતી હતી ..તેની રૂમમેટ વિશાખા તેના વર્ગમાં ભણતી …તેનો પરિચય કર્યો …શરૂઆતમાં જ નીકુંજે કહી દીધું કે તેને નિહારિકા ગમે છે પણ તેની નજીક જવા મારે તેના વિષે જાણવું છે ….વિશાખા તેની સાથે સમય કાઢીને મળતી ..કેન્ટીનમાં ચા પીતા તેને ખબર હોય એટલું કહેતી ….નિહારિકા એ માબાપનું તૂટેલું લગ્નજીવન જોયું હતું …તેની મમ્મી પપ્પાની ઐયાશી થી કંટાળીને બેંગ્લોર જતી રહી હતી …નિહારિકાને કોર્ટે પૂછ્યું કે મમ્મી સાથે રહેવું છે કે પપ્પા જોડે ત્યારે તેનો જવાબ હતો : હોસ્ટેલ માં …બાર વર્ષથી તે અભ્યાસ કરતી જ રહી …બે વિષયોમાં ગ્રેજ્યુએટ અને તેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પછી રીસર્ચ ..જાણે તે કોલેજ છોડીને બહારની દુનિયામાં જવા જ નહોતી માંગતી ..તેના પિતા બીજી સ્ત્રીને પરણી ચુક્યા હતા અને જેને આગળના લગ્નથી એક સંતાન હતું …નિહારિકા છેલ્લા ત્રણ વર્ષથી તેની માંને પણ નહોતી મળતી …પ્રાઈવેટ ટ્યુશન કરી કોલેજનો ખર્ચ કાઢતી ..એની દુનિયામાં કોઈ નહોતું …નિકુંજને તેના માતા પિતાની વિગતો પણ મળી …
અઠવાડિયા પછી રક્ષાબંધનનો તહેવાર હતો ..હોસ્ટેલ ખાલી હતી ..ખાલી વિદેશી કે ખુબ દૂર વસતા વિદ્યાર્થીઓ જ હતા …નિકુંજ તે દિવસે હોસ્ટેલ આવ્યો ..નિહારિકા તેને વિશાખાના દોસ્ત તરીકે જ જાણતી હતી ..તે નીચે આવી ..અને કહ્યું વિશાખા બહાર ગયી છે …તો પોતાના શોલ્ડર બેગ માંથી એક મીઠાઈનું બોક્ષ અને રાખડી કાઢી તેણે નિહારિકાના હાથ માં આપી ..અને કહ્યું હું તારો ભાઈ છું …આ રાખડી મને બાંધ ..તારા પપ્પાએ મારી મમ્મી સાથે લગ્ન કર્યા છે …….દરેકની જિંદગી માં સમસ્યા ત્યારે ઉભી થાય જયારે તેઓ એક બીજાને સમજી ના શકે ….તારા પપ્પાને કોઈ સાથે સંબંધ નહોતો પણ તારી મમ્મીના વહેમનું ઓસડ કોઈ પાસે નહોતું …એટલે તે બધું છોડીને જતી રહી …મારી મમ્મી એક વિધવા જીવન વિતાવતી હતી …અમે તારા પપ્પાના નવા પડોસી હતા …તારા પપ્પા તને બહુ પ્રેમ કરતા ..એમના આખા ઘરમાં તારી નાની મોટી તસ્વીર હજી પણ દીવાલો પર જીવતી છે …..મારી મમ્મી ને કોઈ આવકનું સાધન નહીં ..બહુ તકલીફ હતી ..એટલે બે દુખિયા જીવો નજીક આવ્યા અને એક દિવસ કોર્ટમાં લગ્ન કરી લીધા ..આ હિસાબે હું તારો ભાઈ છું ..અને તું મારી બહેન …બહેનનું દરેક દુખ ભાઈ નું બની જાય છે ….જો તને વિશ્વાસ હોય તો તું રાખડી બાંધ અને ઘેર ચલ …તને આમ જીવતા હું નહીં જોઈ શકું ..તારા સુધી પહોંચતા મને ત્રણ વર્ષ લાગ્યા છે બેન …

એના અવાજ અને આંખમાં ડોકાતી સચ્ચાઈ પર નિહારિકાને પહેલી વાર વિશ્વાસ બેઠો ..અને દીવાલ તોડીને એ આ જગત માં ભાઈ ની આંગળી પકડી દાખલ થઇ ……

નિહારીકાના એકાંતની સરહદ અહીં પૂરી થઇ હતી ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s