આકાશ સાથે વાતો ….


પ્રિય મન ,
હા આજે તારી સાથે સન્મુખ બેસીને વાત કરવાનું મન નથી થતું ..પણ તને કહ્યા વગર પણ રહી નથી શકાતું એટલે છેલ્લે એક ઉપાય મળ્યો ..તને પત્ર લખું …ગઈકાલ અને આજની સવાર માં એક વાત હતી …કાલે તેરસનો સવારે લગભગ સવારે પોણા છ વાગ્યે ઉગેલો પાતળો બીજના ચંદ્રનો જોડિયા ભાઈ જેવો ચંદ્ર જોયો …આજે તો છ વાગ્યે એક અદભૂત નઝારો હતો …ક્ષિતિજે લાલ મરુન આકાશ …એની ઉપર ભૂરું મોરપિચ્છ આકાશ અને એના પર એક નાજુક નાજુક રમણીના ચેહરા જેવી કાતિલ કટાર જેવી આંખોની પ્રતિકૃતિ જેવો પાતળો ચંદ્ર ….અને એની ઉપર હજી કાળી ચુનર ધીરે ધીરે લપસતી હોય એવી રાત …અને એમાં તારા …મને લાગ્યું બે ઘડી કે ભગવાન મારી સન્મુખ ઉભા છે …થોડો સંવાદ કરીએ ….પણ સવારનું એ દ્રશ્ય મૌન રહેવા માટે મને બાધ્ય કરી રહ્યું ..અને મન મને ખબર છે કે ભગવાન એમના દિવ્ય ચક્ષુ થી મારા મન પર લખેલી વાત જરૂર વાંચી ગયા હશે ..દૂર દેખાતો પાવાગઢનો આકાર …ઘરમાં જવાનું મન ના થયું …કાલે પણ એક ગ્રીલ વાળી ઘરની બાલ્કનીમાં ઉભેલી ..શાંતિ શું હોય એનો એ પળોમાં નિતાંત અનુભવને ઘૂંટડે ઘૂંટડે પીતી હતી …કાન દઈને પેલા પક્ષીઓ પોતાના સાથીઓને સંદેશ પાઠવતા હતા એને સમજવાની નિષ્ફળ કોશિશ કરતી હતી …દૂર દૂર થી કોયલ નો ટહુકો થોડે થોડે સમયે સાદ પુરાવતો હતો …અને દરેક દિશાઓ થી પક્ષીની વાત સંભળાય પણ એ કોલાહલ ના લાગે ..આંખો બંધ થઇ ગયી ….મન લાલચુ હતું કે એ પળો થોડી લાંબી કરું …પણ પક્ષીઓ માળો છોડી ઉડવા માંડ્યા …સૂરજ પોતાના બેડરૂમનું બારણું ખોલી બ્રશ કરવા માંડ્યો ..અને તૈયાર થઇ આવી ગયો એક લાંબી સફર માટે ….
સાચું કહું તો મન આજકાલ એક વ્યગ્રતા ઘેરી રહી છે …કોઈ પૂછે તો સમસ્યા કહેવા માટે પણ કશું નથી ..કેમ કે કોઈ સમસ્યા જ નથી …પણ તોય કોઈક હલ શોધવા માટે કોશિશ ..કોઈ સાથે બોલવું નથી ગમતું …કશું જ નહિ ..એક મશીન ની જેમ કામ કર્યા કરું છું …એમાં બસ પોતાના વિચારો દૂર ધકેલવાનો પ્રયત્ન માત્ર હોય છે …ખુબ રડવું છે પણ આંસુ સાથ નથી આપતા …રાત્રે ત્રણ ગ્રહ કાટ ખૂણે ગોઠવાઈને કૈક સંતલસ કરી રહ્યા હોય એવું લાગ્યું …કલાકે કલાકે થોડા થોડા પશ્ચિમ તરફ ખસતા હતા ..જાણે આકાશ રીવોલ્વીંગ હોટલ હોય એમ ….અગાસી પર રાત્રે ગાદલું પાથરી આકાશમાં ચંદ્રનું પૂર્ણિમા સુધી પશ્ચિમ માં ઉગવું ધીરે ધીરે વધવું અને પૂર્ણિમા પછી પૂર્વ માં મોડા મોડા ઉગવું …મધ્ય રાત્રીએ એ આકાશમાં વચ્ચે આવી ને ગોઠડી માંડવા તૈયાર હોય પણ નિદ્રા રાણી એના પાલવને જરાય આઘો પાછો ના થવા દે ….એ રાત અને જાણે એવું લાગે કે ભગવાન મેસેજ કરે છે તારાઓને આડા અવળા કરીને થોડા કાળા વાદળ અને થોડા સફેદ ..થોડો પવન …અને અચાનક જાગીને વાંચવાની કોશિશ …
આ ઉનાળાની રાત્રો એટલે જાણે આકાશ સાથે વાતો ….
બસ તારીજ હમેશા માટે ,
પ્રીતિ …

Advertisements

2 thoughts on “આકાશ સાથે વાતો ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s