બહુ બળ બળ કરે છે એ ..


gulmoharબહુ બળ બળ કરે છે એ …બસ મુઠ્ઠીમાં ભરીને એના બે ચોસલા ફ્રીઝમાં મૂકી દીધા …હા ,હું એ તડકાની વાત કરું છું …ફ્રીઝમાં બેસીને તડકાની લાગણીઓ થીજી જાય છે ..અને બહાર કાઢો એટલે પીગળવા માંડે છે …
સવાલ થાય છે કે તડકાને કેમ આપણે પ્રેમ નથી કરી શકતા …જીવનનો મધ્યાન્હ આવે છે ,આપણી પ્રગતિનો મધ્યાન્હ આવે છે ..ત્યારે કહીએ છીએ એના નસીબ નો સુરજ તો સોળે કળાએ ખીલ્યો છે …પણ સૂરજની સોળે કળાએ ખીલવાની વાત રાસ નથી આવતી …કેમ કે એનું તેજ પ્રખર છે ..એ દઝાડે છે …એને આવરણથી આચ્છાદિત કરવું પડે છે …ઉઘાડા પગના તળિયા બળે છે ….જો તિજોરી ઉપર સુધી છલકાય અને બીજી લાવવી પડે તો એ ગમતી વાત અને તડકાનો જામ છલકાય તો એ સજા …
વાહ રે મન !!! બસ અનુકુલનની વાત સાચી બાકી સૌ તો નકામી ….
જયારે કુંડામાં પડેલું પાણી પેલા તરસ્યા કબુતર અને કાબર પીવે ત્યારે એ ઉકળતું પાણી પીને એમની ગરદનમાં ક્યારેય છિદ્ર પડ્યા જાણ્યા નથી …ગાય ,ભેંસ અને ઘોડાને તો ખરીની ભેટ જન્મજાત હોય છે જેમ કર્ણ ને કવચ કુંડળ મળેલા તેમ જ સ્તો …એટલે એમને બૂટ ચંપલ પહેરવાની જફા નથી ….
પેલું નાનકડા રોપમાંથી કે કલમ માંથી નીકળેલા આસોપાલવ અને આંબા ..આંબા ને તો અંગે અંગે ઉનાળો છલકાય !!! ઉનાળા ના પહેલા સ્પર્શે તો એની ડાળીઓના રૂંવે રૂંવે મંજરી મ્હોરે …..અને જેમ જેમ તડકાનો નશો આંબાના દિમાગ પર ચડતો જાય તેમ તેમ નાના નાના મારવા ફૂટે ..ગોટલો બંધાઈ જાય ..અને પછી તો એ બાળ મરવાના અંગે અંગ યુવાન ઉછાળા મારે ત્યારે ડાળીએ ડાળીએ કેરીઓ ડોલવા માંડે …કેરી તો જમીનને હમેશની વફાદાર !!! સોરઠની ધીંગી ધરા એનામાં શૌર્ય ગાથા ના કેસરિયા કરે એટલે એ કેસર બને હૈયામાં ગીરના જંગલના કાંટા વાગ્યા હોય એવી નજીવી ખટાશનો પોત પહેરીને કેસર જાણે કેસરી ઓઢણી વાળી દુલ્હન લાગે …અને ખારી ખારી હવા ખાઈને હાલક ડોલક થતી હોડી જેવી હાફૂસ મીઠાશ ની મોકલાશ લઈને ઠીંગ ણાં આંબાને નમાવતી હોય ,,,
અને પેલી કાળી કોયલના ગળે કંઠ ફૂટે ..કાળુડી કોયલના મીઠા તો સાદ રે …બસ ઉનાળાના તાપમાં એનો શિયાળે જામેલો મીઠો મીઠો કંઠ ઓગળવા માંડે …અને એ આંબાની ડાળે સંતાઈને પ્રણય ગીત ગાવા માંડે …
લીમડા પીપળા વડના છાંયાના ભાવ વધી જાય ..એની હેઠે ગાય ભેંસો બકરીઓનું સંમેલન ભરાય ….અને ડાળ પર બેસી પક્ષીઓનું સંમેલન થાય ……પેલી નદીઓ પણ પાલવ સંકોરતી હોય એમ સંકડાશ ભરી ગલીમાં ચાલતી હોય એમ સમેટાતી હોય …એનું પાણી વરાળની પાંખે વાદળને પ્રેમ સંદેશો પાઠવે કે શ્રાવણે વહેલા પધારજો પીયુજી , તારા વિરહમાં અંગ અંગમાં તિરાડો પડે ……શિયાળામાં રજાઈ ની કેદમાંથી છૂટેલો સૂરજ સદરો પહેરીને વહેલો વહેલો આવી જાય પેલા વેકેશનમાં ભણતરના ભાર થી મુક્ત થયેલા બાલુડા સાથે લખોટીઓ રમવા ……સુરજ પૂર્વથી પશ્ચિમ સુધી રોજે રોજ આકાશની લંબાઈ માપે પણ રોજ માપ જુદું આવે …રોજ વધતું જ જાય ..એટલે ફરી માપવા બેસે એમાં દિવસના પહેરણની લંબાઈ વધી જાય ..અને ચોવીસ ટુકડા માંથી રાતને ફાળે નાનકડો ગાભો બચે ..હવે કરકસરના કલાકો માં રાત પણ તારાઓ સાથે મહેફિલ માંડે ..અને એમાં અગાસીએ પોઢેલા પેલી જાગતી આંખો વાળા જીવ પણ ક્યારેક જોડાય ….હજી ચાંદો તો મધ્ય આકાશે પહોંચ્યો હોય અને ઉતાવળો સુરજ આવીને એને ધક્કો મારે ….મનુષ્યો કોટડીમાં છુપાય અને ગલી ગલી ,મહોલ્લે મહોલ્લે ,શહેરે શહેરે સડેડાટ સાયકલ ફેરવતો દિવસ ટોપી ગોગલ્સ પહેરીને બરફ ગોળા ચૂસ્યા કરે ….. બે ઝાડ તો ઉનાળાની રોનક બની જાય ..એક તો ગુલમહોર અને બીજો ગરમાળો …હા આ તો ગરમીનો પ્રાસ એની સાથે જ બેસે ને ….
શિયાળાનો ષડજ અને ઋતુ કાળના રિષભ અને મધ્યમ વચ્ચે ગાંધાર ની જેમ ગોઠવાયેલો ઉનાળો ….
આ ઉનાળે એના ચોસલા ફ્રીઝરમાંથી કાઢીને જોજો …એમાંથી એની ગમ્મત ભરી વાતો કૈક આવી જ હશે …!!!!

Advertisements

3 thoughts on “બહુ બળ બળ કરે છે એ ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s