હિસ્ટરી રીપીટસ ઈટ સેલ્ફ …!!!!


કહે છે ગયેલો સમય પાછો આવતો નથી …પેલું કાલુ ઘેલું શૈશવ ,પેલા ધૂળમાં રગદોળાયેલા કપડા ,પેલું ચિંતા વગર નું જીવન ..પછી પેલી બારીમાં ઉભેલી છોકરીને જોવા એ જ સમયે ઉભા રહેવું …પેલું છાનું છપનું જોવું ..પેલી કોલેજની કેન્ટીન ,મેટીની શો માં જોયેલા પિકચરો …મળેલી નોકરી કે ધંધાની પહેલી કમાણી ,પેલા લગ્નના આલ્બમમાં કેદ છબીઓ ….ચીસો પાડીને કહે છે કે ગયેલો સમય પાછો આવતો નથી …
પણ ..મારો અનુભવ કહે છે એ સમય ફરી એક વાર આપણા બધાની જિંદગીમાં પાછો આવે છે પણ વેશ પલટો કરીને …અને એમાં આપણે એને ઓળખી નથી શકતા કેમ કે આપણે આપણા વર્તમાન સ્ટેટસને જડ ની જેમ વળગીને ઉભા રહીએ છીએ …આ સ્ટેટસ એટલે કાર બેંક બેલેન્સ વાળું નહિ પણ વય …
આપણે જયારે માં કે બાપ બનીએ ત્યારે એ બાળક સાથે હમેશા એ પચ્ચીસ છવ્વીસ વર્ષના યુવક યુવતી બનીને રહીએ છીએ …ઇન્સ્ત્રકટર …પણ એ બાળકની સાથે ચાવી ભરીને વાંદરાની જેમ તાળી નથી પાડી શકતા ..ખીલખીલાટ હસી નથી શકતા , એની સાથે ગમ્મત ખાતર થોડી વાર ઘૂંટણ ભેર ચાલી નથી શકતા ..કેમ કે આપણે મોટા થઇ ગયા છીએ …બસ એક પાંચ મિનીટ એવું કરી જુઓ ..ભૂલો કે તમારી ઉંમર શું છે ???!! આપણા માં છુપાયેલો બાળક કલબલ કરશે …..એને પહેલી વાર સ્કુલે મુકવા જાવ ત્યારે આપણો એ દિવસ યાદ કરજો ….એનું તોફાન કે સમસ્યા એ કહે ત્યારે આપણે એ સ્થિતિ માં શું કરતા ?? માં બાપ વિષે શું વિચારતા એ બધું એક વાર વિચારજો …એની વય સુધી પહોંચીને એની સાથે ફરી વાર વિકસો ..એના જમાનામાં એની રીતે ..એના નવા પરિવેશમાં …જો જો ઘણા અંશે જનરેશન ગેપ ભરાઈ જશે …જીવન જીવવાની મજા આવશે ..વાળ કાળા કરવાથી નહિ પણ દિલથી જુવાન રહેવાશે ….
આ બધું એક લાંબા સ્વાનુભવથી લખ્યું છે …મારી દીકરીનું હવે પચ્ચીસમી તારીખે એમ કોમ નું છેલ્લું પેપર છે …એની નર્સરીમાં પહેલા દિવસ થી એનો શૈક્ષણિક કાળ યાદ આવે છે ..મારું છેલ્લું પેપર આપીને આવ્યા પછી હું ધ્રુસકે ધ્રુસકે રડેલી મમ્મી પાસે …મમ્મી ,મારો એક એવો આખો યુગ પૂરો થયો જ્યાં મેં જ્ઞાન પ્રાપ્તિ જ કર્યે રાખી ….હવે સમય બદલાશે …નોકરી કે ગૃહસ્થી કયો એ ખબર નહિ પણ ઓફીસીઅલી એક જ્ઞાન મંદિર માં જવાનું બંધ ..એ કેન્ટીન ,એ ક્લાસ ,એ બેંચ બધું પરાયું …!!!હું ખુબ બૌદ્ધિક ફિલ્મો બહુ નથી જોતી પણ આજના યુવાનોને ગમતી ફિલ્મો અવશ્ય જોઉં છું ..એના માનસ ,એની ફેશન ,એના વિચારો બધું જાણવા સમજવા ..કેમ કે સમગ્ર ચિતાર ફક્ત આપણા બાળકને જોતા સમજતા ના આવે ..બૃહદ દ્રષ્ટિ રાખવી પડે …
હું એટલું કહીશ કે એની સાથે રેતીના ઘર બનાવ્યા , એની સાથે વરસાદ માં પલળી ,એની સાથે ફરી કક્કો બારાખડી ઘૂંટ્યા ,ફેશન વિષે જાણ્યું ….ઘણો બધો ફેર છે પણ તોય એની સાથે હું નવેસર થી બાળપણ અને યુવાની જીવી છું ..એટલે કદાચ આજે પણ મને નવી પેઢીને સમજવામાં ઓછી તકલીફ પડી છે ….આ સાથે સાથે જીવવું એ આજની પેઢી માટે જરૂરી છે ..એ જે સ્ટ્રેસ સાથે જીવી રહી છે એમાં એને આપણા મજબુત સહારા ની ઉણપ વર્તાય છે ..ચાલો આપણે આપણા અનુભવોથી એમને પણ શીખીએ સમજીએ ..અને થોડા પરિવર્તિત થઈએ …

Advertisements

6 thoughts on “હિસ્ટરી રીપીટસ ઈટ સેલ્ફ …!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s