પચાસ વર્ષ …


1. જીવન હમેશા પહાડોના રસ્તા જેવું કેમ હોય છે ???
2. આગળના વળાંક ખબર નથી હોતા …એના નકશા કેમ નથી હોતા ???
3. એના નકશા વ્યક્તિએ વ્યક્તિએ જુદા જુદા હોય છે જેમ હસ્તરેખા કે આંગળીની છાપ ???
4. કેમ દરેક ચેહરો અલગ અલગ હોય ???
5. કેમ વિચારો વાંચી નથી શકતા અને જે લખાય છે તે શું ખરેખર પ્રામાણિક વિચારો હોય છે ???
6. લખાણ આપતી વખતે સામાને સારું સારું લાગે એવું જ લખવું જરૂરી છે ???
7. જે પોતાને ગમતું હોય / અનુભવ્યું હોય એવું સત્ય લખવાની હિંમત કેટલા લોકોમાં ???
8.ધાર્યું ના થાય તો નિરાશા શા માટે ???
9. કેમ દરેક વસ્તુના નકશા પ્રમાણે ના મળે તો તાત્કાલિક રીતે એને રીજેક્ટ કરી દેવાય છે ???
10. શું ક્યારેક આપણે ધાર્યું હોય એના કરતા પણ સુંદર અનુભવ નથી મળતો ?
11. પણ એ આપણા ધાર્યા પ્રમાણે ના હોવાને કારણે એને રીજેકશન નો સિક્કો મારવાની ભૂલ આપણે નથી કરતા ???
12. આપણે દરેક વ્યક્તિનું પોતાનું આગવું વ્યક્તિત્વ અને વિચાર હોઈ શકે એ કેમ સ્વીકારતા નથી ???
13. પોતાના મત સાથે સહમત ના થાય એવા લોકોને આપણે ખુલ્લા મને કેમ સ્વીકારી નથી શકતા ???
15. પૈસાથી ના ખરીદી શકાય અને સુલભ હોય એવા સુખોની આપણને કેમ કદર નથી હોતી ???
16.આપણા સંતાનોને આપણે કેમ આપણી સંપત્તિ ગણવાની ભૂલ કરીએ છીએ ???
17. આપણા અનુભવો બીજા માટે પણ એવા જ હશે એ પૂર્વધારણા કેમ રાખીએ છીએ ???
18. કોઈનું સુખ જોઇને આપણે કેમ દિલથી ખુશ નથી થઇ શકતા ???
19. આપણામાં સાચું મોઢા મોઢ કહેવાની હિંમત કેમ નથી હોતી ??
20. આપણે હમેશા પૈસાપાત્ર લોકોની રહેણીકરણી કેમ આકર્ષિત રહીએ છીએ ?? ભલે એ અનીતિથી પૈસો કમાતો હોય ???
21. ભગવાન આપણને ફક્ત દુખ માં જ કેમ યાદ આવે છે ????
22. આપણને સામી વ્યક્તિ નું ઘર ,પતિ /પત્ની કે સંતાન આપણા કરતા ચઢિયાતા લાગે છે ??? ( ઓફ કોર્સ મનોમન)
23. આપણને આત્મમંથન કરવાની ટેવ કેમ નથી ???
24. શું આપણે પોતાની તમામ ખૂબી અને ખામીઓ થી પરિચિત છીએ ખરા ???
25. શું આપણે પરિચિત ના હોઈએ તો આપણે કોશિશ કરી છે ખરી ???
26. આપણે આ માટે ફક્ત બીજાના અભિપ્રાયો પર જ આધારિત રહીને આપણી જાતને સમજીએ છે ???
27.મોઢામોઢ થયેલી ટીકાને કેટલી વાર જાહેર સ્વીકાર કરી શકીએ છીએ ???
28. હું કોણ છું ??? કેટલી વાર વિચાર્યું ???
29. હું દુખી છું …કેટલી વાર અનુભવ્યું ???
30. હું ખુશ છું ??? કેટલી વાર અનુભવ્યું ???
31. હું કેટલાનો સહારો બન્યો /બની ??? ખરેખર કર્યું ??
32. મને કેટલા લોકોએ સહારો આપ્યો ??? ધન્યવાદ કહ્યું ખરું ???
33. કેટલા મારા સુખના સાથી ?? હું કેટલાનો સુખનો સાથી ???
34. કેટલા દુખના સાથી ?? એમના દુખ મેં વહેંચ્યા ખરા ???
35. શું હું આસ્તિક છું કે નાસ્તિક ???
36. મને ભગવાન અને પ્રકૃતિના કેટલા સર્જન વિષે ખબર છે ???
37. મંદિર માં એક લાખનું દાન અને એક ગરીબ વિદ્યાર્થી ને અભ્યાસ માં મદદ કરવી તમારો વિકલ્પ કયો હશે ???
38. ક્યારેય એવું લાગ્યું છે કે માણસ જાતની મોહ્જાળ ના મૃગજળ કરતા માનવેતર જીવો વધારે સુખી છે ???
39. મારા જીવનનો શ્રેષ્ઠ સમય મારા હિસાબે કયો ???
40. વર્તમાનમાં કેટલી વાર જીવ્યો/જીવી ??
41. મેં કેટલી વાર લોકોને ધ્યાન થી સાંભળ્યા ??
42. મને કેટલા લોકો ધ્યાનથી સાંભળે છે ???
43. આપેલા સુખો માટે કેટલી વાર પ્રભુ /અલ્લાહ /ક્રાઈસ્ટ નો આભાર માન્યો ….??
44. પ્રમાણિકતા થી ભૂલોનો સ્વીકાર કર્યો ???
45.મારા સુખ બીજાના દુખો ના/ ત્યાગ પર પાયા પર ઉભા છે ..એવો કોઈ એહસાસ ક્યારેક ???
46. પોતાના સ્વાર્થ અને દેશ પ્રેમ ..બે વિકલ્પો આપે તો કોની પસંદગી કરશો ???
47.પોતાના થી આયુષ્ય માં નાના હોય હોદ્દા માં નાના હોય પણ તે તમારા રોલ મોડેલ બન્યા હોય એવું ક્યારે બન્યું છે ???
48. તમારા જીવનની સૌથી યાદગાર પળ કઈ અને કેટલી ???
49. તમે તમારા જીવનનો કયો તબક્કો બીજી વાર જીવવા માંગો જો મોકો મળે તો ???
50. જીવનનો કયો હિસ્સો તમે કાપીને ફેંકી દેવા કે ભૂલી જવા માંગો છો ????
==============================================================
4 મે ના દિવસે મારા જીવનના પચાસ વર્ષ પૂર્ણ કર્યા ત્યારે આ સવાલો મારા દિમાગ માં આવ્યા ……મેં મારી જાતને ફક્ત ત્યારે નહીં પણ જીવનમાં કેટલીય વાર પૂછ્યા છે ..એક જ સવાલ ના જુદી જુદી પરિસ્થિતિ માં જુદા જુદા જવાબ મેળવ્યા છે ….પોતાની જાત સાથે એક આખો દિવસ ગાળ્યો ..બિલકુલ પોતાની ઈચ્છા થી ..એ અનુભવ ફરી કોઈ વાર ….

Advertisements

2 thoughts on “પચાસ વર્ષ …

  1. અભિનંદન !
    ઘણા જવાબો આપણે જાણતા હોવા છતાં અજાણ્યા હોવાનો દાવો કરીએ છીએ.
    જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા જવાબ, એ જ બાબત જીવનના ખાડા-ટેકરાવાળા માર્ગ પર આગળ વધવા મદદ કરે છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s