આજથી આપણે દોસ્ત !!!


હું એ અવાજ રોજ સાંભળતી …આઠેક મહિના થી વડોદરા બદલી થયેલી ..વડોદરા મારે માટે નવી જગ્યા હતી …પણ બદલી તો દર ત્રણ વર્ષે થતી ..કેટલાય નવા લોકોના પરિચયમાં આવવાનું થયેલું …ઓફિસર એટલે દરેક જગ્યા એ કેબીન મળે …મારી ઓફીસ તો વડોદરા થી થોડે દૂર ડભોઇમાં ..વધારે કામ પણ નહીં ..એટલે વડોદરાથી અપ ડાઉન કરું …મને એના અવાજ થી પ્રેમ થઇ ગયો …એ છોકરી ગજબનું બોલતી રેડીઓ પર આર જે હતી …એ મને એક સામાન્ય વસ્તુ ને પણ અલગ અંદાઝમાં વર્ણવતી અને એ વસ્તુ મારી નજરમાં પણ નવી થઇ જતી ..એના કાર્યક્રમ સાંભળીને મેં મારા ભૂતકાળના કેટલાય સમય મોતીને ફરી વાર મૂલવ્યા જે પહેલા મારી માટે સામાન્ય હતા અને હવે સાવ અસામાન્ય ….મને લાગતું કે દરેક જીવનમાં અદ્ભુત સમય દર વખતે હોય છે પણ એક સામાન્ય દ્રષ્ટિકોણને લીધે આપણે એમાં આનંદ નથી મેળવી શકતા …એને સાંભળતા સાંભળતા મારા માં અદભૂત પરિવર્તનો મારી જાણ બહાર આવવા માંડ્યા …હું દર અઠવાડિયે હવે મારા પતિદેવ સાથે રહેવા શનિ રવિ રજાઓમાં જવા માંડી ..એમના સાંનિધ્યને ખરા અર્થમાં માણતી થઇ ગયી ..અને મારા એ બદલાવ થી એ પણ ખુશ રહેવા લાગ્યો ..અમારા વચ્ચે નો અહં ઓગળવા માંડ્યો ….એક દિવસ હું રજા પર હતી …મેં એ આર જે ને મળવા વિચાર્યું …હું રેડીઓ સ્ટેશન ગયી …એને થેંક યુ કહેવા માટે …
એનો કાર્યક્રમ પૂરો કરી એ બહાર આવી તો હું ચમકી ગઈ …એ તો રમ્યા હતી ….મારા ફ્લેટની બરાબર સામે એના ફ્લેટની બારી પડતી …..હું એને માત્ર સવારે ટુવાલ સૂકવવા બહાર આવે ત્યારે જોઈ શકતી ..એ પોતાના કુટુંબ સાથે રહેતી …એના મમ્મી ભાભી સાથે અવરનવર મારે વાતચીત થતી ..ફ્લેટ ના ઉજવાતા ઉત્સવ માં એમની સંગત મને ફાવતી અને ગમતી …પણ ક્યાંય પણ આ રમ્યા નહોતી આવતી ..સાવ મૂંજી હોય એમ લાગતું ……એના વિષે ફ્લેટ ના લોકોનો અભિપ્રાય અભિમાની અને તોછડી છોકરીનો હતો …પણ તેને પરવા નહોતી …
આજે એ રમ્યા મારી સામે ???!!! હું અવાક !!! તેણે ખુબ મીઠાશ થી કહ્યું : કેમ છો આંટી ??? આજે અહીં ?? કોઈ ઇનામ લાગ્યું છે કે શું ???
ત્યારે મેં ખુબ પારદર્શિતાથી એને કહ્યું : બેટા હું તો આર જે રમ્યા નો આભાર માનવા આવી છું …મારા પતિ સાથે મારા સંબંધો તંગ હતા ..અમારા સંબંધ માં અહં વધારે હતો ..નોકરી ને કારણે અમે જુદા જુદા રહેતા પણ હવે મન પણ જુદા થવા લાગેલા ..ત્યારેજ તારા વિચારોએ મારા વિચારો માં ધરમૂળ થી બદલાવ લાવી દીધો ..અને હવે અમે બંને ખુબ ખુશ છીએ …અમારા સંબંધો માં હવે કોઈ અહં નથી …અને આ માટે જવાબદાર તું જ છે …થેંક યુ વેરી મચ રમ્યા …!!! અને આ ફૂલોનો ગુલદસ્તો તારા માટે …શક્ય હોય તો આજે સાંજે મારે ત્યાં જમવા આવ …
રમ્યા એ સહજતા થી હા પાડી …….
સાંજે હું અને રમ્યા મારા ઘરની બાલ્કનીમાં જમવા બેઠા ..
મેં રમ્યાને પૂછ્યું : તારી આટલી નાની ઉંમર છે ..તું વાસ્તવિક જીવનમાં સાવ એકલી જ રહે છે ..સાવ અલિપ્ત જ તોય તને આ બધું જ્ઞાન ક્યાંથી ????
રમ્યાનો જવાબ મને હ્રદય સોંસરવો ઉતરી ગયો ….: આંટી , આપણે જિંદગીને ક્યારેય બાંધવી ના જોઈએ કોઈ પરિઘમાં …આંખ ,કાન ,નાક , મગજ અને મનને ખુલ્લા રાખો અને વાણીને લગામમાં રાખો ..પુસ્તકોને તમારા મિત્ર બનાવો તો તમારું જગત ખુબ વિશાળ બની જશે …કોઈ ક્ષિતિજ તેને નહિ બાંધી શકે …જ્ઞાનનો કોઈ વિકલ્પ નથી …મને સાવ નાનપણ થી પુસ્તકની મિત્રતા થઇ ગયી …આ કુદરત ..પેલો આગિયો , પેલું બારીની આડશે સુઈ ગયેલું કબુતર ..આ પૂનમ નો ચંદ્ર ..ખુબ નિરીક્ષણ કર્યું છે આ કુદરત ની ગતિવિધિનું …વરસાદની ધારને ખોબા માં ભરી મો ધોવાની મજા લીધી છે ….શિયાળાના તાપણા અને ઉનાળાના ગુલમહોર અને ગરમાળાની કળીઓને ધીરે ધીરે ખીલતા જોઈ છે અને કરમાઈને ખરી જતા પણ !!! જીવનને અંત પહેલા જ જાણ્યું ,સમજ્યું અને અનુભવ્યું છે …સંબંધોની મારી પરિભાષા થોડી અલગ ભલે છે પણ માનવી કરતા વધારે દૂર સુધી વિસ્તરેલી છે ..એમાં શેરી ના કુતરા , દૂધ પી જતી કાળી બિલાડી , સવારે બોલતો કુકડો અને કાગડો ,અને કાબર ચકલા થી માંડી અગિયાર વાગ્યે ભોંય તળિયાના ફ્લેટ પર સુરજ બાની એમની પહેલી રોટલી માટે જાળી ખખડાવતી પેલી લાલ ગાય સુધી બધા સામેલ છે ….
હું તેને તાકતી રહી ,સાંભળતી રહી …એક મોર્નિંગ વોક પણ કેટલી જીવંત હોય છે એને માટે ?? અને હું શ્રીમતી પંડ્યા સાથે ફ્લેટના લોકો વિષે ગોસીપ કરતી ચાલુ છું …
રમ્યા અલિપ્ત છે એ બરાબર જ છે ..એના વિચારોની બુલંદી એની સુંદરતા આગળ એણે પોતાના બૌદ્ધિક સ્તર થી નીચે ઉતરવાની જરાય જરૂર નથી …એ જે કરી શકે છે કોઈના જીવન બદલી શકે છે એના માટે એનું મૌન ખુબ જરૂરી છે ..એ માટે એનું નિરીક્ષણ અને દ્રષ્ટિ કોણ યોગ્ય છે ….

રમ્યા કહેતી હતી : આંટી ,જીવન આપણું હોય તો આપણને ગમે એ રીતે જીવવું જોઈએ ..લોકોના ગમાં અણગમા ધ્યાન માં રાખીને પોતાની જાત સાથે અન્યાય નથી થતો મારાથી ….મારી અંદરની વિશાળ દુનિયા મને કશાનો અભાવો નથી સાલવા દેતી …તમને ખબર છે ?? મારી ડ્યુટી ચાર વાગ્યે પતે એટલે હું અંધશાળામાં સંગીત શિક્ષક તરીકે ત્યાં બાળકોને સંગીત શીખવાડવા જાઉં છું એટલે જ હું આઠ વાગ્યે ઘેર આવું છું …આ મને મનગમતી પ્રવૃત્તિ છે જેને માટે હું કોઈ પગાર નથી લેતી …
આંટી તમને મળવું મને ગમ્યું …આજથી આપણે દોસ્ત !!! ઓ કે …એના લંબાયેલા હાથ ને મેં હુંફ થી મારા હાથમાં લઇ લીધો ……
રમ્યા પહેલી વાર કોઈને ત્યાં આવી રીતે આવી હતી …બધા પોતાની બારીમાંથી એને મારા ઘેર થી નીકળતા જોઈ રહ્યા …
પણ એ મારા માટે કેટલું બધું મૂકી ગયી હતી ???

Advertisements

5 thoughts on “આજથી આપણે દોસ્ત !!!

  1. ‘જીવન આપણું હોય તો આપણને ગમે એ રીતે જીવવું જોઈએ ‘
    રમ્યાને સલામ !
    રસ પડે તો સંબંધોની નાજુકતાની કેટલીક પોસ્ટ મે ૨૦૧૨માં લખેલી. મારા બ્લોગ પર અનુક્રમણિકામાં રીફર કરશો.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s