આવું પણ થાય છે ..


ક્યારેક ક્યારેક આવું પણ થાય છે ..
એક સાવ અજબ અને નવો અનુભવ હોય એ પણ આપણી જ કોઈ જૂની વસ્તુ કે વ્યક્તિ સાથે …
મારો મોબાઈલ આમ તો પાંચ છ વર્ષ જુનો હશે ..મોબાઈલ નાજમાના માં પત્ર લખવાનું પસંદ કરે એવી વ્યક્તિ હું …એ મોબાઈલ મેં એફ એમ સાંભળવા જ ખરીદેલો ..કેમેરા પણ નહીં …હજી ફીચર્સ ખબર ના પડે ..મહીને ચાર પાંચ રૂપિયા બીલ આવે એટલે વપરાશ ની કલ્પના કરી જુઓ …હા મારા માટે સાવ નકામો એવો મોબાઈલ મારી દીકરી જ વાપરે …મારા માટે એનું અસ્તિત્વ ના બરાબર …પણ પાંચેક દિવસ પહેલા ની વાત છે ..એ ટોટલી ફોરમેટ કરાવવો પડ્યો …ચાલતો નહીં તો પણ કોઈ દુખ નહિ ..પેલી આઈડિયા ની જાહેરાત મુજબ માં પર કોઈ ફોન ના આવે એમ જ …પણ કાલે રાત્રે ઘેર આવ્યો ત્યારે જોયું કે એક સમયે મેં મોબાઈલ માં લોડ કરેલા લગભગ 190 ગીતો જુના અને કર્ણપ્રિય ગીતો નહોતા ..બધા કોન્ટેક્ટ ડીલીટ ….ખેર મારો નંબર બધા પાસે છે એટલે એ લોકો કોન્ટેક્ટ કરી લેશે એ ધરપત પણ પેલા ગીતો ??? અને મજાની વાત તો એ છે કે એ ગીતો મેં આટલા વર્ષો માં ફક્ત ચાર કે પાંચ વાર સાંભળ્યા હશે ..તો પણ વ્યથિત થઇ ગઈ ….
મારે જે કહેવું છે તે હવે કહીશ ..કે સાવ નકામી લગતી વસ્તુ માં પણ મારું કશુક ગમતું હતું એને હું સાંભળતી નહીં તો પણ એના જતા રહેવાથી જાણે કશું ખરી પડ્યું ..કશુક અણમોલ ખોવાઈ ગયું …હા એ હું ઇન્ટર નેટ પરથી ફરી લઇ શકું પણ તોય ખોવાઈ જવાની વ્યથા પહેલી વાર અનુભવી …આવી કેટલીય વસ્તુ અને વ્યક્તિ આપણી પાસે હોય છે કે જે આપણી પાસે છે એ એહસાસ આપણને કેટલા ખુશ રાખે છે ?? ખુશ નહિ પણ એક અનામી એહસાસ કહીશ ..હર્જબર્ગ ની હાઈજીન ફેક્ટર વળી થિયરી …કે એ ના હોય તો દુનિયા અટકી પડે અને હોય તો કદર નહિ ….આપણી ગલી માંથી નિશ્ચિત સમયે બૂમ પડતો શાકવાળો ..કે પછી કચરા માટે બુમ પડતી બેન કે ભાઈ …એક પેપર વાળો જે આપણા ઉઠ્યા પહેલા આપણને છાપું પહોંચાડી જાય ..પેલા બાળકોને લેવા આવતી રીક્ષા કે વાન વાળા ..અરે આપણી સોસાઈટીનો વોચમેન …આપણે કદાચ એમની ગેરહાજરીમાં જ એમનું મહત્વ સમજી શકીએ છીએ ….બાજુના પાડોશી સાથે બોલવા વહેવાર ના હોય તો ય એમને ઘેર ત્રણ ચાર દિવસ તાળું લટકતું જોઈએ ત્યારે મનને ખટકે તો ખરું જ …
ચાલો આજે આપણે ખાલી આપણો દિવસ ગોઠવીએ અને જોઈએ કે આવી કેટલી વસ્તુ અને વ્યક્તિઓ છે ??? જેની ગેરહાજરી આપણને ખટકે છે ???
હવે આવી એક બીજી વાત પણ કહીશ પણ આગલી પોસ્ટ માં ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s