સમયનો ઓટોગ્રાફ…


વ્યથાની કથા બહુ નિરાળી હોય છે ,,કાલે હું મનોમન મારા બ્લોગ પર બબડી …કેમ કે હું લેટેસ્ટ ટેકનોલોજી નથી જાણતી ..પણ આજે મારા પતિદેવે સવારના પહોર માં મારા હાથમાં મોબાઈલ આપ્યો મારા જુના ફેવરીટ ગીતો ફરી એમાં હતા ..અને હું બાળકની માફક ખુશ ….
હા પણ કાલે મેં કહેલું તમને કશું ,એવી વસ્તુ જેની સાથે લાગણીનું ડાયરેક્ટ સંધાન હોય …ચાલો શરૂઆત મારા થી કરું …2 જુલાઈ 1998 ના દિવસે લીધેલું મારું સ્પીરીટ મોપેડ ..અત્યારે એની પ્લાસ્ટિક બોડીમાં બે મોટા કાણા છે …હેડ લાઈટ રીપેર કરવાની છે ..એની સીટ પર તોફાની છોકરાઓ મોટા કાપા પાડી ગયા છે ..માત્ર એક તરફની સાઈડ લાઈટ ચાલુ થાય છે …અને ખાડાટેકરા વાળા રસ્તા પર ખડ ખડ નું બેક ગ્રાઉન્ડ મ્યુઝીક સ્વયંસંચાલિત રીતે ખાડા ટેકરા ની સાથે એની રીધમ પર વાગ્યા કરે છે ..તોય એ સ્પીરીટ મારો પ્રેમ છે …કોઈ કિંમતે હું એને વેચવા માગતી નથી ..એક કિકે હજુ ચાલુ થઇ જાય …એના પર બેસીને ચાલવું ત્યારે મને લાગે કે હું તો ટોપ ઓફ ધ વર્લ્ડ છું …મારી ચલાવવાની સ્પીડ વધારે માં વધારે 25 કિલોમીટર પર અવર …મને એ ખુબ ખુબ પ્રિય છે …કેમ કે મારું જુનું મોપેડ સની જયારે મને હેરાન કરતુ હતું ત્યારે આ મોપેડ મારા પતિદેવે મને લાવી આપેલું ..અને મારા લાવ્યા પછી છ મહિના બાદ એ બજાજ કંપનીએ ઓફિશિઅલી લોન્ચ કરેલું …આવનાર મોપેડનો શો રૂમ ડેમો પીસ મને લઇ આપેલો …અને કોલેજીઅનો થી માંડી ને તમામ લોકો હું સડક પર લઈને નીકળતી ત્યારે સાથે ચલાવીને પૂછપરછ કરતા અને ગાડીને જોઈ રહેતા …હવે તો ઘણા બધા વેહિકલ છે ..પણ મને એક એવી વસ્તુ જે વગર કહ્યે દુનિયા માં લોન્ચ થાય એ પહેલા લાવી આપેલી એ એહસાસ એ ગાડી સાથે જોડાયેલો છે …
બીજી મારા કાનમાં પહેરી રાખતી સોનાની નાનકડી કડીઓ …જયારે ફક્ત ત્રણ વર્ષની ઉમર હતી ત્યારે મારા મમ્મી પપ્પાએ પહેરાવેલી …લગ્ન પછી ઘણી બુટ્ટીઓ મળી ..મમ્મીને એ કડીઓ પાછી આપવી પડી ..મમ્મીને એક મહિના પછી કહ્યું : મમ્મી તું જોઈએ એ બુટ્ટી પાછી લઇ લે પણ એ કડી મને આપી દે ….બીજી બુત્તિમાં મારા કાન પાકી જાય છે …માં એ તરત મને આપી દીધી ..કશું પરત લીધા વગર …એ કડી સાથે મારી લગભગ તમામ જિંદગી જોડાયેલી છે ..મારા અસ્તિત્વના ભાગ તરીકે એની સાથે મારું જોડાણ છે …
હમેશા સાવ સામાન્ય લાગતી કોઈ વસ્તુ તમારા માટે અનમોલ હોય છે …જેનું મુલ્ય ખાલી તમે જ જાણો છો …કોઈને કહ્યા વગર ..કોઈના પણ દબાણ માં આવ્યા વગર તમે એ વસ્તુ ને સાચવી રાખજો ..તમારા ઘરના એક ખૂણા માં પણ મૂકી રાખજો ..કેમ કે આ વસ્તુઓ તમારી જિંદગીનું અમુલ્ય સંભારણું છે જે તમારા જીવનમાં વિપરીત સંજોગો માં તમને જીવવાની શક્તિ આપવાની તાકાત રાખે છે …આ તમામ સ્મૃતિઓનું એક નાનકડું ટોકન હોય છે …તમને કોઈ વ્યક્તિનો તમારા માટેનો અનર્ગળ પ્રેમ યાદ કરાવે છે ..તમારો વિશ્વાસ ટકાવી રાખે છે :તમારી જાત માં અને એ વ્યક્તિ માં …સાચા સંબંધો એ જીવનમાં એક સાચું સંચય પાત્ર છે …..લોકો એનું મુલ્ય નથી જાણતા ..પણ તમે એમાં એક વિશ્વાસ જાગૃત રાખી શકો છો ને !!!!જુઓ તમારા ઘરમાં એવી નાનકડી કોઈ વસ્તુ હશે …એને સાચવજો …એ તમારા જીવનમાં એક અમુલ્ય સ્મૃતિ ચિન્હ છે અને એના પર સમયનો ઓટોગ્રાફ પણ છે ….!!! 😀 😀

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s