પિયર…


તમને તમારું ઘર અને કામ અચાનક વહાલું લાગવા માંડે ખરું ??? હા જો તમે એના વગરની જિંદગી ની કલ્પના કરો તો …
ચાલો આજે તો સ્ત્રીઓની વાત કરું …હા એ સ્ત્રીઓ જે પરણીને સાસરે ગયી છે ..એના માટે હિન્દીમાં માયકા અને ગુજરાતીમાં પિયર શબ્દ પર વિશેષ પ્રીત હોવાની ….પણ પિયર જવા સાસરે જવું પડે એ પૂર્વ શરત …હા આજે જે છોકરીઓ હોસ્ટેલમાં રહે છે તેમને પણ ઘરની ઝંખના હોય છે ..છોકરાઓ પણ હોમસિક થઇ જાય છે …આપણું ઘર આપણને ક્યારે યાદ આવે ..જયારે એનાથી દૂર થઈએ ત્યારે જ …એક દિવાળી અમે દાર્જીલિંગમાં હતા …દિવાળી એટલે તો ગુજરાતમાં રોનક જ રોનક ..અને ત્યાંતો આઠ વાગ્યે દુકાનો બંધ અને સિક્કિમ ના ગંગટોકમાં દિવાળીની રાતે પહોંચ્યા તો ત્યાં થોડા રંગબેરંગી બલ્બની હારમાળા સિવાય સાવ સામાન્ય દિવસ …બસ એ દિવસ થી નક્કી કર્યું કે ભલે બધા ફ્લેટ પર તાળું હોય ,કોઈ ના હોય તોય દિવાળી તો આપણે ઘેર જ કરવાની …મામાનું અને કાકાનું ઘર એટલે વેકેશનનું કાર્યસ્થળ ..હવે ના બાળપણમાંથી એ ભૂંસાતું જવા માંડ્યું છે એ વાત અલગ છે ..પણ દરેક ના બાળપણની સ્મૃતિ નું આ એક સરનામું તો ખરું જ ..અને પરણ્યા પછી મામાના ઘરનું સ્થાન મમ્મીનું ઘર એટલે પિયર લે ..ત્યાં એક ભાભી હોય ..ભાઈ હોય ..બીજી બહેનો પણ ભેગી થઈને આવી હોય ..તમામના બાળકો હોય ..એકાદ બે દિવસ જમાઈ પણ આવી જાય ..અને મમ્મીના ઘરનો મેળો એટલે વેકેશન …
દીકરી ગમે તેટલી સુખી હોય પણ માં બાપ દીકરીને જરૂર વેકેશનમાં પોતાને ઘેર ઝંખે જ …પોતાના બાળકો સાથે એ આવે એટલે ભાણીયાને તમામ લાડ લડાવે …જયારે ભાભી આવે ત્યારે એ દીકરીના પાસે બે રાહ હોય : એક તો એ નણંદ બની જાય કે બહેન …
ત્યાં સુધી પરણ્યા પછી પણ પિયર પોતાનું જ લાગે …પણ જયારે કોઈ દીકરી આપણે ઘેર વહુ બનીને આવે ત્યારે આ દીકરી એક સાવ ધીરુ પરિવર્તન અનુભવે છે …જો હવે પોતાના ઘરમાં એને પૂછવું પડે છે ..પહેલા ની જેમ ફ્રીઝ ખોલી ગમતી મીઠાઈનો ડબ્બો ખોલી ચકતું સીધું મોમાં નથી મૂકી શકતી ..એના બે કારણ છે એક તો એ સાસરે જઈને દુનિયાના વ્યવહાર સમજતી થઇ જાય છે અને બીજું હવે ગેસના ચૂલ્હા પરથી મમ્મીનું આધિપત્ય ધીરે ધીરે ઓછું થતું અનુભવી શકે છે …માં કહે એમ ભાભી જરૂર બનાવી આપે … પણ તો ય જે હશે તે ચાલશે એ જીભ પર આવી જ જાય …એ દીકરી કરતા ભાણીયાઓ ને લાડ વધારે મળે …જમાઈ ને પણ આગતા સ્વાગતા મળે ..અને દીકરી આતો તારું જ ઘર એમ સાંભળીને પણ પારકું જ અનુભવે …હવે એ પોતાની ઈચ્છાઓ દીકરી તરીકે ભલે હોય તોય બોલતી વખતે એક વહુ તરીકેનો જવાબદારીનો રણકાર સંભળાય ..હજી પિયરમાં આવેલી દીકરીને માં બાપના લાડ વહુ કરતા વધારે જોવા મળે છે …પણ જ્યાં વહુ દીકરી બનીને રહેતી હોય ત્યાં દીકરીનું દિલ અને જુબાન કશું કહી શકતી નથી …
શ્વેતા આજે ચાલીસવર્ષની છે ..પિયરે જાય ત્યારે સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધીનો ક્રમ તદ્દન ભિન્ન છે પોતાના ઘરથી …અહીં પિયરના ક્રમ પ્રમાણે ચાલવું પડે સમજીને જ …અને એ રીત રસમ જાણતી હોય એટલે ચાલે પણ ખરી પણ એને ત્રણ ચાર દિવસ પછી પોતાનું ઘર યાદ આવે જ્યાં એ બધું પોતાની મરજી પ્રમાણે કરી શકતી હોય …પણ ઘરડા માં અને બાપ પોતાની વ્યથાની કથા એના સિવાય કોઈને ના કહી શકે ..એ બધું સાંભળે , જ્યાં કહી શકે ત્યાં કહી જુએ ..પણ પછી ચુપ રહે ..જાણે કે મારે તો કેટલા દિવસ રહેવાનું ..પછી તો મમ્મી પપ્પાને અહીં જ રહેવું પડશે ને ???? દીકરી વગર કહ્યે ઘણું બધું સમજાતી જાય …માં બાપની તબિયત કે શારીરિક લાચારી ને કારણે ભાભી નું વધતું આધિપત્ય પણ જુએ ..બદલાતો ધીમો બદલાવ અનુભવે પણ ચુપ જ રહે …કેમ કે આ એનું પિયર છે …..સાસરે એ પણ એક વહુ જ છે ને !!! કદાચ પોતના માં બાપની જો કોઈ વ્યથા હોય તો એક પ્રયત્ન કરે કે પોતાના પતિના માં બાપને એ વ્યથા ના અનુભવવી પડે ….પણ આ બધે પરસ્પરની સમજદારી જ અગત્યનો ભાગ ભજવી શકે …
જેમ દરેક ઘરના દરેક સમયે બદલાતા રૂપ હોય એમ પિયર પણ બદલાય છે …..પોતાનો રૂમ પોતાનો નથી રહી શકતો ..બસ બાળપણની મીઠી યાદો અને એ કુટુંબ વચ્ચે હવે ઘણું બધું હોય છે એની સાથે એડજસ્ટ મેન્ટ થતું જાય છે ..થોડું જાણી બુઝીને થોડું જાણ બહાર !!!! પણ તોય પિયરઘર એટલે એક દીકરીનો વિસામો છે અને રહેશે ……
સમય સાથે બધું બદલાતું જાય છે …
હવે ધીરે ધીરે ઘર પોતાનું અને પિયર પારકું થતું જાય છે …
પહેલા સાસરી માં પરત આવતા આંસુ આવતા ,
હવે ક્યારેક પિયર જતા વખતે આવી જાય છે …
જેને પારકું ઘર કહીને વળાવી હતી આ દીકરીને માવતરે ,
હવે આ પારકા ને પોતાના બનાવીને જીવતી જાય છે ,
અગણિત રંગ જીવનમાં પૂરતી પૂરતી ,
છોરી એ માં બની જીવી જાય છે ….

Advertisements

4 thoughts on “પિયર…

  1. મારું તો ઘર જ ગણાય, પણ દિવાળીના દિવસોમાં ગામડે માબાપ સાથે રહેવાનો ક્રમ ૫૦ વર્ષથી પણ વધુ રહ્યો. એ જેમ તુટતો ગયો સંબંધો પણ ઓછા થતા ગયા.
    પશ્ચિમ, મન પર સવારથઈ ગયું – ‘Out of sight, out of mind’
    દિકરીઓ ‘સાસરિયા’ને પણ ‘પિયર’ બનાવી શકે તો ઘણા પ્રશ્નો ઓછા થાય.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s