એ દુનિયામાં કાગળ નહોતો ..


એ દુનિયામાં કાગળ નહોતો …એ દુનિયામાં કલમ નહોતી ..એ દુનિયામાં વિચારો નહોતા ..એ દુનિયામાં એકાંત નહોતું ..એ દુનિયામાં હું હતી પણ મારું કઈ પણ નહોતું …એ કશું જ નહિ જે મને ખુબ ગમતું ..પણ એ હતું જે હું ઝંખતી રહેતી મારા એકાંતના ખૂણામાં …વિચારો નહોતા પણ વિચારોને પુનઃ સંચારિત કરી શકે એવા સંજોગો હતા ..એવી ઘટનાઓ હતી ..હું જીવંત હતી ..મારા નજીક ના જોવાના ચશ્માં નાકની દાંડી પર બેસી કાગળ પર કલ્પના નહોતા લખતા ..રજા પર હતા …પણ એ ચશ્માં દૂરના જોવાના હતા …બસ બધું જ નજર સામે ..સ્પર્શ કરો તો જીવંત …સાચુકલું સાચુકલું …..
હા આ વેકેશન હતું ..મારું …દરેક રીતે બીજા વેકેશન કરતા જુદું ..એક સંકલ્પ હતો કે ના એ દિવસો જ્યાં જવું ત્યાના જ થઇ રહેવું …પિતાજીના ઘેર પિયરઘર ગયેલી …પતિદેવ ને કહી ગયેલી કે નો ફોન કોલ ..અથવા આવવું પણ …ગામ માં જ પિયર એટલે એડીશનલ સુચના આપી દીધી ….
મારા ઘરથી વિરુદ્ધ દરેક સમયનો નિત્યક્રમ ..દર વખતે ફરિયાદ કરી પણ આ વખતે અપનાવી લીધું …ક્યારેક ખુબ વાતો ક્યારેક કલાકો સુધી મૌન ..ઘેર ટી વી નહીવત જોવાનું પણ ત્યાં સાસ બહુ સહન કરવાની કોશિશ કરી જોઈ …બપોરે નિદ્રા ઘેર ક્યારેય ના આવે ત્યાં બપોરે સુઈ જોયું ..સામે ભત્રીજીનું લેપટોપ પણ લખવાનું માંડી વાળ્યું …કદાચ બધા સાથે હોય તોય ફક્ત પોતાની સાથે નો અનુભવ હતો અને તોય કોઈને ખ્યાલ ના આવી શકે કે હું ત્યાં નથી ..ઘરને યાદ ના કર્યું ….રાત્રે અગાસીમાં તારા સાથે વાતો પણ નહિ …ગયા ઉનાળામાં જે રસ્તા પર સાંજે ચાલવા પપ્પા સાથે જતી આ વખતે મમ્મી પણ જોડાયેલા ..એક ચાર રસ્તે ઓટલા પર બેસીને બસ થોડી વાતો દિલની …રસ્તા માં પેલા ગુલમહોરના ઝાડ હતા પણ આ વખતે તેમના ફૂલનું સ્થાન પર્ણો લઇ ચુક્યા હતા ..થોડા હતા ..અને એક ઝાડ પર ખાલી કળીઓ …બસ ફૂલ આવવાની તૈયારી હતી …મારી વહાલી નેરોગેજની ટ્રૈનમાં બેસવાની ઈચ્છા અને ટ્રેન જોવા જવાની ઈચ્છા છેક છેલ્લે સુધી અધૂરી રહેશે એમ લાગ્યું …..પણ અચાનક ભાઈએ અમને એમાં જવા સંમતિ આપી એ પણ કઈ પણ વિનંતી વગર જ સામે થી …
અને બહુ વખતે ભાભી સાથે પહેલા દિવસે જ ” એ જવાની હૈ દિવાની ” ફિલ્મ પણ જોઈ …
હા આ ફિલ્મે મને રાત્રે સુતા પહેલા સુધી તદ્દન મૌન બનાવી દીધી ….કેમ એ કહીશ ..મારી આગલી પોસ્ટ આ ફિલ્મ પર જ હશે …
જીવનમાં અનાયાસે બધું મળી જાય તો સુખદ ઝટકો લાગે ….લખવા માટે જીવવું જરૂરી છે અને એ પણ સો ટકા જીવવું પડે …અને જે જીવ્યા તે લખતા એમાં રજમાત્ર કલ્પના ના ઉમેરાય નહિ એની તકેદારી પણ રાખવી રહી ..છતાય જેટલું જીવાય એટલું ક્યારેય કલમબદ્ધ થઇ નથી શકતું ..જીવન હમેશા આ બધા થી કૈક વધારે હોય છે ..અને એ પળો હમેશા સ્મૃતિઓ માં સંકોરાઈને જીવે છે ..મનનો ખૂણો જયારે અંધારો થઇ એ ખૂણામાં જાય ત્યારે એ પળો હમેશા દીપક ની જેમ અજવાળું પ્રસરાવી જાય ….એક હાસ્ય ચેહરા પર આપોઆપ આવી જાય છે …

Advertisements

2 thoughts on “એ દુનિયામાં કાગળ નહોતો ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s