યે જવાની હૈ દીવાની …..


યે જવાની હૈ દીવાની …..
આ ફિલ્મ જેને જોયા પછી હું ઘેર આવી અને છ થી સાત કલાક કોઈ સાથે વાત ના કરી શકી ..કૈક એવું છે …નામ પરથી લાગે કે આજ કાલના જુવાનીયાની વાત હશે ..પણ એમાં બધા માટે કૈક છે …જે જુવાન થવાના છે ..જુવાન છે અને જુવાન હતા …વાર્તા સારી અને માવજત અને અયાન મુખરજીનું દિગ્દર્શન પણ સરસ …કથા અને ફિલ્મ ક્યાંય ઢીલી કે બોરિંગ નથી …બધાએ જોઈ તો લીધી હશે ..પણ એમાં જે મને ગમ્યું તે કૈક આમ છે ….
ચાર પ્રકારના જુવાનોની કથા ના પ્રતિક બન્ની ,નૈના , ના રૂપમાં રણબીર અને દીપિકા અને કલ્કી કોચલીન અને આદિત્ય રોય કપૂર ….પોતાના સ્વપ્નને સારી રીતે સમજતા અને એને માટે પરફેક્ટ પ્લાનિંગ કરીને યોગ્ય સમયે સ્વપ્નને સંપૂર્ણ સાકાર કરવાને સમર્પિત પાત્ર બન્ની ઉર્ફે રણબીર ..એને સમજતા પિતા …
માતાપિતાની સંપૂર્ણ આજ્ઞાંકિત પુત્રી જે કેરીઅર માટે જુવાનીની તમામ રંગતો થી દૂર મન મારીને ફક્ત અભ્યાસમાં ડૂબેલી …
મારું પ્રિય પત્ર તો કલ્કી કોચલીન ..બિન્દાસ જિંદગીના દિવસ ને તહેવારની જેમ ઉજવતી બિન્દાસ છોકરી ..
અને પોતાના વિષે ખુબ જ ગૂંચવાયેલો આદિત્ય રોય કપૂર .
બસ યુવાનો આ રીતના હોય છે …આમાંથી કોઈક એક અથવા થોડા ઘણા મિક્ષ એન્ડ મેચ …
===== આ વાર્તા કોલેજ છોડ્યા પછી અને સંસાર વસાવ્યા પહેલા સેટલ થયા પહેલા ના ફેઝ ની છે …જ્યાં પ્રત્યેક વ્યક્તિ એ પોતાના જીવનને એકલા રહીને આગળ વધારવાનું હોય છે ….આ જંકશન પર બધા પ્રવાસીઓ છુટા પાડીને પોતાની મંઝીલ તરફ પ્રયાણ કરે છે …અને નવી દુનિયામાં ગોઠવાય છે …ફિલ્મની શરૂઆતમાં જ દીપિકા નો સંવાદ ખુબ સુંદર છે :
એ યાદે ભી કભી અકેલી નહીં આતી ..એક વ્યક્તિ કી નહીં હોતી ઉસમેં સભી આતે હૈ ..ઔર પીછે કે સારે પાનને ખુદ બ ખુદ ખુલને લગતે હૈ …અને સુંદર ફિલ્મ શરુ થાય છે …દીપિકા પોતાના મગ માંથી કોઈ સીપ નથી પીતી એવી ગેમ ધ્યાન થી સાંભળવા જેવી છે …..દીપિકાને એક અફસોસ હોય છે કે તેને માત્ર ભણવાનું છે ..એ કૈક પણ એન્જોય નથી કરી શક્તિ કલ્કી ની જેમ ..કલ્કી ને એની મમ્મી સાવ નકામી છોકરી ગણે ….અને દીપિકા કોઈને કહ્યા વગર જ ટ્રેકિંગ પર જાય છે ..તેને પોતાના પર માત્ર અફસોસ છે …ત્યારે એક પળે રણબીર એને કહે છે ..ના તું સાવ અલગ છે ..બીજા ફલર્ટ કરવા માટે છે અને તું ઇશ્ક કરવા માટે …તેના માં ગટ્સ છે ..કોઈને કહ્યા વગર આ ટ્રેક પર આવવું ..બધા થી આગળ પહાડી પર ચડવું ..માત્ર પોતાના તરફ દયા ખાવાનું બંધ કરે …કેટલી સાચી વાત ..આપણે પણ પોતાની જ કેટલી દયા ખાઈ ને ખોટી ખોટી સહાનુભુતિ મેળવવાની કોશિશ કરીએ છીએ ક્યારેક ક્યારેક પોતાને ઓળખ્યા વગર જ !!!!!
રણબીર પોતાના સપના ને પુરા કરવા ખુબ સરસ અને ઊંડાણપૂર્વકનું હોમવર્ક કરે છે ,એક નકશો બનાવે છે ..અને એને ખુબ મેહનત થી સાકાર પણ કરી લે છે …પણ જીવનના એક પડાવ પર સમજી જાય છે ..કે દરેક વસ્તુ ની એક કિંમત ચૂકવવી પડે છે …એણે શું કિંમત ચૂકવી એતો ફિલ્મ જોઇને ખબર પડી જશે ને !!!!
કલ્કી લવ મેરેજની હિમાયતી એરેન્જ મેરેજ કરે છે ..જુના મિત્રોને યાદ કરીને બોલાવે છે કોઈ અપેક્ષા વગર જ કે બધા ના પણ આવે ..પણ એમને યાદ કરવા એમને બધાને ભેગા થવાનો મોકો આપવો એ પણ જરૂરી છે એ પણ જુદા પડ્યા પછી આઠેક વર્ષે ….એક સાવ સામાન્ય જીવનમાં જ જીવનનો અસલી આનંદ હોઈ શકે છે ..દરેક પળને જીવતી આ છોકરી મને બહુ જ ગમી ગયી …અપેક્ષા કોઈ સપના ના બોજા વગર મોજ થી જીવતી દરેક પળને જીવતી …પોતાની માન્યતા ને જડતા થી વળગી રહેવાને બદલે બદલાવ માટે સ્પેસ રાખતી …આપણે માટે સૌથી મુશ્કેલ તો આ જ હોય છે ને !!!!!
અને છુટા પડ્યા પછી સૌથી નિષ્ફળ વ્યક્તિ તરીકે સામે આવતું પાત્ર એટલે આદિત્ય રોય કપૂર …શરાબ ને જુગાર માં પોતાની નિષ્ફળતાને ભૂલવાની કોશિશ લગાતાર કરતો …..પણ દોસ્તની વાત પછી પાછો ધીરે ધીરે સંભાળવાનો પ્રયત્ન કરતો …આપણે બધા પણ અહીં ક્યાંક છીએ જ ..પ્રોફેશન ભલે જુદા હોય પણ વ્યક્તિ તરીકે ..મહત્વાકાંક્ષી કે મન મારીને જીવતા ..પ્રેમ અને કારકિર્દી માં નિષ્ફળ કે પછી જીવનને પ્રવાહી રીતે જીવતા ઝરણા જેવા લોકો …
પોતાના જીવનના ફ્લેશબેક માં આ ફિલ્મ જરૂર લઇ જશે ….સરસ છે જોજો ….મનાલી અને કાશ્મીર નું સૌન્દર્ય કહે છે કે ફિલ્મ પરદેશ માં સુંદર બને એવું થોડું છે ??/ બસ ડિસ્કવર કરો તો ભારત આવું પણ છે ….

4 thoughts on “યે જવાની હૈ દીવાની …..

Leave a comment