યે જવાની હૈ દીવાની (2)…


યે જવાની હૈ દીવાની …..
બન્ની ..રણબીર કપૂર …જો તમારે કોઈ લક્ષ્ય પર પહોંચવું હોય તો મેહનત સખત જોઈએ ..એ પણ અથથી ઇતિ સુધીની સંપૂર્ણ માહિતી એકત્ર કરવી ..એને સાચવવી ….એના સંપૂર્ણ સ્તોત્રોની સચોટ જાણકારી ..હા પણ જીવન અને યુવાનીની સંપૂર્ણ રંગતને જીવવા અને માણવા સાથે ….માતા પિતાનો પોતાનામાં સંપૂર્ણ વિશ્વાસ સંપાદિત કરવો ..મતભેદ ચાલે પણ મનભેદ નહિ ..અહીં માં અને પિતાએ પણ પોતાના સંતાનને સંપૂર્ણ સમજવું જરૂરી ….એને આઝાદી આપવી ઘટે …અને એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે તેનો સ્વીકાર કરવો જરૂરી ..એના સપના ,શોખ ,રૂચી સાથે ..નાનપણથી બાળકને વિશ્વાસ બેસી જાય કે મારી યોગ્ય માંગ હશે તો માં અને બાપ સદાય મારી સાથે હશે …તેઓ એના માટે મારાથી દૂર પણ રહેશે તોય મારી સાથે હશે ..અને એક અગત્યની વાત સંતાન આ બધું પોતાની કમાણી કે પોતાની આર્થીક વ્યવસ્થા કરે એ વધારે યોગ્ય છે … જેવી કે સ્કોલરશીપ કે ટ્યુશન કે પાર્ટ ટાઈમ નોકરી પણ ..નહીં કે પિતા માતા ના પૈસે ..તો આ સંતાન ક્યારેય ભટકી જ ના શકે ….એક સખત મહેનત અને સંપૂર્ણ સમર્પણ પછી માણસ ટોચ પર પહોંચી શકે ….ત્યારે ક્યાંક તો પોતાના સપના ને સાકાર કરે કે દુનિયા માટે કોઈ અનોખું અન્વેષણ કરી નાખે ..નિષ્ફળતા માંથી શીખતો જાય …
પણ ખરી વાત તો હવે આવે છે ..વ્યક્તિ એકલો એકલો મચી પડે ..મંઝીલ પણ મળી જાય છે ..પણ ત્યાં ટોચ પર હમેશા એકલતા હોય જ છે …તેને તમારી સાથીદાર તરીકે સ્વીકારી શકશો ….મંઝીલ ની આગળ પૂર્ણવિરામ હોય છે …ત્યાંથી ક્યાંક તો નીચે ઉતરવું પડે છે ..અથવા તો હવે કોઈક પોતાનો ભૂતકાળ નજીક નો અને દૂરનો કૈક યાદો બનીને ઉભરે છે ..જીવનમાં સેટલ થવા માટે અવઢવ ચાલુ થાય છે ..મન બે બાજુ ખેંચાય છે ..અને ત્યારે જ માં બાપ ,પ્રેમિકા ,બહેન કે દોસ્ત કોઈકનું પણ માર્ગદર્શન કે ચર્ચા જરૂરી બને છે ..એક ઊંડું મનોમંથન જરૂરી બને છે ..એમાં થી નિષ્કર્ષ પર પહોંચવું જરૂરી બને છે ….અને ત્યારે મનુષ્ય પોતાનું પરીક્ષણ કરે એ જરૂરી બને છે ..અહીં સુધી પહોંચવા માટે સખત મહેનત કરતી વખતે તેણે શું શું વસ્તુ નો ભોગ આપ્યો છે એ સમજ આવે છે …કશુક મેળવવા ક્યારેક બહુ બધું ગુમાવી દઈએ છીએ ..કૈક એવું પણ જેનો માત્ર આજીવન માત્ર અફસોસ જ કરી શકીએ ..ભૂતકાળ ને રીવર્સ ગીઅર હોતો નથી ….ઘડિયાળના કાંટા પાછા નથી જઈ શકતા નથી ..અને ત્યારે જીવન રાહ પર બે ફાંટા દેખાય છે ..કોઈક એક પર જ આગળ જવાય એમ છે ….ત્યાં જેટલું આપણી પાસે હજીય બચ્યું છે ..જે કોઈ સુષુપ્ત સંબંધ બાકી હોય એને પુનર્જીવિત કરવાની શક્યતા છે અને ફરી તાજો કરી શકીએ ..અને જીવન જીવવા સાથે માણવા જેવું પણ છે અને જીવન ધ્યેયપ્રાપ્તિ ,સફળતા ,સપના, નિષ્ફળતા ક્યાંક કૈક બહુ જ વધારે છે એ સમજી શકાય એવું છે …આ હતો મારો બન્ની ….

Advertisements

2 thoughts on “યે જવાની હૈ દીવાની (2)…

 1. ખુબ જ મજા ની ફિલ્મ છે.

  આપનું અભિપ્રાય આપવાની શૈલી પણ સુંદર છે.
  આપના વિશે બ્લોગ એક મેનું ઉમેરશો તો તમાર થી સૌ પરિચીત રહે.

  આભાર
  લી. કૌશલ એમ પારેખ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s