try it ….its fun yaar !!!


જીવનને છોડી દો …હા હા હા હા …
પહેલો વિચાર એ જ આવ્યો ને કે ચાલો આત્મહત્યા કરી નાખો એવું કશું ક ??? જીવન કીમતી છે એવો ???
હા જીવન કીમતી છે એટલે જ એને છોડી દો ..છુટ્ટું મૂકી દો ..થોડા દિવસ એમ જ ..જેમ થાય એમ થવા દો ..તમે શું કરવા માંગો છો એ વ્યવસ્થા થોડી બાજુ પર મૂકી દો ને !!!
ટાર્ગેટ પરથી નજર હટાવો ..હવે શું શું દેખાયું એ જોયું ખરું ?? કે પછી મારે તો આ કરવાનું હતું ..અરે સમય આટલો બધો ગયો અને આ બાકી રહી ગયું …હવે શું થશે ?? એવા વિચાર નામના મહાસાગર માં આવેલા મોટા વમળ માં ગોથા ખાવાનું શરુ કરી દીધું ??? મારે આમ જ કરાય ..મારા થી આવું કઈ થાય ?? ના ના આવું તો અમને ના શોભે !!! અહીં તો ના જ જવાય …આ બધા સ્વયં લાદેલા પ્રતિબંધો થી બંધાયેલા જીવો છો ??? ભાઈ જીવન છે આતો !! ના ગમેલું સામે આવે તો કેટલી અકળામણ થાય ..frustration કહેવાય એને …
સાચું કહું તો આમ તો આપણે બધું સમયસર યોજનાબદ્ધ કરવું જોઈએ એથી સગવડ અને સરળતા બેઉ રહે છે …અવ્યવસ્થા ઓછી ફેલાય છે ..પણ આવું વ્યવસ્થિત જીવતા પણ અકળામણ થઇ જાય છે ત્યારે આપણે ચેન્જ માંગીએ છીએ અને એમાં પણ પાછું પેલું રેડીરેકનર ખોલીએ કે ચાલો હિલ સ્ટેશન ,કે બીજે ફરીએ ,હોટલ રેસ્ટોરાં કે એમાં પેલું ચાઇનીઝ કે થઈ કે પંજાબી કે દક્ષિણી ..ખાઈએ અને ઓડકાર આવે ચાલો ચેન્જ મળી ગયો ….
ઘરેડ બહાર નીકળી ને જીવતા ક્યારે શીખીશું મારા બાપ !!!!!
હું એક મોટી સેલીબ્રીટી છું ..મારે આવા જ કપડા પહેરાય ,મેક અપ તો કરવો જ પડે ..મારું સ્ટાઈલ સ્ટેટમેન્ટ તો સુતી વખતે સપના માં જ બદલાય ..તેમાં ય પ્રયત્ન હોય કે એ ના બદલાય પણ સપના થોડી બ્રેક કે એક્સીલેટર આપણા હાથ માં આપે ???ચાલો એક ઉદાહરણ આપું …સાચુકલું છે હો !!!!
મારી એક દોસ્ત છે …યામિની કહેશું …ભણવામાં ,કારકિર્દીના ઘડતર માં લાજવાબ …પણ થોડા હાઈ standardથી જીવવામાં માને ..પોસાય એટલે વાંધો નહીં …પણ એનાથી નીચલા સ્તરના લોકો માટે એવું માને કે આપણે એમની સાથે બોલાય કે જવાય નહીં ..એવી જગ્યાએ પણ નહીં ..થીયેટર માં સારી પબ્લિક ના હોય ..ફક્ત મલ્ટી પ્લેક્ષ માં જ જવાય …
મેં પૂછ્યું કેમ ત્યાં સીટીઓ ના વાગે ..તો કહે ના વાગે તો ખરી પણ પબ્લિક સારી હોય …સરસ તૈયાર થઈને જાય ….તો મેં કહ્યું અરે મને તો સેન્ટ્રલી એ સી હોય એવા મોલ અને મલ્ટી પ્લેક્ષ સુટ નથી થતા એટલે હું તો જુના થીયેટર માં જ મુવી જોઉં છું તો હું સારી પબ્લિક માં ના આવું કેમ ને !!!
એણે વાત ઉડાવી દીધી …
મેં એક બ્લોગ માં મારી જોય રાઈડ માં વાત કહેલી ..નેરોગેજ ખાલી ચાર ડબ્બા ની ટ્રૈન ની …એને પરાણે એક સાંજે એ ટ્રૈન માં બેસવા લઇ ગયા ..યોગાનુયોગે એ દિવસે નાનકડા ગામ માંથી આવી શહેર માં રોજી રળતા થોડા પ્યાલા બરણી વાળા સ્ત્રી પુરુષો પણ હતા …એના નાકનું ટીચકું ચઢવા માંડ્યું ..બીજા મુસાફરો પણ થોડા એવા જ …અમને બીજા બે જણને એનો કોઈ ફર્ક નહોતો પડતો પણ એ ખરેખર બહુ જેને અંગ્રેજી માં ઈરીટેટ થતી હતી ..અમે બેસવા માટે એક સાવ ખાલી કમ્પાર્તમેન્ટ પસંદ કર્યું … ટ્રેન સાવ ધીરી ગતિએ જતી હતી …બીજા સ્ટેશને ઉતરવું હતું …આજુ બાજુ ઝુંપડ પટ્ટી ના બાળકો ખાટલા પર બેસીને આવજો કરતા ખુશ થતા હતા ..કોઈ નાનકડા બાળકને કમરે તેડીને ગાડી બતાવી રહી હતી ..બહુ સમય બાદ જોયું આ બધું …યામિનીનો બીજી દોસ્તે મોબાઈલ માં એ ટ્રૈનમાં બેઠેલો ફોટો પાડ્યો …અને મેં એને ચીડવી ..આ ફોટા મને મેલ કરજે ..હું એને ફેસબુક પર યામિની ના ખાતા માં ટેગ કરીને ઉપર લખીશ અવર રોયલ એન્ડ લેવીશ રાઈડ ફ્રોમ વિશ્વામિત્રી ટૂ અટલાદરા …એ બરાબર ખીજ્વાયેલી પણ કશું કહેતી નહોતી ..અમે એને એની ફેવરીટ પાંવભાજી ખવડાવીને શાંત કરી દીધી …
બસ આજ છે ..આપણે આપણી અનુકુળ પરિસ્થિતિ માં જ આનંદ લેવા ટેવાયેલા છીએ ..વાતાવરણ પણ આપણું મનપસંદ હોવું જોઈએ ..તો જ મજા આવે ..અને એમાં પણ એક સતત મન:સ્થિતિ આપણી સાથે રહે છે એ પણ થોડી તો આભાસી કે લોકો જોશે તો શું કહેશે ????એને લીધે અનાયાસે જ આવી પડેલી સ્થિતિ માં પણ આનંદ કરી લેવાનું ભૂલી જઈએ છીએ ..આપણે આપણી કમ્પાર્ત મેન્ટની ત્રણ સીટ સુધી સીમિત રહીને ..ભારતના મોટા શહેર માં હજી પણ બદતર સ્થિતિમાં જીવતા લોકો માટે ભૂલી જઈએ છીએ ..અરે નહીં તો પણ એવો તો વિચાર કરી શકીએ કે હે ભગવાન અમને આટલું સરસ જીવન અને સગવડ માટે તારો આભાર …
બસ એટલું જ કહીશ કે જીવનને છુટ્ટું મૂકી દો ..
you may enjoy the life in any given situation if you really wholeheartedly wish to do so …!!!! try it ..its fun yaar !!!

Advertisements

6 thoughts on “try it ….its fun yaar !!!

 1. ઘણા સમયથી જીવન એક જ ગતિમાં, એક જ દિશામાં દોડી રહ્યું હતું, પણ થોડા દિવસથી તમે કહ્યું એમ જ એને છુટું મૂકી દીધુ છે……..

  બસ હવે એ જ જોવાનું રહે કે જીંદગી ક્યાં અને કેવો વળાંક આપે છે ……

  Like

 2. નમસ્કાર!
  આપનો બ્લોગ ”જરા અમથી વાત” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s