કેમેરાની પાંખે..


મારી આંખે કેમેરાની પાંખે જોયું
એક ચોમાસું …આજે કૈક મારી નવી નવી શીખેલી ફોટોગ્રાફી …
Copy of DSCN0398
એક વાદળની ચાદર ઓઢી સુતેલું એક શહેર ,
પછેડી પવન પણ ઓઢીને આવે ,
સંતાડેલી પાણીની પિચકારી મારી મારી ,
ધરતીને ગેલ કરાવે ,
જાણે એક અનજાણ ગલીમાં સજનની
જતા આછી કંપારી અનુભવતી ,
પેલી અભિસારિકા શરમાતી સકુચાતી ,
જો આવી પ્રથમ ઉન્માદનો પિયાલો લઇ વહાલી વર્ષા રાણી ….
Copy of DSCN0407
મેઘ ધનુષ મઢીને દેહે મારી છત્રી
ચાલી વર્ષમાં ભીંજાવાને ,
એને ભીંજાવાના કોડ ઘણા
અને ફોટો પડાવાના પણ ,
પણ .. છીંકો ખાતા મારા છોડ ને
પહેલી વર્ષામાં ધ્રુજારી ચડી પલળવાથી ,
આ છત્રી મારી દોડીને એનું છત્ર બની ,
અને મારી આંખો ભીંજાઈ એની આ લાગણી જોઇને …
Copy of DSCN0406
વાદળ ભરીને લાવ્યો હતો
એક પ્રેમપત્ર ધરતી માટે આજે ,
જુઓને થોડા અક્ષરો ઢોળાઈ ગયા છે ,
એને સાચવી ને ખોબે ભરી લીધા મેં ,
મારી પાંખડી માંહે ,
હું ?
જેને મનુષ્ય ની જેમ ઓફિસે જવું પડે છે ,
સવારે નવ થી સાંજે પાંચ સુધી ..
તોય ફૂલ બનીને ખીલું છું ,
મને તો રજા પણ નથી મળતી …

Advertisements

4 thoughts on “કેમેરાની પાંખે..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s