સફળતાનું શિખર ..


આજકાલ ભારતમાં બધે ચર્ચા છે કે શાળામાં જાતીય શિક્ષણ આપવાની તાતી જરૂરિયાત છે ..પણ એથી પણ વધારે બીજી બે વસ્તુ શીખવવાની પણ સિલેબસમાં ઉમેરવાની જરૂર આજે નહિ તો કાલે જરૂર પડશે જ …નિષ્ફળતા જીરવવાની અને સફળતા પચાવવાની ..હા કેમ કે આ બેઉ માં માણસ સાવ એકલો પડી જાય છે …નિષ્ફળતા માટે તો એને ખબર છે કે પડછાયો પણ સાથ છોડી દે છે પણ સુખ પચાવવું એનાથી વધારે અઘરું છે ..સાચું કહું તો કામીયાબીના સર્વોચ્ચ શિખર પર બહુ ઓછા લોકો એ વસ્તુને મેહસૂસ કરી શકે છે કે આસપાસનું ટોળું એ વ્યક્તિને વ્યક્તિ તરીકે નહીં પણ એની સફળતાને વધાવી રહ્યા છે અને એ લોકો સફળતા નો પાલવ પકડી ને એ જ્યાં જાય છે ત્યાં જ જાય છે …
હમણાં જ મુવી જોયું આશિકી -2 …એમાં એક સફળ ગાયકની એકલતા દેખાડી છે એ પણ ખુબ દયનીય દશામાં ..એ માત્ર શરાબને શરણે જતો રહે છે ..અને એના એ દુર્ગુણ એની ગાયકી પર એવી રીતે છવાય છે કે એનો ભૂતકાળને લઇ કોઈ પણ કઈ પણ બોલી શકે છે …એ જે છોકરીને ચાહે છે એને સફળ બનાવે છે પણ પોતાનો ભૂતકાળ એને પણ ગુમનામીના કળણમાં ના ખેંચી જાય એ માટે એ આત્મહત્યા કરે છે …પ્રેમના સ્વરૂપની એક પરાકાષ્ઠા હતી …
વાત આ ફિલ્મની નથી પણ સફળતાને જીરવવાની છે ..એ વસ્તુ ને ક્યારેય નથી ભૂલવાની કે એકલતાને કેવી રીતે જીરવી શકાય કે સફળતા ક્યારેય શર્મસાર ના બને ..ઘમંડ સૌથી પહેલા સલામ મારવા આવી જાય ..અને ખોટી કે સાચી પ્રશંસા વચ્ચે વિવેક બુદ્ધિ થી વિષ્લેષણ કરતા ના આવડે તો પડતીનો પહેલો પગથાર વહેલો આવે ..અને સાચી ટીકાને સમજવાની શક્તિ … ઘણા લોકો ફક્ત ઈર્ષ્યા વશ થઈને ટીકા કરતા હોય પણ ઘણા લોકો કામમાં રહી ગયેલી ખામી તરફ દિશા નિર્દેશ કરીને તમને વધુ બહેતર બનાવવા માટે માર્ગદર્શન આપવા માંગતા હોય …કોઈ વાર તમને ક્યારેય ના ઓળખતો હોય એવી વ્યક્તિ તમારા વિષે સાચી વાત કહી જાય ..એના દિલમાંથી સાચી વાત નીકળી જતી હોય છે કેમ કે એને કોઈ ઓળખાણ તૂટી જવાની કશુક ગુમાવી દેવાનો સ્વાર્થ નથી હોતો …
નિષ્ફળતા માં તો હવાતિયા મારીને કોઈ વ્યક્તિ ગમે તે રીતે એને જીરવે , પ્રયત્નો કરે ,માર્ગદર્શન મેળવે અને ધીરે ધીરે બહાર આવે અને સમય તો સૌથી અકસીર દવા છે …
પણ સફળતા એક નશો છે ..એ નશો કર્યા પછી એ ક્ષણે માંહ્યલો થંભી જાય છે અને સમય આગળ નીકળી જાય છે એની સમજ નથી પડતી ..એક ક્ષણ પસાર થઇ ગયા પછી ભૂતકાળના પટારામાં ગોઠવાઈ ગઈ હોય અને આપણે એને વાગોળતા જ બેસી રહ્યા હોય અને અટકી જઈએ …સફળતા મેળવવા કરતા એને ટકાવી રાખવા વધારે પ્રયત્ન કરવો પડે છે ..એક સ્તર પર પછી ત્યાં ટકી રહેવા માટે ખુદ સાથે નો જંગ શરુ થાય છે ..આપણે પોતાની જાતને મુલવવી પડે છે ..અપડેટ કરતા પડે છે ..પરિવર્તનશીલ બનવું પડે છે . અને જો આ છૂટી જાય તો સફળતા થી નિષ્ફળતા તરફ જતો રસ્તો ટૂંકો થઇ જાય છે ..
જીવનમાં એક વસ્તુ યાદ રાખવી બહુ જરૂરી છે ..એકલા જન્મ્યા છીએ અને એકલા જ જવાનું છે પણ એક છેડે થી બીજા છેડે જતા સુધી નો માર્ગ પણ ટોળા વચ્ચે ચાલતી વખતે પણ પોતાનો સાથ પોતાની આંગળી છોડવાની ભૂલવાની નથી જ ..જો પોતાની કંપની હશે તો ક્યારેય એકલા નથી પડવાના …અને જાતને સમયસર સંભાળી પણ શકીશું …એક વાત ક્યારેય ના ભૂલો કે ફલાણા વ્યક્તિ ની વાત તમને જાત તરફ સકારાત્મક થવામાં મદદ ચોક્કસ કરે છે ..એ વાત ઘણા બધા લોકોને અસર કર્તા બની હોય છે ..પણ સકારાત્મક તો આપણે પોતે જ બનવું પડે છે ..આપણી વિચારસરણી આપણે પોતે જ બદલાવી પડે છે ..આપણે પોતે પોતાની જાતને બદલવા તૈયાર ના થઈએ ત્યાં સુધી કોઈ આપણને બદલી શકતું નથી …અને જે વ્યક્તિ ની વાત આપણને સ્પર્શી હોય એણે પણ આ વાત યાદ રાખવી એટલી જ અગત્ય ની છે …તો સફળતા સરળતાથી જીરવી લેવાશે ..
અસ્તુ …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s