તમે ભગવાનને માનો છો ???


તમે ભગવાનને માનો છો ???
જો માનતા હો તો આ વાંચજો અને ના માનતા હો તો પણ કૈક તો વિચાર આવશે જ …
છેલ્લા દસ દિવસથી ઉત્તરાખંડની ઘટના બધે ગાજી અને ગુંજી રહી છે ..અત્યંત કરુણાસભર દ્રશ્યો જોઇને દ્રવી જઈએ છીએ ….
અહીં રજુ થતા આજના વિચારો ફક્ત મારા છે એટલે એની સાથે સહમતી કે અસહમતી હોઈ શકે એમાં પણ બેમત નથી …
આ જગ્યાઓ એમાં ગંગોત્રી અને જમનોત્રી હું 2005માં જઈ આવી છું ..એ વખતે જમનોત્રીમાં એ જ દિવસે મંદિરના પટ ખુલ્યા હતા અને એના દર્શન મૂર્તિ નીચે જાનકી ચટ્ટી થી અમારી સામે જ આવી હતી ..એ જ વખતે મને પાતળી હવાને લીધે શ્વાસ લેવામાં ખુબ તકલીફ થવા માંડી અને મારે પથ્થરના ઢગલા પર સુઈ જવું પડ્યું …અને આને કારણે આનાથી પણ દુષ્કર કેદારનાથ જવાનું માંડી વાળવું પડ્યું …અમરનાથ અને અહીં પણ ઘણા લોકો મૃત્યુ પામે છે …ત્યારે આપણે કહીએ છીએ કે ચાલો ભગવાનના ધામમાં મૃત્યુને વર્યા ..એમનો મોક્ષ થયો ..પણ આ વખતે આપણે દુખી થઇ જઈએ છીએ કેમકે આ આપત્તિ સામુહિક છે ..આપણી માન્યતા બદલાય છે ..
અહીં જ મને વિચાર આવ્યો કે આપણા જન્મ જેટલું જ એક સત્ય છે કે મૃત્યુ …છતાય એ મૃત્યુથી આપણે ડરીએ છીએ હમેશા ..અને જીવનના અમુક સાહસો અને આનંદ કે જે એ સાહસો થાકી મળે છે એનાથી વંચિત રહીએ છીએ ..બહુ ગણતરી પૂર્વક ચાલીએ છીએ ..પોતાની સલામતી પહેલા વિચારીએ છીએ ..આ ચારધામની યાત્રા પહેલા ત્યાં રહેવા જમવા અને બીજી સગવડો વિષે બધે થી નેટ પરથી જાણકારી મેળવી લઈએ છીએ ..પણ હવામાન વિષે જાણકારી નથી લેતા ..આ પહાડોમાં એક નિયમ છે કે આખો દિવસ સૂરજ નીકળે તો સાંજે વરસાદ પડે જ …આપણે કુદરતનો આ સૌથી મહત્વનો મુદ્દો વિસરી જઈએ છીએ અને ભગવાને એનો રીમોટ કંટ્રોલ પોતાની પાસે જ રાખ્યો છે ..
માણસનો અહમ અત્યાધિક વધી જાય ત્યારે બસ એક જ વાર એ પડખું બદલે અને પ્રલય સર્જી જાય …માનવીએ કરેલી તમામ શોધો નક્કામી બની ગયી …પણ અહીં જ પુરવાર પણ થયું કે ત્યાં ભગવાન હાજરાહજૂર છે ..આપણે ઉપવાસ બહુ બહુ તો મહિનો કરીએ એ પણ કેટલું બધું ખાઈ પીને ..અહીં જીવ બચાવવા જંગલચટ્ટી જેવા ખોફનાક રસ્તાઓ પર જતા રહેલા યાત્રીઓ પાંચ છ દિવસ પાણી ખોરાક તો ઠીક પણ રઝળતા મૃતદેહો વચ્ચે જીવિત રહ્યા ..અને એ જીજીવિષા એટલે જ ભગવાન …ઘણાય જીવ એને શરણાગત ગયા અને જે પાછા ફર્યા તે પણ ભગવત કૃપાએ …
આ રસ્તાઓ તો આમપણ સામાન્ય દિવસમાં પણ એટલા જ જોખમી છે ..એક ટર્ન લેવામાં અર્ધા ફૂટ ની ચૂક હોય તો સીધા હજારો ફૂટ ઊંડી ખીણમાં ..અને ત્યારે તો આપણા જાંબાઝ સિપાહીઓ પણ ના હોય …રાત્રે પડેલા વરસાદ થી આખો દિવસ ગમે ત્યારે લેન્ડ સ્લાઈડ થાય જ છે …પણ તોય આ જોખમ લેવા જેવું એટલે છે કે હિમાલયની એક એક કંદરા કહે છે કે કુદરત જેવો કોઈ બિલ્ડર નથી .પેન્ટર નથી ,મેનેજર નથી ,શિલ્પી નથી કે વિજ્ઞાની નથી …કુદરત સમય સાથે બદલાય છે પણ આપણે માનવી અહીં જ ઉણા ઉતરીએ છીએ …
આપણે જેટલા યાત્રા સ્થળો પસંદ કરીએ છીએ એમાંથી કેટલા લોકો દેખાદેખી થી નથી જતા ..માત્ર વિશુદ્ધ સૌંદર્યના દર્શન જઈએ છીએ …કોઈ ગયું એટલે આપણે પણ જવું …જે જગ્યા એ તમે ફૂલ સીઝનમાં ગયા હો ત્યાં કોઈ વાર ઓફ સીઝનમાં જઈ જોજો ..એ જગ્યા એના કુદરતી રંગો માં જોજો …એ જગ્યા પર જઈને જો કુદરત ના ભગવાનના દર્શન કરી શકશો તો તમારી આંખમાંથી આપોઆપ અશ્રુધારા વહેવા માંડશે ..તમે મૌન બની જશો ….હા આ મૂર્તિ નથી સાક્ષાત ભગવાન હોય છે ..ભગવાનના મંદિરમાં શ્રદ્ધાના ઓઠા હેઠળ ગંદકી ફેલાવ્યા કરશો તો એ પણ ખીજાય તો ખરો જ ને કોઈ વાર ….આપણને પોતાના સ્વાર્થ માટે બીજા કોઈ પણ જીવો : વૃક્ષ ,પશુ પંખી કે જીવજંતુ ,છોડ કોઈ પણ ..કોઈનો પણ જીવ લેવાનો અધિકાર નથી ..બસ આટલું સત્ય સ્વીકારીશું તો આ બધું આવનાર વર્ષો માં કદાચ ઓછું બનશે …
ઘરની બહાર નીકળતી વખતે કે ઘરમાં પણ શું મૃત્યુ નું જોખમ નથી ???? પણ એ વધુ પડતી સાવચેતી જ ક્યારેક જીવલેણ બની શકે છે …તમે પ્રભુના રૂપના દર્શન પોતાના હૈયામાં કરી શકો તો મૃત્યુ નો ભય નહિ રહે અને જીવન વિષે નવો દ્રષ્ટિકોણ પણ મળી આવશે ….

Advertisements

2 thoughts on “તમે ભગવાનને માનો છો ???

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s