ચાલો પરિવાર પરિવાર રમીએ ..


અને આ જોબ છે હો …તો થઇ જાય જોબ વિવેચન !!!
1.પરમ પૂજ્ય પિતાજી :

કામ : કમાણી

ઉમર : પચ્ચીસ થી જીવ્યા સુધી ..

ધંધો :નોકરી કે વ્યાપાર ..

રોજનીશી :સવારે ચારથી દસ સુધી ઉઠવાનું ,છાપું વાંચતા વાંચતા પત્ની પાસે ચા કોફી ,નાસ્તો ,ટીફીન કે નોકરી સ્થળ પાસે હોય તો દસ વાગ્યે જમવાનું ..લોકલ ટ્રેન થી સ્કુટર ,પગપાળા કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર (ગુજરાતી અને અંગ્રેજી બેઉ જાતની )ઓફીસ માં બોસ ની જોહુકમી કે હુકમી ની તાબેદારી ,ચાર પાંચ કપ ચા ,ઘરનું થોડું ગરમ થોડું ઠંડુ ટીફીન આરોગવું ,ના ભાવે તો કાફે કે ઉડીપી ,શોપિંગ લીસ્ટ શાકભાજી ,મુન્ના ની માંગો ,મુન્નીની માંગો , બાપુજી ની દવા , બા ના ચશ્માં રીપેરીંગમાંથી લેવા , ફુવાની તબિયત જોઈએને ઘેર પહોંચવાની ઉતાવળ …એક કપ ગરમ ચા ,પત્નીની રોજનીશીનું રેકોર્ડીંગ ,મુન્ના મુન્ની ની ફરિયાદ કે ખુશી ,આઠ વાગ્યે ડીનર , ટી વી પર સમાચાર જોતા જોતા સુઈ જવું ..

સપનું : પેલી જાહેરાત આવી છે ત્યાં જઈને એક ફ્લેટ ની તપાસ કરવી ,બાપુજી અને બા સાથે સહકુટુંબ હરદ્વાર યાત્રા ,એક ઘરનું ઘર હોય ,એક કાર હોય ,દીકરો ઓસ્ટ્રેલીયા ભણવા મોકલીએ ,દીકરી ડોક્ટર બને …

સૌથી મોટો પડકાર : આવક એક સાંધો અને તેર ટૂટે એવી …વિવિધ હફ્તા ભરતા ઉધાર દેખાડતું બેંક બેલેન્સ …

નિરાશા : બધી વાતો ઘરનાને કહી ના શકાય અને સહી પણ ના શકાય ..પત્ની સમજે પણ તોય હાથ લગતી નિરાશા …મેડીક્લેમ નું પ્રીમીયમ અને ટેક્ષ બચાવવા ઇન્વેસ્ટ મેંટ કરવાનું છે ..

2. પરમ પૂજ્ય મમ્મી :

કામ : ઘરકામ અને હવે તો નોકરી પણ ખરી ,બાળ ઉછેર અને ટૂંક માં હોમ મીનીસ્ટ્રીમાં સર્વેસર્વા …

ઉમર : અઢાર થી જીવ્યા સુધી ..

રોજનીશી : કામ કરતી સ્ત્રી હોય કે ગૃહિણી સવારે સૌથી પહેલા ઉઠી બધાની રોજનીશી સમયસર સાચવવાનું જીવંત પ્રસાધન ,દીકરા દીકરીની વાનના સમય પહેલા દફતર ,લેસન ,દૂધ ,નહાવાનું ,યુનિફોર્મ ની ઈસ્ત્રી ,બુટ પોલીશ થી માંડીને સ્કુલ પ્રવૃત્તિનો હરતો ફરતો એનસાયકલોપીડીયા ..પતિ નો ચા નાસ્તો ટીફીન ભરતા ભરતા રોજના પ્રોગ્રામનું શેડ્યુલ પૂછવું …સાસુને ફોઈજી ને ત્યાં સ્કુટી પર ડ્રોપ કરવા ..સાંજે લેવા પણ જવાનું .. ઓફીસનું રૂટીન ,પ્રેજન્ટેશન ,રીસેસ માં દીકરાના પેન્ટિંગ કોમ્પીટીશન નો સામાન લાવવો ..દીકરીનો ડ્રેસ સ્ટીચીંગમાં નાખ્યો છે એની ડીલીવરી ,સાંજે દીકરાના ફ્રેન્ડની બર્થડે માટે ગીફ્ટ ખરીદવી ..સાંજે ઘેર આવીને ચા મૂકી બધા સાથે પીવી ..પછી ડીનર કરતા કરતા બાલિકા બધું ,સરસ્વતીચંદ્ર જોવા …કે પછી બચ્ચાઓ નું રોજનીશી પૂછવું અને હોમવર્ક કરાવવાનું …દહીં મેળવી ને ઘરના બારી બારણા ચેક કરવા ,બત્તી ચાલુ રહી ગયી હોય તો બંધ કરવી અને પછી એલાર્મ સેટ કરીને સુવું …..કોઈ પણ સાજુ માંદુ હોય તો એની સુશ્રુષા એક્ષ્ટ્રા ડ્યુટીમાં આવે છે …
દરેક ગૃહિણી એટલે એમ બી એ ..નર્સ થી માંડીને ટીચર સુધી બધું જ આવડે …

સપનું :દીકરી ગાયકી માં નામ કરે ,દીકરો છ આંકડાનો પગાર લાવવા જેટલું ભણે ..આ વખતે ભાવ ઘટે તો થોડું સોનું લેવું છે ..ઉનાળામાં કુલુ મનાલી થઇ જાય !!!

સૌથી મોટો પડકાર : વધતી જતી મોંઘવારી માં બજેટ નું સમતોલન જાળવતા મારવા પડતા સપના ..પતિ સમજે છે અને સપના માત્ર સપના …એની એસીડીટી અને કોઈ વાર ગભરામણની ફરિયાદ ચિંતા ઉપજાવે છે …સાસુ ને મોતિયો ઉતરાવવાનો છે …વેકેશનમાં ભત્રીજી ના લગ્નમાં ગીફ્ટ ,અને નણંદ અમેરિકા થી આવે છે ત્રણ મહિના તેને માટે બાળકો નો રૂમ એડજસ્ટ કરવાનો છે …
હવે આવતી પોસ્ટ માં બીજા બધા હો …

Advertisements

4 thoughts on “ચાલો પરિવાર પરિવાર રમીએ ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s