ચાલો પરિવાર પરિવાર રમીએ … 2


3. દીકરો :

વય : 3 વર્ષથી મોટા તમામ

ધંધો : ભણવા થી માંડીને ધંધો રોજગાર ….

રોજનીશી :
આમાં તો પછી જુદી જુદી ઉમર લેવી પડે ..
ત્રણ વર્ષ થી કોલેજ પ્રવેશ સુધી : મમ્મી ની ચાદર ખેંચવાથી સંભળાતો અવાજ રીક્ષા /વાન આવી જશે ..બંધ આંખે બ્રશ અને નહાવાનું …જેમતેમ ચોપડા ભરેલું દફતર અને મમ્મીએ ભરેલું ટીફીન અને વોટર બેગનો ભાર લઈને રીક્ષા કે વાન વાળા કાકા સાથે ધમાલ ની સફર શરુ ..અને પછી અનીતા મેમ નું હોમવર્ક નથી કર્યું તો બહાના નો વિચાર કરી લેવો ..ટીફીન ખોલી રીસેસ માં ખાઈ પછી બેંચ પર દોડાદોડી અને ઘૂંટણનું છોલાવું ..સાંજે ફરી વાન રીક્ષાની સુહાની સફર પૂરી થતા બાકી દોસ્તો ને બાય બાય કરી બાજુવાળી શીલા આંટી પાસે ચાવી લઇ ઘરમાં પ્રવેશ ..બોર્ન વીટા અને બિસ્કીટ નો નાસ્તો કરતા મમ્મી ની રાહ જોવી …રીમોટથી ટી વી ચાલુ કરવો …અને કપડા ચેન્જ કરી મમ્મી ના ગૃહ પ્રવેશ સાથે જ બહાર રમવા ભાગી જવું ..પછી હોમવર્ક કરતા કરતા ઊંઘી જવું …
થોડા મોટા થયા તો વળી ક્રિકેટ કોચિંગ પણ ખરું ..કોચિંગ ક્લાસ ,તીરછી નજરે એક ગમી ગયેલો ચેહરો જોવા વરસતા વરસાદમાં પણ બહાનું કાઢી એની બાજુ માં રહેતા ફ્રેન્ડને ત્યાં ઉપજાવી કાઢેલા પ્રોબ્લેમ્સના સોલ્યુશન શોધવા હોલ નાઈટ આઉટ …પપ્પા મમ્મી નું વધતું સારા માર્ક્સ માટે નું પ્રેશર …ગમતી લાઈન ને બદલે બીજી લાઈન માટે પ્રેશરને લીધે થતી મૂંઝવણ …પપ્પા મમ્મી ની અપેક્ષાઓ ..જાણે ટકા સાથે દુનિયા પૂરી …રાજુ કાલે જ કહેતો હતો હતો …આ વડીલો બાળક કે જુવાન નહીં હોય ??? મેહર કહેતી હતી એના કઝીને પરીક્ષા ના રીઝલ્ટને આગલે દિવસે જ આપઘાત કરી લીધેલો ગયી સાલ …છાપામાં વર્ષો થી વાંચે છે તોય સમજતા નથી ..મમ્મી પપ્પા બીજાને સુફિયાણી સલાહો આપે છે પણ મારા પ્રત્યે તેમના જુદા માપદંડો કેમ ??? મને ટ્રેકિંગ અને ફોટોગ્રાફી બહુ ગમે છે પણ આઈ આઈ ટી માં પ્રવેશ પરીક્ષા ની તૈયારી મને આઠમાં ધોરણ થી કરવી પડે છે …કોઈ વેકેશન નથી મળતું …દસ લાખ ના પેકેજ માટે કીમતી જીવન જીવવાનું બાકી રહી જાય છે …માન્યું એ લોકો મારું ભલું વિચારે છે પણ મારી પસંદગી અને ક્ષમતા પર એમને વિશ્વાસ કેમ નથી ??? સાંજે ત્રણ ટ્યુશન પછી થાક લાગે છે ..ઊંઘ આવે છે પણ દાદીમાં મારા વાંચવાની ચોકીદારી કરે છે …..લાઈફ ઈઝ હેલ ..બુલ શીટ …!!!
કોલેજ : બસ બે માર્ક થી શહેર ની યુનીવર્સીટીમાં એડમીશન ચુકી જવાયું …હવે ઘરના આરામને અલવિદા ..મમ્મી નું ખાવાનું યાદ આવશે ..પપ્પાનું મૂંગું વહાલ પણ ..અને નાની પીન્કી ..ના હું છોકરો છું રડાય નહિ ..અ વે ટુ હોસ્ટેલ ..પણ હવે પાંખો મળશે એક સ્વતંત્ર લાઈફ યાર …
માસ્ટર કરવા લાસ્ટ સેમેસ્ટરની કે ટી ક્લીઅર કરવી પડશે ને !!! એક ટ્યુશન મળી ગયું છે ..એનાથી હવે પોકેટમની નીકળે છે ..પપ્પાને ના પાડી દઈશ …અને જોબ માટે એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી ના ક્લાસ રાત્રે આઠ થી દસ કરી લઈશ …પેલા આંટીને ત્યાંથી ટીફીન સસ્તું અને સારું પડે છે ..નેક્સ્ટ મંથ ત્યાંથી જ ..ત્રણસો બીજા બચશે …
અને પેલી સુનીતી મારી ગર્લ ફ્રેન્ડ એની નેક્સ્ટ મંથ બર્થ ડે છે …એક સારી ગીફ્ટ …આ ચોમાસામાં લોંગ ડ્રાઈવ પર જવામાં ખાસું બજેટ બગડી ગયું છે …ઓહ માય ગોડ …!!!

સ્વપ્ન :
સ્કુલ માં ક્રિકેટ ટીમ માં સિલેકશન ,કોલેજમાં એક સારી છ આંકડાનું પેકેજ ,કોલેજ પછી એક સારી નોકરી ,પોતાનું ઘર ,સુનીતી સ્વીટ હાર્ટ કે પછી મમ્મી પપ્પાની પસંદ સાથે મેરેજ અને એક ચાઈલ્ડ ..બે વર્ષે ફોરેન ટૂર …

નિરાશા :
1. એક એક માર્ક્સ માટેની કોમ્પીટીશન ,માં બાપ ની અપેક્ષા અને પોતાના સપના વચ્ચે કલેશ ..હોમવર્ક થી પ્રોજેક્ટ સુધીનું પ્રેશર …
2. પ્રમોશન , ફાસ્ટ લાઈફ ,ગજા બહારના મોટા સ્વપ્નો ,અને બીગ પગારનું બજેટ બગાડતા ઈ એમ આઈ …
હવે દીકરી પણ આવશે હો ..રાહ જોજો ..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s