ચાલો પરિવાર પરિવાર રમીએ …(3)


ચાલો પરિવાર પરિવાર રમીએ …(3)
હું દીકરી ..પરિવાર માં સૌથી લાડકું નામ અને લાડ લડાવવા મારું કામ ..મારે માટે જોબ પ્રોફાઈલ લખવો બહુ અઘરો ..એક એક ઘરે અને એક એક વર્ષે બદલાતો પરિવર્તન શીલ ..યુગ બદલાય તેમ મારો પ્રોફાઈલ આમ તો બદલાય પણ મૂળિયાં તો એના એ જ …ચાલો તોય થોડું થોડું કહેવાનો પ્રયત્ન કરું …
બાળક માટે એના વિકાસ માટે દૂધ બહુ જરૂરી …પણ વર્ષો પહેલા આ દુધની તપેલા માં ડુબાડી દેવાતી ..બસ એ દૂધ પીને હું પછી ત્યાં જ જતી રહેતી ..અને હવે ડોક્ટરોની કલીનીકમાં કેમેરા માં મારો ફોટો ખેંચાઈ જાય એટલે પછી મમ્મી બેહોશ અને મને ફરી ભગવાન પાસે વિદાય કરી દેવાય …પણ હવે થાય છે કે સારું થયું ..ભગવાનના સેટેલાઈટ પણ પાવરફુલ છે ..અમારી સ્ત્રીઓ ની જે દરેક તબક્કે દુર્દશા કરાય છે અને છડેચોક અપમાનિત કરાય છે એવી દુનિયા માં જન્મી ને પણ શું કરું ???મારા અસ્તિત્વના ગર્ભમાં આવતા જ એક સંઘર્ષની શરૂઆત થાય છે ..જો જન્મ લેતા સુધી બચી જવાય તો પછી પરિવારના સભ્ય પદમાં નોંધણી થાય ..મેં તો બે પ્રકારના પરિવાર જોયા છે ખાસ તો આ દેશની ધરતી પર : ક્યાંક તો મને દીકરા કરતા ઘણું ઓછું મહત્વ મળે છે અથવા તો સમાન કે દીકરા કરતા પણ ઉંચો દરજ્જો મળે છે ..પણ આવી ભાગ્યશાળી દીકરીઓ કેટલી ?????
એક સવાલ પૂછું ????
દીકરાની મહત્તા સમજાવવા શું દીકરીનું હોવું જરૂરી નથી ???
તમારા દીકરાના હાથ પર રાખડી બાંધવા કોઈનું હોવું જરૂરી નથી ??? ભાઈ નો સૌથી મજબુત બચાવપક્ષ હવે જરૂરી નથી ??? પુરુષજાતની સંવેદનશીલ હોવાની સૌથી મહત્વની સાક્ષી દીકરી તો હોય છે જેનું ઘરમાંથી વિદાય થવું પુરુષને રડાવી મુકે છે …પુરુષનો સૌથી મજબુત માનસિક સહારો તો તેની દીકરી જ ને !!! માં પત્ની બહેન ભાભી દરેક રૂપ માં …મકાનને ઘર બનાવતું આ અસ્તિત્વ જો દુનિયા માં નહિ હોય તો એનો આંશિક નઝારો જોવો હોય તો કોઈ કુંવારા યુવાન નું ઘર કે બોયઝ હોસ્ટેલ નો રૂમ જોઈ લેજો ..થોડોક ખ્યાલ આવશે કે જીવન પણ કૈક આવું જ …માણસ પૈસા વગર જીવી લેશે પણ લાગણી ના આધાર વગર જીવી શકશે ??? એક સ્ત્રીની પવિત્ર કુખ વગર જન્મ લઇ શકશે ખરો ??તો એ સ્ત્રીને જન્મવાનો હક્ક નથી ???
દીકરી એટલે સંવેદનાનો સદૈવ વધતો રહેતો સરવાળો અને ગુણાકાર ..એના વ્યક્તિત્વ માં બાદબાકી કે ભાગાકાર ક્યારેય ના હોય …..
એક બીજો સવાલ પણ થયો : હમેશા કિરણ બેદી , કલ્પના ચાવલા ,સુનીતા વિલિયમ્સ ,સાયના નેહવાલ ના દાખલા દીકરી માટે આપે પણ એમના માતા પિતા જેવા બનવા કેમ તૈયાર નથી થતા ?? એમના જેવી પ્રેરણા કેમ નથી આપતા ???જુઓ આ મકાન બંધાય છે ને તેમાં એક દ્રશ્ય બતાવું ..આ ચાર વર્ષની બાળકી છે ..તેના નાના ભાંડુઓને એ સાચવે છે ..એક ત્રણ વર્ષનો છે એને એ સુકી ભાખરી નો ટુકડો ખવડાવી રહી છે એક હાથે અને બીજા હાથે ઝોળી માં સુતેલા ભાંડુંને હીંચકો નાખે છે ..એની માં મજુરી કરે છે આ મકાન બાંધવામાં ….ભાંડું સુઈ જાય છે એટલે પડેલી રેતી માંથી પથ્થર ઉછાળી નાકમાં આવેલા લીંટને સંધાયેલા ફ્રોક ની ચાળ થી લુછી નાખે છે …રમતા બીજા ભાઈને તરસ લાગે છે એટલે પાસે પડેલા માટલા માંથી પાણી પણ પીવડાવે છે …હા આ પણ દીકરી જ છે ..નાની ઉંમર ની એક સફળ મેનેજર છે …એની મમ્મી પણ વર્કિંગ વુમન છે …ગર્વિતા કહેવાય પણ ………શું કહું ????દીકરી વિષે કૈક કેટલા લેખો પુસ્તકો છપાઈ અને વંચાઈ ચુક્યા છે …
હા આ દીકરી છે …..એના અસ્તિત્વને પૂજનીય અને નિંદનીય આપણા જ વિચારોએ બનાવ્યું છે ..એટલે સુધારવાના તો આપના વિચારોને છે અને બચાવી લેવાનું છે સાચવવાનું એનું અસ્તિત્વ છે ….
ચાલો મારી દિનચર્યા જોવા માટે તમારા ઘરમાં પત્ની જે કોઈની દીકરી છે ,તમારી બહેન ,તમારી દીકરી સામે જોઈ લો ને !!

2 thoughts on “ચાલો પરિવાર પરિવાર રમીએ …(3)

  1. દીકરાની (પુરુષ) મહત્તા સમજાવવા શું દીકરીનું (સ્ત્રી) હોવું જરૂરી નથી ???
    સ્ત્રીના દરેક રુપ સન્માન્નીય છે.
    દીકરીની વેદનાને વાચા આપવા બદલ અભિનંદન…………

    Like

Leave a comment