MONDAYS ARE NEVER BLUE ….


આ વિષે હું પહેલા પણ લખી ચુકી છું પણ લખવાનું મન થયું છે ..મારો બાગ છે એટલે હું એક મનગમતો રોપો બીજા કુંડામાં રોપવા જેટલી આઝાદ ખરી ….
મારા બધા શોખ સાથે એક શોખ બીજો પણ છે ..સતત સંગીત સાંભળવાનો ..હું કશું સાંભળતી હોઉં કે ના હોઉં પણ એક લયબદ્ધતા અને તાલબધ્ધતા મને ગમે છે ..એક કામ કરતા કરતા જગત ભરની બીજી વાતો પણ જાણવા મળે …હા હું ચેનલ સર્ફિંગ ની વિરોધી છું ..બસ એક જ જગ્યા એ વર્ષોથી ચીટકી શકું છું ..આપણી વિવિધ ભારતી ની જેમ એક જ પ્રોગ્રામ જે સમયે મારા બાળપણમાં આવતો એ હજી પણ આવે છે ..જુના એનાઉન્સર સાથે જ …હા જાહેર ખબર વધી ગયી છે જમાના પ્રમાણે …રેડીઓ મને ખુબ ગમે ..સી ડી , એમ પી 3 ,આઈ પોડ ,બીજા કશા પર નહીં ..જે ગમે એ મળી જાય તો પછી મળવાની મજા ના હોય ..પણ કોઈ વાર મન ઉદાસ હોય અને બચપણમાં ખુબ ગમતું ગીત અચાનક રેડીઓ પર આવી જાય તો મનનો રંગ તરત બદલાઈ જાય …બસ ઉત્સાહ છલકાય કે પછી ગમગીન થઈ એકાદ ડૂસકું ભરી લેવાય ..પણ મન હલકું જરૂર થાય …
પણ એક વાક્ય મને ગમે તે રીતે હવે મને સોમવાર સવારે સંભળાઈ જાય છે ….બ્લ્યુ મન્ડે ……….નથી ગમતું જોબ પર જવાનું કેમ કે શની રવિ ખુબ મજા કરી છે …ગુરુવારથી સાંભળવા મળે કે વિક એન્ડ બહુ જ નજીક છે ..એટલે પ્લાનિંગ કરવાનું …
=============
બસ આજ વાત મને ખુંચે છે ..બાળપણમાં સ્કુલે જવું ના ગમતું પણ એ જ્ઞાન જ જીવનમાં આપણી સાથે આવે છે ,રોજી રોટી મેળવવા માં મદદ પણ કરે છે …સારી જોબ અપાવે છે ..તોય સ્કુલ નથી ગમતી …
એમ જ …જે રોજી કમાવાની જગ્યા થી તમે આર્થિક ઉપાર્જન કરો છો અને તમારા જીવનમાં રોટી -કપડા -મકાન -તમામ એશો આરામ મળી રહે છે ત્યાં જવાનું તમને સોમવારે મન નથી થતું …ગુરુવાર થી તમે શનિ રવિ ની રાહ જુઓ છો ..શનિ -રવિ માં થતા ખુબ જલસા ની મજા એટલે આવે છે કે આપણું ક્રેડીટ કાર્ડ ,ડેબીટ કાર્ડ ,ગજવું છલોછલ છે પેલી રોજી રોટી ને લીધે જ ..આપણને બે વ્યક્તિને મનમાં ગાળ આપવાની મજા આવે છે …એક તો ઘેર પત્ની ..( બધા પત્ની કેન્દ્રિત જોક્સ વાંચી જોવા ) અને બીજા ઓફીસ માં બોસ …સાચું કહું તો બોસ પોતે પણ તેનું પોતાનું કાર્ય જ કરે છે ..એને તમને હેરાન કરવાનો કોઈ શોખ નથી હોતો …અને એની ઉપરના લેવલ પર બેઠેલા બોસ ને પણ જવાબ આપવાની જવાબદારી હોય છે …દરેક કામ એક સમયમર્યાદા માં પૂરું થવું ઘટે ..જો તમને સવારની ચા છેક સાંજે મળે તો …???!! લંચ ડીનર વખતે મળે તો ????પગારની તારીખ ના દસ પંદર દિવસ પછી પગાર મળે થો ??? હક્ક માટે સભાન આપણે જવાબદારી માટે સભાન નથી હોતા કેમ ને !!!! જેમ કડવી દવા માને જ પાવી પડે છે તેમ અણગમતા હુકમો આપવાની જવાબદારી પણ બોસની જ છે …અને તમારા કામને લીધે તમને આવક થાય છે ……
====================================
હા ..મારી એક વાત કહું છું …
હા હું નોકરી કરતી હતી ..પંદર વર્ષ સુધી કરેલી …ત્યારે જો બેંક સ્ટેટ મેન્ટ ટેલી ના થાય તો ઘેર રોટલી બનાવતા પણ એ રકમો અને એની સાથે ની પ્રોબેબલ રકમ દેખાય અને ઉકેલ મળે એટલે સોમવાર ની આતુરતાથી રાહ જોવાય ….એક દિવસ મને એક છૂટક રોજ પર આવતા ભાઈ એ પૂછ્યું : બેન ,તમારા કામ ને લીધે બોસ તમને ક્યારેય મોડા પડો તો બોલે એમ નથી ..બીજા બધા તો જોને મોડા આવે છે , ચા પીને અગિયાર વાગ્યે કામ પર ચડે છો તો તમે કેમ નહિ ?????તમે સીધા કામે કેમ લાગી જાવ છો ??? મેં ફક્ત સ્મિત આપ્યું …તમામ કર્મચારીઓનો એ મહિના નો પગાર કરવા માટે કાર્યવાહી માટેનું સ્ટેટ મેન્ટ મારી પાસે આવ્યું ત્યારે એમને બોલાવ્યા અને કહ્યું તમે મને પૂછેલું ને તે દિવસે ??જુઓ આ મારી સેલરી છે …મને કંપની દસ થી સાડા પાંચ કામ કરવા માટે આ પગાર આપે છે અને મારી વફાદારી બોસ કે સાથી કર્મચારીઓ થી વિશેષ આ કંપની સાથે છે એટલે એને હું માંન  આપીને સમયસર આવું છું અને કામ પણ કરું છું ..હા મને જરૂર હોય તો છૂટછાટ મળે છે ને !!મારે બીજા લોકોની વાત જોવાની જરૂર નથી …
અને હા આપણે આ પ્રમાણિકતા આપણી રોજી માટે રાખીશું તો એમાં બરકાત રહે છે ..એ ખોટી રીતે ખર્ચાતી જ નથી ..જરૂર પડે ભગવાન ક્યાંય થી પણ વ્યવસ્થા કરી રહે છે …” એ ભાઈ કશું ના બોલી શક્યાં પણ એમના ચેહરા એ સાચી વાત હોવાની સાક્ષી પુરાવી ….
SO FRIENDS MONDAYS ARE NEVER BLUE …….GIVE RESPECT AND GAIN RESPECT …

4 thoughts on “MONDAYS ARE NEVER BLUE ….

  1. એક લયબદ્ધતા અને તાલબધ્ધ/દ્ધતા વાળી વાત બહુ જ ગમી…રેડિયો પરનાં જૂનાં ગીતોવાળું પણ ગમ્યું…..ફરજપાલનની સાથે પગારવાળી વાત વ્યવહારુ ભાષાના શબ્દોમાં મૂકી છે પણ ગુજરાતીમાં એક બહુ મજાનો શબ્દ સીધો સંસ્કૃતમાંથી મળ્યો છે તે નિષ્ઠા.

    તમારી નિષ્ઠ નોકરીને અને સંગીતને સરસ ન્યાય આપે છે…..જરા અમથી….પણ મોટી, મજાની વાત.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s