બધા ખુશ છે …..


નીના ,કાલે કેતન ને હેતા સાંજે આવશે ..એના પ્રિય ખીચડી અને કઢી બનાવજે ..ત્રણે બાળકો તો ઓસ્ટ્રેલીયા પહોંચી ગયા હવે અઢારમી તારીખે બેઉ જાય છે …
નીના સામે હિતેશે જોયું તો એ કૈક વિચારમાં હતી અને ઉદાસ પણ …હિતેશે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું :
નીના બારી બહાર દૂર નજર કરતા બોલી ..હિતેશ હજી હું પરણી ને આવી ત્યારે કેતન એની મોટી એક વર્ષની રૂપલને લઈને આપણે ઘેર આવતો ..સમય કેટલો જલ્દી જતો રહ્યો ???!!રૂપલ પરણીને ગયી …કેતનનું આખું ફેમીલી જતું રહ્યું ..બાકી બે દીકરા પણ ઓસ્ટ્રેલિયા જતા રહ્યા અને હવે રૂપલે બેઉ જણ ને અમેરિકા બોલાવી લીધા …
આપણે આ બાળકો નાના હતા ત્યારે કેવા સાથે બધે ફરવા જતા !! તહેવારો એકબીજાના ઘેર એક બીજાના કુટુંબ સાથે ઉજવતા ..આપણી મિત્રતા બે કુટુંબો સુધી વિસ્તારેલી ….કશુંક આપણા શરીરમાંથી કપાઈ જશે એવું લાગે છે ..હિતેશ તારો તો એ નાનપણનો ભેરુ ને !!!!
હિતેશે કહ્યું : હા નીના પણ પોતાના કુટુંબ ની પ્રાયોરીટી બધાને પહેલી હોય ને !!! નહિ ફાવે તો પાછો આવી જશે એમ કહેતો હતો ..
નીના : કોઈ પાછું આવ્યું જાણ્યું નથી ..ડોલરિયો મોહ તાકાત વાળો છે ….કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર હતા ..બધા ખર્ચા એકલા એ જ કાર્ય ..એક કમાતા ને બધા શાંતિ થી જીવતા ..હવે આ ઉંમરે પરદેશ માં !!!!
પછી નીના વધારે વાત કર્યા વગર કામે વળગી ગયી ….
કેતન અને હેતા આવ્યા ત્યારે બધા જમાના વાતોમાં જીવંત થયા …ચારેવ થોડા ઉદાસ હતા …આવજો થયું ….
નીના ફરી બોલી :..આ બાળકો મોટા થાય પછી આપણી જિંદગી જાણે અજાણે એમના હવાલે થઇ ગયી અને એમની આસપાસ જ રહી ગયી ..કેટલું બધું છૂટી ગયું છોડી દીધું કે છોડી દેવું પડ્યું …
નીના અને હિતેશ નો એક પુત્ર સ્વર જ હતો ..બેંગ્લોર માં સ્થાયી થઇ ગયેલો ..હમણા ત્રણ મહિના પહેલા જ સગાઇ કરી …એટલે નીના અને હિતેશ પણ એકલા જ પડી ગયેલા …
=============================================================
એક વર્ષ પછી …

કેતન હિતેશના ઘેર આવ્યો ..સાથે હેતા પણ હતી …એક દિવસ જેટ લેગને લીધે ઊંઘવામાં ગયો …બીજા દિવસે કેતન હિતેશ સાથે મોર્નિંગ વોક પર ગયો …એક બાંકડા પર બેસી કીટલી લઇ ફરતા છોકરા પાસે બે કપ ચા લીધી …
કેતન : હિતેશ ,તારો હવે પ્લાન શું છે ?? બસ આમ જ અહીં રહેશે કે સ્વર પાસે બેંગ્લોર જશે ???
હિતેશ : નીના ના પાડે છે …એને સ્વર બહુ વહાલો છે પણ હું એને ઓળખું છું ..એ સ્વમાની છે ..પાછલી જિંદગી માં પુત્ર પર અવલંબન નહિ ..એ કહે છે …આપણે માતા પિતા નું કર્તવ્ય પૂરું કરી લીધું ..સ્વર નું જીવન બધી રીતે શાંતિ થી જાય એટલી વ્યવસ્થા કરી દીધી ..હવે આપણે એકબીજા માટે જીવીશું ..અહીં આ જ ઘરમાં જેને આપણે એક એક સુખ દુખ ની ઈંટ મૂકી ચણ્યું છે …
કેતન : નીના ભાભી ખોટું નથી કહેતા ..એક વર્ષ માં અમેરિકા ત્યાંથી ઓસ્ટ્રેલીયા પણ જઈ  આવ્યા …હવે એમનું પોતાનું જીવન છે જ્યાં આપણા માટે ઘર નથી પણ એક રૂમ છે ..અને પૂજા રૂમ માં જવાની પરમીશન …
હિતેશ બધું સમજી ગયો ….
તેણે કહ્યું :સંજીવ અને સ્નેહા પણ હવે એકલા પડી ગયા છે ..દિલ્હી માં છે …અને પેલી રેખા અને રોનક ના બાળકો પણ બહાર છે …રીતેશ અને રીના ને કોઈ દીકરા રાખવા તૈયાર નથી ..રેહાન ની મીસીસ ચાર મહીના પહેલા જ ગુજરી ગયી …બહુ એકલો પડી ગયો …એના દીકરા વહુ તો આદર્શ છે ..એને કોઈ વાતે ઓછું આવવા નથી દેતા …એના પેન્શનને હાથ પણ નથી લગાડતા ..પણ એમની પણ એક દુનિયા ,એક લીમીટ અને સંતાનો તો ખરા ને !!!!
====================================================
બેઉ જણે ઘેર પણ આ વાત કરી …નીનાને એક વિચાર આવ્યો ..અને બાકીના ત્રણેને બહુ ગમ્યો …
====================================================
બે વર્ષ પછી …

ડાંગ જીલ્લાના આહવા પાસેના એક ગામમાં એક વિશાળ બંગલો જે પહેલા હતો એમાં હવે રોનક છે …કેતન -હેતા -હિતેશ -નીના -સંજીવ -સ્નેહા -રેખા -રોનક -રીતેશ -રીના -રેહાન હવે અહીં સાથે રહે છે …એમણે આ બંગલાનું નામ આપ્યું છે:
“વિશ્રાંતિ “…અહીં બધા પોતાને મન ગમતા કામ કરે છે …હેતા અને રેખા આદિવાસી સ્ત્રીઓને હસ્તકલા માંથી વ્યાપારિક કમાણી કરાવે છે ..નીના બાળકો ને ભણાવે છે …રેહાન ટુરિસ્ટ ગાઈડ છે ત્યાનો ભોમિયો બની ગયો છે …બધાની બચત માંથી મેડીક્લેમ છે અને વ્યાજ માંથી મસ્ત ખર્ચો નીકળી જાય છે …રીતેશ પોતાની બીજી નવલ કથા લખી ને બહાર પાડવાનો છે ….સંજીવ અહીં શિક્ષક છે પ્રાથમિક શાળામાં …હિતેશ —વિશ્રાંતિ માં રહીને બધાની વ્યવસ્થા સંભાળે છે ….
બધા ખુશ છે …..

Advertisements

9 thoughts on “બધા ખુશ છે …..

  1. નીના ના પાત્ર માં હું ક્યાંક મને મળી ગયી . અદ્દલ મારું જ સ્વપ્ન …. આજથી લગભગ વીસ વર્ષ પછી હું મારી જાતને આવી રીતે જ જોવા માગું છું એમ કહેવું વધારે પડતું નહિ જ હોય …..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s