સૌથી મોટી વિલન …


જય : મોમ મારો શર્ટ પ્રેસ નથી કર્યો ???આખો દિવસ શું કરે છે ??? કાલે મારે સુરભિની બર્થડે પાર્ટીમાં જવાનું છે એટલે જરા પપ્પાને કહીને થોડું પોકેટ મની પ્લીઝ !!!
મમ્મી : જયુ , શર્ટ પ્રેસ કરી દઈશ અને જો આ મારા પર્સ માંથી તું જોઈએ એટલા લઇ લે ..હું પપ્પા પાસે થી લઇ લઈશ અને હા હિસાબ જરા મને કહી દેજે ..તારા માટે માંગીશ તો પછી કચકચ કરશે …
જય : મોમ ..યુ આર સો સ્વીટ !!!
==============================================================================
સાવી :મોમ ફરી ફરી કારેલા ??!! તને ખબર છે ને મને નથી ભાવતા ..
મમ્મી : બેટા તારી માટે મગ ભાત બનાવી દીધા છે ..તું ચિંતા ના કરીશ …
સાવી :મોમ આજે મારે દિવ્ય ની બર્થડે પાર્ટી છે ..ત્રણ ના શો માં મલ્ટી પ્લેક્ષ માં રાંઝણા જોઇને સાંજે મેકડોનાલ્ડ જવાનું છે ..થોડા પૈસા આપજે ..સોલ્જરી છે …
મમ્મી : કેટલા ??
સાવી : પાંચસો તો જોઇશે જ ..અને બસો રૂપિયા સ્કૂટી માં પેટ્રોલના અલગ …
મમ્મી (સ્વગત ): અરે આ મહીને પપ્પાની બીમારીમાં બજેટ ઓવર થઇ ગયું છે ..કાંદા ચાલીસ રૂપયે કિલો છે ..દરેક શાક પંદર રૂપિયે અઢીસો ગ્રામ થી નીચે નથી …અને હજી તો પંદર તારીખ જ છે ….અને સાવીનું વ્રત પણ આવે છે ..એક હજાર રૂપિયા તો એના જ થશે અને બે જીન્સ તો જિદ્દ કરીને લેશે …આને શું જવાબ આપું ???
(મોટે થી ) બેટા સાત સો નહિ પણ ચારસો ચાલશે ???? હમણાં જરા ખેંચ છે ..
સાવી : મમ્મી તારો હાથ તો હમેશા ખેંચ માં જ હોય છે …હું આખા સર્કલ માં કંજૂસ તરીકે ઓળખાઉં છું તારી આ ખેંચ ને લીધે …મારું કેટલું ખરાબ લાગે છે એ તને શું ખબર !!!! પેલી સ્વાતી ના પપ્પા તો એક જુનિયર ક્લાર્ક છે સરકારી નોકરીમાં તો પણ એ એના પર્સ માં કાયમ હજાર રૂપિયા તો રાખે જ …!!!
મમ્મી : આ પાંચસો રૂપિયા જ છે ..જોઈએ તો લે ..નહીં તો પાર્ટી માં નહીં જાય તો તારી બહેનપણી તારા વગર નહીં મનાવે એવું ના સમજતી ..બધાની પરિસ્થિતિ એક જેવી જ ના હોય …તારે તો દર મહીને જોઈએ …મારે પ્રસંગે પહેરવા એક સાડી લેવી છે તો પણ બે વર્ષથી વિચાર જ કરવો પડે છે !!!
…પગ પછાડતી સાવી પાંચસો રૂપિયા લઈને ચાલતી થઇ ગયી ….
===================================================
ત્રિવેણી હમણાં જ ટ્યુશન કરીને આવી ..રૂમમાં જઈને કોલેજ બેગ તૈયાર કરી …મમ્મીએ સરગવાનું રોટલી બનાવેલા તે ડીશ માં લઇ ખાઈ લીધા …અને બસ પકડવા માટે સ્ટોપ પર ગયી …કોલેજ થોડી દુર હતી ..વળતા મોડું થાય તો શેરીંગ રીક્ષામાં આવે છે …અને કોલેજ નો ખર્ચો તે ટ્યુશન માંથી કાઢી લે છે …
ચંદર ત્રિવેણી નો ભાઈ ..સાંજે એક ઓફીસ માં પાર્ટ ટાઈમ નોકરી કરે છે …અને ભણવાનો , કોમ્પીતીતીવ પરીક્ષાઓ ની મોંઘીદાટ ફી નો ખર્ચ કાઢી લે છે …
એ ચાર વાગ્યે ઘેર આવે પછી રસોડા માં જઈ સાંજ માટે દાળ ભાત નું કુકર મૂકી દે ..શાક અને સલાડ સમારી લે ..રોટલી નો લોટ જો ના હોય તો બાંધી પણ દે …અને પાંચ વાગ્યે નોકરી કરવા જાય ..પાસે જ છે એટલે ચાલતો જ જાય …
ત્રિવેણી જયારે વેકેશન પડે ત્યારે હોબી ક્લાસ ઘરમાં ચાલુ કરી દે ..અને બે મહિના માં તો આખું વર્ષ છ જોડ જેટલા નવા કપડા લઇ શકે એટલા પૈસા મળી જ જાય …
ચંદર વેકેશન માં ટ્રેકિંગ કેમ્પ ના ટ્યુટર અને લીડર તરીકે નોકરી કરે ..આ બહાને ફરવાનો શોખ પૂરો થાય અને શરીર પણ ખડતલ બને …આમાંથી જ એણે એના પપ્પાને એક સરસ કેમેરો બર્થડે પર ગીફ્ટ આપ્યો ત્યારે પપ્પાની આંખ માં આંસુ આવી ગયા …
આ બે ભાઈ બહેન ઉપર સાવી અને જય જેવા બધા શોખ પુરા કરે છે જ ..જમાના પ્રમાણે પણ જીવે છે પણ પોતાની કમાણી પર ..અને એમના મિત્રો પણ તેમના જેવા જ સ્વાવલંબી જ છે …એ લોકો બર્થડે પર બ્લડ ડોનેટ કરવા જાય ..બધા પૈસા ભેગા તો કરે પણ એમાંથી ગરીબ બાળકો ને ચપ્પલ કપડા ,પુસ્તકો સ્કૂલબેગ વગેરે અપાવે …..
તમે ખોટું વિચાર્યું ..આ બેઉ બાળકો ખુબ પૈસાદાર કુટુંબ માંથી આવે છે ..એમના પપ્પા એક મોટી  કંપની માં એમ ડી છે ..અને મમ્મી એક સારી સ્કુલ માં પ્રિન્સીપાલ છે ..ઘરમાં ખુબ પૈસા આવે છે ..પણ …આ મમ્મી સુમન એક મોટી વિલન છે …
નાનપણ થી જ બાળકો ને એમના રૂમ જાતે જ સુઘડ રાખવા પડતા નહિ તો શનિ રવિ માં ઘરની સાફ સફાઈ કરવાની શિક્ષા થતી ….હોમવર્ક ના કર્યું હોય અને ટીચર ની નોટ આવે તો કોઈ સહી ના કરી આપતું અને ખરું કારણ જણાવતા એટલે પોતાની “બદનામી “ની બીકે એ તો કરી જ લેતા અને જો ખરેખર કારણ હોય તો પપ્પા જાતે જ ચિઠ્ઠી લખી આપતા ..
ત્રિવેણી ખાવાના શાકમાં કચકચ કરતી એટલે મમ્મી એ એક દિવસ એને થેલી આપી શાકવાળા ની દુકાને મોકલી અને સો રૂપિયા આપીને કહ્યું કે આમાંથી જ બધું એડજસ્ટ કરવાનું ..એ દિવસ થી એની કચકચ બંધ થઇ ગયી …
ચંદર કોઈ વાર રોટલી બળી જાય તો ફેંકી દેતો પ્લેટ માંથી ..મમ્મીએ એને રોટલી નો લોટ બાંધીને કરતા સુધી બધું  શીખવ્યું ત્યારથી એણે કોઈ વાર અનાજનો અનાદર ના કર્યો ..સાંજનું ભોજન કોઈ પણ સંજોગ માં ઘેર જ લેવાનો નિયમ ..અને રવિવાર સવારે બધા સાથે જ મંદિર જાય …
ચંદર આવતે મહીને અમેરિકા ભણવા જાય છે ..ત્યાંથી પાછા આવીને એક નાના ગામમાં લઘુ ઉદ્યોગ શરુ કરવો છે ..અને ત્રિવેણી એક પત્રકાર બનવા માંગે છે ….
=======================================================
અને ચંદર અને ત્રિવેણી પોતાની મમ્મી ને લાડ થી સૌથી મોટી વિલન કહે છે …સાચું જ છે ને !!!

Advertisements

2 thoughts on “સૌથી મોટી વિલન …

    1. sauthi pahela Brindaji aapno kimmati abhipray aapva badal khub khub aabhar …ane aap jevi j mushkeli mane pan mari daughter aapti …tyare je triji story na concept chhe te j me apnavela … 11 varsh e aajna jamana ma girls samjdar j hoy chhe ..etle ene dost banavi jyare saro mood hoy tyare ene shantithi samjavvu pade chhe ane e pan ek vaar nahin ghanibadhi vaar …ane sauthi vadhare to ene jo gharni sachi financial sthiti no khyal aapie to e loko samji pan jaay chhe …..koik vaar try kari jo jo …

      Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s