માળો


મારા ઘરની સામેની બારી પર લગાવેલા વિન્ડો એ સી પર એક કબૂતરે માળો બનાવેલો .ઈંડું મુક્યું ,સેવ્યું ,બચ્ચું બહાર આવ્યું અને એક દિવસ સવારે નજર પડી તો માળો ખાલી હતો ..કૈક સુનું ઘર લાગ્યું ….
મારી પોસ્ટ સૌથી મોટી વિલન નું બીજ એ ખાલી માળામાં રોપાઈ ગયું ..બચ્ચું ઉડતું થઇ જાય ત્યારે પક્ષી તો એને આકાશ આપી દે છે ..પણ આપણે ???? બસ આજ કહેવું હતું …
ચેતનભાઈ જુવાન થયા ..પપ્પાનો ધંધો અને જવાબદારી બેઉ ઉપાડી લીધા …બે ભાઈને ભણાવ્યા ,પરણાવ્યા , પોતાનો પણ સંસાર હતો ..પપ્પાનું ત્રણ લાખ નું બેંકનું દેવું ચુકવ્યું ..ત્યાંતો પોતાનો પુત્ર મોટો થઇ ગયો ..એને અમેરિકા મોકલવા માટે બેંક માંથી લોન લીધી …દીકરીના બે વર્ષ પછી લગ્ન લેવા પડશે એના માટે બચત પણ પૂરી થઇ ગયી હતી …દીકરો અમેરિકા ગયો .ત્યાની છોકરી ને પરણી ગયો .ત્યાનો સીટીઝન થઇ ગયો ….દીકરી પરણી ને લંડન ગયી ..તેના લગ્નમાં તન્વી ચેતનભાઈ ની પત્ની ના તમામ ઘરેણા વેચીને કામ ચલાવી લીધેલું …દીકરો મહીને સો ડોલરનો ચેક મોકલે છે …એક વાર આવ્યો ત્યારે મમ્મી પપ્પા માટે થોડી ગીફ્ટ લઈને આવેલો ..અને પત્ની ના નામે પોશ એરિયા માં ફ્લેટ નોંધાવી ગયેલો …
ચેતનભાઈએ બેંક નું દેવું પૂરું કરવા ગયા વર્ષે પોતાનું ઘર વેચી દીધું અને લોન ભરી દીધી ..હવે એક ભાડાના ઘરમાં તન્વી સાથે રહે છે ….
હજી પણ ઘણા પરિવારોની આપણા દેશમાં આ કહાણી હશે કે આમાંનું કશુંક તો ખરું જ ….
કારણ એક જ કે પાંખ ઉગે ત્યારે આપણે સંતાનોને એનો ઉપયોગ નથી શીખવતા અને પોતાના ખભે બેસાડીને જ ફેરવ્યા  કરીએ છીએ …એમની કાંખ ઘોડી બની રહેવામાં જીવનને યથાર્થ ગણીએ છીએ ગર્વ અનુભવીએ છીએ ..આપણે આપણી યોગ્યતાનો ઉપયોગ માત્ર આપણા સંતાનો ના ભવિષ્ય સંવારવા જ કરીએ છીએ ..એમને ચાલતા પડતા આખડતા અને ફરી ઉભા થતા ક્યારેય શીખવતા નથી …આ બાબત મમ્મી અને પપ્પા બેઉ ને લાગુ પડે છે …શરૂઆત કરવી હોય તો નાનપણમાંથી જ પોતાના કપડા જાતે ગડી કરી મુકતા અને કબાટ ગોઠવવાથી કરી દો ….એમનું દફતર એમની પાસે તૈયાર કરાવો …અમેરિકા ભણવાનું સ્વપ્ન હોય તો અહીની કોઈ કોલેજ માં ડોનેશન કે કેપીટેશન ફી આપીને નહીં પણ મેરીટ લીસ્ટ થી એડમીશન લેતા શીખવાડો અને અહીં ગ્રેજ્યુએશન કરી સાથે કમાણી કરી પોતાના પૈસે અમેરિકા ભણવા જવાનું કહો ..આ શરમ નહિ ગર્વની વાત છે એમ સમજાવો અને તમે પણ સમજો ….એમના ચેહરા પર ખુમારી હશે ..એમને પપ્પાની કમાણી કરતા બેવડ વળી જતી કમરનો દુખાવો સમજાશે ..
કમાણી ખર્ચવી હોય તો પોતાના વૃદ્ધ માં બાપના ઘડપણની છાંયડી બનો ..એમને જરૂર છે સહારા ની …થયેલી બચત માંથી તમારું પોતાનું ઘડપણ કોઈનું આશ્રિત નહીં રહે ..અને પોતાના સંતાન પોતાના કુટુંબમાં રચ્યા પચ્યા રહે છે ,સ્વાર્થી થઇ ગયા છે એમ ફરિયાદ પણ નહીં રહે …હા સંતાન ખરેખર પોતાના સંજોગ -નિયતિ નું શિકાર થઇ ક્યારેક નિરાશ નાસીપાસ થાય ત્યારે એને સાચવી લો …પણ નાલાયક સંતાનને નહિ ….
બહુ અઘરું છે આ બધું ..પણ પોતાના સંતાનને ઉજળું અને “વિજયી ભવ” ના આશીર્વાદ વાળું ભવિષ્ય આપવું હોય તો જરૂરી પણ ….અઘરું નથી થોડું મક્કમ મન કરી લો …..પશ્ચિમની સંસ્કૃતિમાં આ છે પણ એનું અનુકરણ આપણે કેમ નથી કરતા ?? એ વિચારવા જેવું નથી લાગતું ..ત્યાં ભારતીય સંસ્કાર નું ગૌરવ યાદ આવે છે કેમ ???!!!!

Advertisements

10 thoughts on “માળો

  1. સારી વાતનું અનુકરણ થવું જોઇએ પણ આંધળુંકિયું નહિં.

    આજના યુવાનોને યાદ કરાવવું જોઇએ કે પેહલાં માં-બાપ સંતાનને ગુરુકુળ કે આશ્રમમાં વિદ્યા અર્થે મોકલતાં હતાં અને ત્યાં એમણે જાતે જ બધું કરવું પડતું હતું.

    જરુર પડે ઘરેથી મદદ લો પણ, એ મદદને તમારો અધિકાર ન સમજો.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s