કચરાની ટોપલી…


કચરાની ટોપલી ક્યારેય એને આપણે ફરી નથી જોતા ..સિવાય કે કોઈ કામની વસ્તુ એમાં જતી રહેવાની શંકા હોય ..શાકના છોડા એમાં રોજે રોજ વિઝીટ કરવાના વિઝા લઈને આવે છે …અને પેન્સિલના છોડા ,તૂટેલો કપ , રકાબી ,ભજીયા ખાધા પછીનું વધેલું છાપાનું પડીકું ,નક્કામાં દોરા ,તૂટેલી ફ્રેમ ,સ્લીપરની પટ્ટી ના જાણે કૈક કેટલુંય …એક નિયમ છે ને જે જાયું તે જાય ..જે જન્મે તે મરે …જેમ માનવી નો અંતિમ મુકામ સ્મશાન કે કબ્રસ્તાન એમ જ નિર્જીવ વસ્તુનો અંતિમ મુકામ એટલે કચરા ટોપલી …એક વસ્તુ જે ક્યારેક સૌથી વધુ પ્યારી હતી ,હોંશથી ખરીદી હતી તે જૂની થઇ ,તૂટી ગયી ,નવી આવી એટલે કચરાપેટીમાં જતી રહી …દરેક વસ્તુ સાથે એક સંવેદના જોડાયેલી હોય છે ..પેલી બગડી ગયેલી દાળ કોથળી માં ભરીને નખાય તે સાક્ષી છે કાલે રાત્રે થયેલા ઝગડાની જેમાં બેઉ ભૂખ્યા જ સુઈ ગયેલા …
આ કચરા પર એક આખો ઉદ્યોગ પણ નભે છે ..જેની સફર ઘરના બહાર મુકેલી કચરા પેટી થી શરુ થાય છે ..એના પર કેટલાય લોકો રોજ રાત્રે રોટલી ભેગા થતા હશે ..એ કચરાનું પણ વર્ગી કરણ થાય અને એમાંથી જે નક્કામું હોય તે દાટી કે ફેંકી દેવાય ..એની ઉપર લીલીછમ લોન ઉગાડી ત્યાં એક બગીચો બનાવી દેવાય …
બધું અહીં જ રહે છે ..સ્વરૂપ અને સમય બદલાય છે …
એવું જ કૈક સંબંધો માં પણ હોય છે ..ફોનબુક માં ડીલીટ થતા નંબરો …જયારે અપર લીમીટ આવી જાય ત્યારે જુના અને નક્કામાં ફોન નંબર રદ્દ થઇ જાય …પણ એ માણસ કે સરનામું રદ થઇ શકે ?????એક કાગળ ક્યારેક બહુ સાચવી ને મુકાયેલો એક દિવસ ફાડીને નાખી દેવાય છે ..પણ એ લાગણીઓ ???એ બધું તો મનમાં સંઘરાયેલું હોય છે જેને મગજ જરૂરિયાત પ્રમાણે એડ અને ડીલીટ કરી નાખે છે …આ સંબંધો માં બાપ પતિ પત્ની સંતાન અને સગા નથી આવતા ..આ બધા એ સંબંધો છે જેમાં કોઈ સગપણ નથી ..બસ એક માર્ગના મુસાફરો જેવા સંબંધો …ક્યારેક અજાણ્યા થી ખુબ નજીક સરકી આવેલા અને સંજોગ કે સ્વમાન કે અહં થી અળગા થયેલા સંબંધો ….
ક્યારેક આપણા જીવનને સાચું સુકાન બતાવનાર બીજા સમયે કદાચ પરાણે રાખવો પડતો સંબંધ બની જાય ,એનો નંબર ડીલીટ થાય અને જો સામનો થાય તો ઔપચારિક સ્મિત પહેરવું પડે પર …!!!
પણ સંબંધો ના ચડ ઉતર ની આ ભૂમિકા ને ખુબ સ્વાભાવિકતા થી સ્વીકારી નથી શકતા એટલેજ મન નો એક ખૂણો કાંટા જેવો ડંખે છે …અને આ વસ્તુ ખુબ જ ઓછા સંબંધ માટે થઇ શકે છે …જો આવું ક્યારેક થાય ને તો નંબર ભલે ના રહ્યો હોય પણ સાચા દિલ થી એ વ્યક્તિની છબી મનમાં ધરી એને શોધવાની પ્રમાણિક કોશિશ ચોક્કસ કરજો ..એ સંબંધ કચરાના ડબ્બા માંથી પણ લીલોછમ મળી આવશે …તમે જયારે એકલા પડો …જીવનમાં બધું જ મેળવી લીધું હોય ..કશું વધારે કરવાની શક્યતા હવે ના હોય અને એક સાચા સાથીની જરૂર લાગે ત્યારે સગપણ થી પરે રહેલો આ સંબંધ પારસમણી છે ..જ્યાંથી ફરી એક નવી સફર શરુ થવાની ક્ષણ વવાઈ જાય છે એક બીજ બની અને એક છોડ ઉગે છે વૃક્ષ બનવાની શક્યતા લઈને ….

Advertisements

2 thoughts on “કચરાની ટોપલી…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s