દોસ્તી કા ધ એન્ડ …


દોસ્તી કા ધ એન્ડ …
હા આ નવી ફિલ્મ નો મુહુર્ત શોટ છે …
નવું અને સાચું ટાઈટલ છે એક પ્રમાણિક વ્યક્તિ દ્વારા ..જે વ્યવહાર માં નહીં પણ વિચાર અને આચારમાં સો ટચ ના સોના જેવો છે …આ એવો કૃષ્ણ છે જે સાંદીપની આશ્રમની બહાર જાય પછી પાંચ વર્ષે સુદામા એને મળવા આવે છે ત્યારે એને રીસેપ્શનીષ્ટને કહી ચા પીવડાવી બહાર થી વિદાય કરી દે છે એમ કહીને કે અત્યારે બોર્ડ મીટીંગ ચાલી રહી છે …
સુદામા ખરેખર તો એને લાગેલી દસ કરોડની લોટરીના ઇનામમાંથી કૃષ્ણએ આશ્રમમાં એમના માટે કરેલા ખર્ચને પાછો આપવા આવેલા અને પોતાના નવા ઘરના અને કારખાનાના વસ્તુ માટે બોલાવવા માટે આવેલા …
જય અને વીરુ છેલ્લે રહેવા માટે સિક્કો ઉછાળે છે ત્યારે જય સિક્કો બદલી નાખે છે એટલે વીરુ ને એમ કે જય જ રોકાશે પણ વીરુ એ રોકાવું પડે છે અને જય ઠાકુરની પુત્રવધુને પરણી રામગઢમાં સેટલ થઇ જાય છે …….
લૈલા અને મજનું હજી હમણાં જ મલ્ટી પ્લેક્ષમાં ફિલ્મ જોવા માટેના ગૃપમાં પહેલી વાર મળ્યા હતા ..મજનું ને એમ કે આ જન્મમાં ફરી લૈલા મળશે …પણ આધુનિક જમાના પ્રમાણે એમણે ફ્રેન્ડશીપ ડે ને દિવસે ફ્રેન્ડશીપ બેન્ડ એક બીજાને બાંધ્યું એમ વિચારી કે વેલેન્ટાઇન ડે ને દિવસે બાકીની ફોર્માલીટી પૂરી કરીશું ..પણ દેવદિવાળી પછી લૈલાએ મજનું ને કંકોત્રી આપતા કહ્યું કે તારા મોબાઈલમાં મેં તારા બધા મીડ નાઈટ ચેટીંગ ચેક કરેલા એક દિવસ જયારે તું બીભાસને મળવા કેન્ટીન માં મારી પાસે મોબાઈલ છોડી ગયેલો …એટલે પપ્પાએ નક્કી કરેલા છોકરા સાથે લગ્ન કરી ઓસ્ટ્રેલીયા જઈ રહી છું ..કંકોત્રી ખાલી ફોર્માલીટી માટે આપી છે એટલે નહીં આવે તોય નહીં દુખ થાય …તારી ફ્રેન્ડશીપ બેન્ડ સાચવી ને રાખીશ એટલે ફરી કોઈ વખત કોઈ છેતરી ના લે ….
કરોડપતિ કુણાલ જેને ખર્ચે પાંચ વર્ષ હોસ્ટેલ માં રહ્યો …તમામ ફી ભરી …હોટેલમાં જલસા કાર્ય ..ગોવાની ટ્રીપ પણ કરી ….એના હિસાબે એક મોટી કંપનીમાં નોકરી મળી અને સારી છોકરી પણ …અચાનક શેર બજાર ખખડી ગયું અને કુણાલના પપ્પાને મોટી ખોટ ગયી ..કરોડો નું દેવાળું ફૂંકી દીધું ..કાલે એસ ટી ડી માંથી આવેલા ફોન પર તેનો અવાજ ઓળખ્યો પણ એની ઓળખાણ નો ઇનકાર કરી દીધો સિતાંશુએ …….
જે શ્વેતાને દરેક દિલની વાત કહેલી એ શ્વેતા એ હિમાંશુ મારા પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લીધા ..આ રુદન પૂર્ણ વાક્ય છે આરોહી નું ….
====================================
કિસ્સા ઘણા બધા છે અને પુરા થાય એમ નથી …એટલે આ ફિલ્મ ની સિકવલ બનાવવાનો પણ ઈરાદો નથી ..અને બ્લેક મની ને વ્હાઈટ કરવા માટે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે એટલે બહુ મોટી ખોટ જાય એ વિચાર સાથે ધ એન્ડ ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s