ગોળ ગોળ રાણી….


ગોળ ગોળ રાણી કેટલું કેટલું પાણી ???
આ રમત તમે નાનપણમાં રમ્યા છો ??? છોકરીઓ રમી હશે …મજાની રમત હતી ..પણ તમારા વાસ્તવિક જીવનમાં ક્યારેક આવું થાય છે ખરું ?? થાય છે !!! તમે જે જગ્યાએ શરુ કરો ત્યાં જ ફરી ફરીને પાછા પહોંચવું પડે એને ગોળ ગોળ રાણી કહેવાય …
કાલે ખરેખર મારી સાથે આવું થયું અને મને ગુસ્સા ને બદલે બહુ મજા પડી ગયી ..કેમ કે દિવસ ને અંતે તો મેં એ જ વિચાર્યું કે આજે કેવું થયું નહીં ???
ચાલો તમને રમૂજ પડશે કે નહીં ગમશે કે નહીં ?? એ બધું વિચાર્યા વગર મારે બસ લખવું છે એ ક્ષણો ફરી વાર જીવવી છે બસ …ઘેર થી સ્કુટી લઈને ડબલ સવારી નીકળી ..નવી છે એટલે બહુ ફાવતી નથી ..પણ તોય ચલાવીશ તો ફાવશે ..મારે લગભગ છએક કિલોમીટર જવું હતું ..એટલે પાસે નો રસ્તો લઈને ત્યાં ગઈ તો પોલીસ કહે રાઈટ ટર્ન નથી ..એક લાંબો ચક્કર થયો ..પછી જે કંપનીના સ્થળનું સરનામું હતું એ જ રસ્તા પર ત્યાંથી જ નીકળી તોય ખબર નહોતી એટલે બે સર્કલ આગળ ગયી અને પૂછ્યું તો કહ્યું પાછળ જાવ ..પાછો ચક્કર માર્યો ..અને ત્યાં જ પહોંચી ..કામ પૂરું થયું ત્યારે ટર્ન લેતા થોડું બેલેન્સ બગડ્યું અને સ્કુટર ભપ્પા થયું … એક અજાણ્યા વ્યક્તિએ આવીને મદદ કરી ઉભી કરવામાં ….મારું કામ પતાવી એક પરિચિત નું સરનામું ખાલી મોઢે યાદ હતું એટલે ત્યાં પહોંચી ..ફ્લેટ માં ત્રણ ટાવર ચક્કર માર્યા અને ના મળ્યું ..મજાની વાત એક જ હતી મારો મોબાઈલ બગડી ગયેલો એટલે પાસે નહોતો …એટલે સાચો બ્લોક નંબર જાણવા એસ ટી ડી બૂથ શોધવા અર્ધો કિલોમીટર ફરી ત્યારે ખબર પડી કે બૂથ નો જમાનો વિદાય થઇ ચુક્યો છે …અને એકે બુથ ના મળ્યું …પેલા પરિચિત પણ મને ફોન કરતા રહ્યા પણ ફોન બગડેલો !!!! …હા હા હા હા …અને હારીને એમની ઓફિસે પહોંચી ગયી ..ત્યાં જાણવા મળ્યું કે એમનું ઘર બંધ છે અને એ લોકો આજે બીજાને ઘેર છે …પણ એ ભાઈ મને પોતાની કાર માં ત્યાં લઇ ગયા ત્યાં સૌથી મોટો જોક થયો …
હું જે કંપનીમાં સૌથી પહેલા શોધતી પહોંચેલી બિલકુલ તેની સામેની ગલી માં જ જવાનું હતું ..ત્યાંથી પછી હું મારી સ્કુટી લેવા ગઈ અને ઘેર પરત આવી …કેટલો પેટ્રોલ નો બગાડ !!! સમયનો પણ બગાડ !!!! પણ એક અનુભવ જે ખરેખર તો થોડો કડવો ભલે લાગ્યો પણ મને એમાંથી ઘણું બધું શીખવા મળી ગયું …મારે માટે એક જ વાત અગત્ય ની રહી કે હું મારું તમામ કાર્ય આટલા વિઘ્નો છતાય પુરા કરી શકી …..
બરાબર ગોળ ગોળ રાણીનું એકઝામ્પલ છે ને !!!!
મને તકલીફો માં પણ હસવું કેમ આવે છે એનું એક જ કારણ કે ક્યારેક આપણે આપણા શહેર માં જ કેવા અજાણ્યા હોઈએ છીએ અને બાઘ્ઘા જેવા સાબિત થઈએ છીએ ..મને મોબાઈલ નથી ગમતા પણ કદાચ એની ગેરહાજરી મને કાલે પહેલી વાર સાલી …જો મારો મોબાઈલ કોલર ઊંચા કરે છે ….!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s