સમીર


જીત આજે હોસ્પિટલના એક બેડ પર સૂતેલો છે ..સ્પેશિઅલ રૂમમાં ..બે દિવસ પહેલા ઘર છોડીને ચાલી નીકળેલો અને એક હોટલમાં સાયનાઈડ લઈને જીવન ખતમ કરી નાખવાનો નિર્ણય અમલમાં મૂકી દીધેલો ..અહીં ક્યાંથી આવ્યો એ ખબર નથી ..બેઉ હાથ પર બોટલ ચઢાવેલા છે …
થોડા વખત પછી નર્સ આવી ..એણે ડોક્ટરને બુમ પાડી બાજુના રૂમ માંથી બોલાવ્યા :સર ,ચાર નંબરના રૂમમાં પેશન્ટને હોશ આવી ગયો છે ..ડૉ .સિતાંશુ તુર્ત જ આવ્યા ..જીતને પૂછ્યું :કેમ છે હવે ???
જીતે પૂછ્યું : હું અહીં ક્યાંથી આવી ગયો ???
ડૉ ,સિતાંશુએ નાડી તપાસતા કહ્યું : બસ જીવવાનું લખ્યું હતું એટલે એક ભલા માણસ સાથે રૂમ માં રોકાયેલા ..એ જ અહીં મૂકી ગયેલા …હમણાં આવતા હશે ..બે દિવસથી તમારી પાસે જ હતા ..
ત્યાં જ સમીર એ રૂમમાં આવી ગયો ..અને જીતને હોશ આવેલો જોઇને રાજી થઇ ગયો ..ડોકટરે બીજા દિવસે રજા આપવાનું કહી દીધું .. સમીરે બારી ખોલી એટલે ઠંડી હવા અંદર આરામ કરવા આવી પહોંચી ….
સમીર થોડા ફળ લઇ આવ્યો ..કાપીને જીતને આપવા માંડ્યો ..જીતે ના પાડી ..તો સમીરે કહ્યું : ચાલો આ વખતે તો જીવ બચી ગયો છે એટલે ખાઈ લો ..ફરી વિચાર હોય તો મને કહેજો બહુ જ અકસીર ઝેર લાવી આપીશ ..બચવાનો કોઈ ચાન્સ નહિ મળે ..અને જોરથી હસી પડ્યો …જીતે હાથમાં ફળ લીધું ..થોડું સારું લાગ્યું ..સમીર કેન્ટીનમાંથી એની માટે દૂધ અને પોતાની માટે ચા લઇ આવ્યો …
બપોરે ભાણું આવ્યું ..સમીરે જીતને ખવડાવ્યું અને પછી પોતે કેન્ટીનમાં જઈને થાળી ખાઈ પાછો આવ્યો ..
જીતને આશ્ચર્ય થયું કે આ સમીર કોણ છે ?? એ પોતાની આટલી દરકાર કેમ કરે છે …???
બપોરની ચા પીતા પીતા એણે સમીરને સીધો સવાલ કરી જ દીધો ….
સમીરે કહ્યું : તે દિવસે તમે ખાતરની દુકાને થી કેમિકલ લેતા હતા ત્યારે મને થોડું અજુગતું લાગ્યું ..મેં તમારો પીછો કર્યો …તમે હોટલમાં રૂમ લીધો ત્યારે મને થોડો વહેમ પડ્યો ..મેં તમારી સામે નો રૂમ લઇ લીધો ..અને તમારા પર નજર રાખવા માંડ્યો ..તમે રાત્રે જમવાને બદલે પાણી મંગાવ્યું ત્યારે મારો વહેમ પાકો થયો ..મેં ફક્ત દસ મિનીટ પછી તમારો દરવાજો ખોલાવીને કોઈને પણ કશું કહ્યા વગર ડૉ .સિતાંશુ ની કલીનીક માં દાખલ કરી દીધો ..સિતાંશુ અને હું સાથે જ ભણેલા ..એ ડોક્ટર બન્યો અને હું  ………
જીત કશું બોલ્યા વગર મૂંગો મૂંગો બહાર તાકવા માંડ્યો ..સમીરે કહ્યું : એક આવી જ સાંજે મારા પપ્પા આવી રીતે જ અમને છોડીને દુનિયા છોડી જતા રહેલા …હું નાનો પાંચ વર્ષનો અને મમ્મી ગર્ભવતી હતા ..છેલ્લા દિવસો જતા હતા …આઘાતમાં એમને વહેલી ડીલીવરી આવી ગયી ..એમાં મમ્મી બચી ના શક્યા ..હું અને એક દિવસની બેન એક અનાથાશ્રમમાં મોકલી દેવામાં આવ્યા …અમારું આ દુનિયામાં કોઈ નહોતું ..બેન જયારે બે વર્ષની થઇ ત્યારે એને એક જર્મન યુગલ પોતાની સાથે દત્તક લઇ ગયું …હું અનાથાશ્રમમાં જ ભણ્યો ..હોશિયાર તો હતો ..સરકારી સ્કોલરશીપ પર એન્જીનીઅર બની ગયો ..લોન લઇ એક નાનકડું કારખાનું નાખ્યું …ખુબ આગળ વધ્યો ..નસીબે ખુબ યારી પણ આપી ..અનાથ હોતો તો પણ એક સારા ઘરની છોકરી સાથે લગ્ન કર્યા ..એના પપ્પાને હું ગમી ગયેલો ..એ લોકો કરોડોમાં રમતા હતા ..
મેં શેરબજારમાં ઝંપલાવ્યું ..ખુબ કમાયો …સસરાના પૈસાને હાથ પણ ના લગાડતો …મારા પોતાના બળ પર જ આધારિત હતો …એક દિવસ શેર બજાર કકડભૂસ થઇ ગયું …હું સડક પર આવી ગયો ..પત્ની અને સસરાએ એમને ત્યાં આવી જવા જણાવ્યું ..પણ ના ગયો ..પત્ની અને દીકરો ઘર છોડી સસરાને ત્યાં જતા રહ્યા ..તમને બચાવ્યા એ દિવસે હું કોર્ટમાં છૂટાછેડા પર સહી કરી બહાર નીકળેલો …હવે કોઈની ચિંતા પણ નહોતી ..ના ઘરની ,કુટુંબની કે પરિવારની …અને તમે મળી ગયા ……..તો તમારી પાસે રહ્યો ..આ સિતાંશુ એના કોઈ ઓળખીતા પાસે નોકરી માટે કાલે લઇ જશે …જોઈએ શું થશે !!!
જીત વિચારમાં પડ્યો : આ માણસનું સર્વસ્વ જતું રહ્યું છે તો પણ એ મરવાનું નથી વિચારતો અને મારી બદલે શિશિરને બઢતી મળી અને મને થોડો ઠપકો મળ્યો બોસ પાસેથી તો જીવન ખતમ કરવા તૈયાર થઇ ગયો ..અરે કવિતા જેવી સમજદાર પત્ની કે બિપાશા જેવી દીકરી માટે પણ વિચાર્યું ????કવિતાને પણ સારા દિવસો જઈ રહ્યા છે …શું હું પણ એક સમીરનું ભવિષ્ય લખવા જઈ રહ્યો હતો ???!!!
જીત બીજા દિવસે ઘેર ગયો અને કવિતાને કહ્યું તે એક સમીરના નામના દોસ્ત સાથે હતો …
સમીર એક કારખાનામાં બીજા મહીને થી નોકરી કરવા લાગ્યો …

Advertisements

2 thoughts on “સમીર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s