આશ્રમ


શનિવાર હતો ..હું થોડું કામ પતાવીને ઘેર આવીને જમીને બેઠી હતી ..ત્યારે બે યુવાનો એ બેલ વગાડ્યો .. કોલેજના વિદ્યાર્થીઓ હતા ..સૌરાષ્ટ્રથી અહીં વડોદરા ભણવા માટે આવેલા ..એક હેલ્પએજ નામની સંસ્થામાટે ફાળો જોઈતો હતો ..પ્રોજેક્ટ હતો નિરાધાર વૃધ્ધો જે વૃદ્ધાશ્રમમાં રહે છે તેમને કોઈ કામ શીખવાડી થોડી રોજી રોટી મળે .ઉમદા હેતુ હતો ..એમણે મને સમજ આપી .કહ્યું ચેક પેમેન્ટ કરવાનું છે ..મેં બધું સાંભળ્યું …
પછી બોલી ..બેટા તમે અહીં ભણવા માટે આવ્યા છો બરાબર ?? એમ બી એ કરો છો ..સાથે આ પ્રવૃત્તિ પણ ..તમને તમારા માં બાપ યાદ આવે છે ??? એમનું કશું યાદ આવે છે ??? માંના હાથની રોટલી યાદ આવે છે ??? પિતાજીનો ઠપકો મિસ કરો છો ??? એ લોકો મને જોઈ રહ્યા ..મેં આગળ કહ્યું : હવે તમે લગ્ન કરશો તો સમકક્ષ છોકરી શોધશો બરાબર ?? એ પણ નોકરી કરે એમ ઈચ્છા રાખશો …એમણે હા કહી …પછી મેં કહ્યું તમે તમારા ગામમાં નોકરી મળે એ શક્ય લાગતું નથી એટલે કદાચ બીજે સેટ થશો ..એમણે હા કહી …
પછી તમારા પણ સંતાન હશે જે તમારા સીધા સંપર્ક વગર બીજા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પે મોટા થશે ..મતલબ તે લોકો નાનપણથી જ માં બાપ થી અલિપ્ત થતા શીખી જશે ..તો કહે હા આંટી ….
મેં આગળ કહ્યું : બેટા જે લોકો તમારી સાથે રહ્યા નથી એને તમારી યોગ્ય માયા હોય એ શક્ય ખરું ??? બેટા અત્યારે યુવાની છે તમે એકલા રહી શકશો પણ જયારે વયસ્ક થશો ત્યારે તમને પોતાનાઓની હુંફ ની ઝંખના જરૂર થશે કેમ ?? તો કહે હા …હવે તમે જ કહો જેને તમે એકલતા આપી એ કદાચ આવા જ વૃદ્ધાશ્રમમાં તમને મોકલે તો વાંક ખરેખર કોનો ??? એને તમે પહેલા સમય ના આપ્યો એને લેટેસ્ટ સગવડો આપવા ..હવે એ તમને સગવડ આપશે પણ સમય નહિ …બેઉ યુવાનો કશું બોલ્યા નહીં …
મેં કહ્યું : બેટા એ વૃધ્ધોને આશ્રમ માંથી દાન અને પ્રવૃત્તિ તો મળી જશે પણ એને જરૂર છે કોઈ એને સમય આપે ..હું તમને રોકડ કે ચેક નહિ આપું પણ હા મને આ સરનામાં ની ખબર છે એટલે હું આવા લોકોને બે ત્રણ વર્ષ પછી સમય ચોક્કસ આપીશ …. અને હા બને તો હજી તમારા માટે પણ મોડું નથી થયું ..સાત આઠ લાખના પેકેજ માટે તમે તમારા માં બાપ ને સમય માટે તરછોડતા નહિ …એમને તમારો સમય આપજો ..જેથી તમારું કુટુંબ પણ સંવેદનાને સમજે અને જો સમજો તો આવી વ્યવસ્થા કોઈએ કરવી જ ના પડે …
એ છોકરા જતા રહ્યા …અને મેં એમને ઠાલું આશ્વાસન નહોતું આપ્યું ..ખરેખર આજે હું મારા માતા પિતા અને વૃદ્ધ સાસુમા ને સમય આપું છું …અને ભવિષ્ય માં આવા અનેક સંવેદના ભૂખ્યા વૃધ્ધો ને જરૂર મદદરૂપ થઈશ …

Advertisements

4 thoughts on “આશ્રમ

  1. આમ તો હેલ્પએજવાળાઓ કદી તેમના પૅ-રૉલ પર ખાસ કરીને વિદ્યાર્થીઓને રાખતા નથી. પણ ફાલતુ કંપનીઓ એમ.બી.એ.વાળા વિદ્યાર્થીઓને નોકરીની લાલચ આપી આવી રીતે ફાળો ઉઘરાવવા મોકલે છે. ચૅકની કુલ રકમના ૫૦% જ હેલ્પએજ સુધી પહોંચે છે અને તેઓ તેનું પ્રમાણપત્ર પણ આપે છે, બાકીના ૫૦% ફાલતુ કંપનીઓ કમાઇ લે છે.

    કિંમતી સમય આપવો અને વડીલોને હુંફ આપવી અનન્ય સેવા છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s