આ જિંદગી અને એનો અનુભવ


થોડા દિવસ પહેલા મેં એક અનુભવમાંથી પસાર થવાની વાત કરેલી …
દરેક કુટુંબ માં બને છે તેમ જ મારા કુટુંબમાં પણ એક બીમારી મેહમાન થયેલી ..મારી દીકરીને કમળો થયો ..સામાન્ય તાવ ના ઉતરતા ..ડોક્ટરને વહેમ થયો કે કદાચ કમળાની શક્યતા છે ..તો પણ એક દિવસ રાહ જુઓ …શનિવારે સ્પષ્ટ કહેલું અને સોમવારે ટેસ્ટમાં ખરેખર કમળાનું નિદાન થયું ..સ્વાનુભવ આમાં હતો જ અને ડોક્ટરની સલાહ મુજબ દીકરીને સંપૂર્ણ આરામ અને ફળાહારની ટ્રીટ મેન્ટ ચાલુ થઇ ..આજે વિજ્ઞાન આટલું આગળ છે પણ આ રોગની દવા નથી શોધાઈ … એ પણ અજબ છે …માત્ર ગ્લુકોઝ ચઢાવી શકાય ..ખેર વાત એની નથી …
મને પોતાને કમળો હતો ત્યારે ડોક્ટરની તમામ વાતો ગણકારી નહોતી શકાઈ ..કેમ કે મારે માથે આખા ઘરની જવાબદારી હતી ..પણ જયારે સંતાનની વાત આવે ત્યારે પણ મારી કોઈ પીડા ગણકાર્યા વગર બસ એની દરેક જરૂરિયાત ને સહજ અને કોઈક વાર થોડી સમજાવી કે ખીજાઈ ને દરેક વસ્તુ ખાવા આપવી ..ગલ્કાનો સૂપ અને દુધીનો સૂપ …એને ના ભાવતી તમામ વસ્તુ ને એક નવી રાંધણ પદ્ધતિ જેમાં તેલ ને ઘી મસાલો ના હોય એમ રાંધવાની એ પણ એક પડકાર બની રહ્યો …રક્ષાબંધન ,રાંધણ છઠ , શીતળા સાતમ , જન્માષ્ટમી કે હમણાં ગણેશ ચતુર્થી કોઈ તહેવારની ઉજવણી પણ નહિ …એક સંપૂર્ણ પરેજી વાળું અને મર્યાદિત જીવન …એક નવીન અનુભવ ..સમજી શકાય કે કશા વગર સાદું જીવન પણ જીવી શકાય છે સારી રીતે જીવી શકાય છે …અહીં લાગણી છલોછલ હોય છે …એક સામીપ્ય હોય છે ..ભણવા માટે જુદા રૂમ માં પુરાઈ રહેતી દીકરી કોલેજ જતી રહેતી દીકરી બસ મારી નજર ની સામે જ રહી ….દુખ માં પણ એક અજબ સંતોષ …દીકરીની કોલેજ જઈ તપાસ કરતા ખબર પડી કે પચ્ચીસ દિવસ થી કોલેજ ચાલુ થઇ ગઈ છે ..એક મહિના નો અભ્યાસનો બેક લોગ ….
પણ વાત એ છે કે જયારે વ્યક્તિ પાસે કોઈ હેતુ સામે હોય ..એક કોઈ પણ રીત નો પડકાર સામે હોય ત્યારે તેની સાથે ભગવાન અદ્રશ્ય રીતે ઉભો હોય છે ..તેને શારીરિક પરેશાનીથી કોઈ મતલબ રહેતો નથી ..સમય ભાગવા માંડે છે …ત્યાં કોઈ સાહિત્ય કોઈ શબ્દ કોઈ વિવેચન કોઈ એહસાસ નથી રહેતો ….બસ ફક્ત ગીતાનો કર્મ યોગ રહે છે …ત્યાં શરીર નો થાક નથી રહેતો પણ મન થાકી જાય છે ..ત્યાં કોઈને હરાવવાની જિદ્દ હોય છે ..ત્યાં કોઈનો મજબુત ખભો અને કોઈનો આપણા પોતામાં કોઈ અજબ નો વિશ્વાસ હોય છે ..અહીં ફક્ત માનવીય લાગણીઓ હોય છે ..અને બસ એક જ વસ્તુ કહું હો આવા નાના મોટા સંઘર્ષો નું નામ જ સાચું જીવન હોય છે …
ગઈ કાલે મારા આ સિવાય ના બીજા બે બ્લોગ જોયા તો ઇન્ડીબ્લોગર રેન્કિંગ સાવ તળિયે જઈને બેઠેલું ….ત્યારે ચેહરા પર સ્મિત આવી ગયુ ..અને અહીં વધારે ના લખવા છતાય રેન્કિંગ થોડું વધારે ઊંચું આવ્યું …..
પણ આ વાતનો મને સાચે કોઈ જ ફર્ક ના પડ્યો કેમ કે હું જીવન અને ભગવાનની કૃપાની સાવ નજીક હતી ……તમામ ઉતાર ચઢાવ થી ખુબ ઉપર હોય છે આ જિંદગી અને એનો અનુભવ ….આજે દીકરી કોલેજ ગયી ..

Advertisements

2 thoughts on “આ જિંદગી અને એનો અનુભવ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s