ONLY WOMAN’S SHOW….


આજે એક સ્ત્રીની વાત કરવી છે …હા અહીં જે વાત છે તે દરેક સ્ત્રીને એક સરખી તો લાગુ ના પડે પણ થોડી ઘણી અનુભવી તો હોય જ ..અને કદાચ એવું પણ બને કે પરિસ્થિતિમાંથી પસાર થઇ જરૂર હોય પણ એનો એહસાસ ના થયો હોય …
આનું નામ છે એકલતા …એક લતા કહીએ તો એ કોઈ લતા માટે કહેવાય પણ આ તો એકલતા જ છે …સ્ત્રીલિંગનું નામ છે એટલે એને સ્ત્રી સાથે મુકીને જોઈ લઉં …
એક બાળકી જન્મે છે …ત્યારે ગર્ભ માંથી દુનિયામાં પ્રવેશ વખતે એને એકલતા નો અનુભવ થાય છે …એ માં ને વળગી રહેવાના બહાના શોધે છે …ગર્ભમાં પણ દરેક બાળક એકલું જ હોય છે ને !!! એ જયારે પણ માંના પાલવ થી વછૂટે ત્યારે એકલી બની જાય ..એ રડે નહિ બસ એ આજુ બાજુ નજર ફેરવીને પોતાના એકલતાના કોઈ સાથીને શોધે …એક વસ્તુ થી લઇ એક તસ્વીર સાથે આઆઆઆ કરતી વાતો …પોતાના રમકડા સાથે એકલી ..મોટી થાય ત્યારે સખી મળે ..અને એ સખીઓ એકલતાને વહેંચી લે ..પોતપોતાની એકલતાને જોડે બેસાડી લગ્ન કરાવે ….પાંચીકા ,દોરડા ,ઢીંગલી પણ સખીત્વ ??? કોઈ પ્રાથમિક શાળા સુધી નો સાથ ,કોઈક માધ્યમિક ,કોઈ કોલેજ ,કોઈ નોકરી બધાને એક એક વળાંક પર વિદાય કરતી કરતી આગળ વધે પણ તોય વિચારજો એ એકલી જ છે ….
કહે છે સ્ત્રી બાળપણમાં પોતાના પિતા અને ભાઈ ના વર્ચસ્વમાં …જુવાની પતિ અને બુઢાપો પુત્ર સાથે એના વર્ચસ્વમાં વિતાવે ….પણ આ બધા પુરુષ પાત્રોને એ એકલા નથી પડવા દેતી ..એમની એકલતાને ભરી દે છે અને એ પણ ભુલાવી દે છે પોતે એકલી છે …
જુવાનીને ઉંબરે પિતૃગૃહે થી વિદાય થતા એ ફરી એકલી પડે છે ..નવી પાટી માં નવેસર થી એકડો ઘૂંટે છે ..અહીં પણ એ પતિના સંસારને ભરી દે છે એની અર્ધાંગીની બની …પણ તોય જેને કદાપી અનુભવી નથી શકતી એ એકલતા એની સાથે ચાલે છે …પતિ રોજી પર વિદાય થાય બાળકો ભણવા ત્યારે એમના સંસાર ની ગાડી સરળતાથી ચાલે એનો સામાન ભેગો કર્યા કરે છે એ પણ એકલી જ હોય છે ને …વાસણ કપડા કચરા પોતા રસોઈ બધા કાર્યને ટાઈમ ટેબલથી ચલાવ્યા કરે ..એને કદાચ પોતાની એકલતા નો એહસાસ થતો નથી …પોતાના પ્રિયતમ પતિ કે બાળકોના સ્મિત જોઇને એને આવો વિચાર જ નહિ આવે કદાચ …..અને એણે ક્યારેય આ બાબતે વિચારવાની ટેવ કોઈને પાડી જ નથી …એટલે એનું અસ્તિત્વ પડછાયો બની ચાલ્યા કરે છે અને એ હમેશા એકલો હોય છે …પણ પોતાને કોઇથી જોડાયેલો જોઇને ખુશ રહે છે …
વાત કામ કરતી કે ગૃહિણી હોય એવી સ્ત્રી માટે એકસમાન છે ..ભીડ મેં અકેલા …
બાળકો મોટા થઈને પોતાને રસ્તે જાય પતિ પોતાના ધંધા વ્યવસાય માં ગળાડૂબ હોય ત્યારે જીવનના બપોર જેવી એકલતા સ્ત્રીને અનુભવાય છે ..લાગે છે એની સાથે કોઈ નથી ..કોઈને એની પડી નથી ..કોઈ એની સામે જોતું નથી …અહીં બપોર એટલે કહી છે કે દરેક સ્ત્રી ચાહે કામકાજી હોય કે ગૃહિણી બપોરે એક ચોક્કસ સમયે એ થોડી નવરી પડે છે ..ઓફીસ માં લંચ કહે અને ઘેર એને થોડું આડે પડખે સુવું કહે ….
બસ આ જ સમય છે જ્યાં તે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી નાખે ..પોતાની એકલી ક્ષણો ને ભરી દે …મતલબ કે પોતાની કંપની પોતાની જાત ને આપે ..પોતે પોતાને ઓળખે ..પોતે જ પોતાનું મૂલ્યાંકન કરે …અહીં ઘણું બધું બગડી ગયેલું સુધારી શકાય ….અહીં કોઈ પેઈન્ટીગ બનાવાની કે કવિતા લખવાની વાત નથી પણ કૈક એવું જે પોતાને પ્રિય હોય ….બટાકા પૌવા ઘરમાં કોઈને ભાવતા નથી એટલે બનાવાનું છોડી દીધું છે …એક બપોરે ફક્ત પોતાને ભાવે છે એટલે એક ડીશ ફક્ત પોતાના માટે બનાવી આનંદ થી ખાવાની આ વાત છે ..પડોશની બહેનપણી પણ ભલે જોડાય …પણ વાત પેલી બટાકા પૌવાની છે …
વાત એ છે કે તમારી એકલતાનો એહસાસ એમને છે ??? જેની માટે તમે જીવન જીવવામાં ધન્યતા માની છે ….પતિને ગમતી હોય એ સાડી ભલે પોતાને ના ગમતી હોય તોય હસતા મોઢે પહેરી હશે પણ પતિને ના ગમતી હોય અને પોતાને ખુબ ગમતી હોય એ સાડી એક વાર તો પહેરવી જ જોઈએ …આ નાની નાની વાતો તમને એકલા નહીં પડવા દે …શું તમને ક્યારેય એહસાસ થયો છે કે તમે આવી એકલતા અનુભવી છે …તમે પુરુષ છો અને ભૂલથી આ લેખ વાંચી નાખ્યો છે તો તમે તમારી મમ્મી ,બહેન ,પત્ની ,પુત્રી ,ભાભી ની આવી એકલતા અનુભવી છે ???કોઈક વિરલાએ એને એ ઘુટન માંથી બહાર કાઢી છે ???
છેલ્લે એક ફિલ્મનું નામ કહું જેમાં આ વસ્તુ તેના હાર્દમાં કહેવાઈ છે …
પ્યાર તો હોના હી થા ….કાજોલ એના પ્રેમી પાછળ એનો પ્રેમ પામવા કઈ કેટલું કરે છે પણ પ્રેમી બીજી છોકરી પાછળ છે અને એની સતત અવગણના કરે છે ..કાજોલ તૂટી જાય છે …ત્યારે અજય દેવગણ એને કહે છે :તું એની પાછળ પાછળ જઈશ ત્યાં સુધી તે તારી કદર નહિ કરે પણ જે દિવસે તું એને મહત્વ આપવાનું બિલકુલ છોડી દઈશ ત્યારે જ તેને આ વાત સમજાશે …
અને આ વાત તમને અને મને બધાને લાગુ પડે છે …

Advertisements

5 thoughts on “ONLY WOMAN’S SHOW….

  1. મારા મનની વાત કહી તમે. મને પણ મારા બ્લોગ પર આવું જ કઈ લખવું હતું જેના માટે મારાથી શબ્દો નહોતા ગોઠવાતા. આવી જ કોઈ લાગણીને વશ થઈને બ્લોગજગતમાં પગરણ કર્યું હતું…..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s