તમે તમને ઓળખો છો ???


તમે તમને ઓળખો છો ???
બસ આ રેપીડ ફાયર રાઉન્ડ જેવા કેટલાક સવાલો …
1. તમે આજે કેટલા વાગ્યે ઉઠ્યા ???
2.આજે સવારે વાંચેલા છાપાની હેડ લાઈન શું હતી ??? (જોયા વગર કહો )
3. તમે પહેલો સંવાદ કોની સાથે કર્યો ???
4.ગઈકાલે તમે કયું શર્ટ પહેરેલું ???
5. ગઈકાલે તમને કઈ પળે સૌથી વધુ આનંદ અને ગુસ્સો આવ્યા હતા ???
6.તમારી પત્ની કે મમ્મી એ આજે કયા રંગનો ડ્રેસ પહેર્યો છે ???
7.તમે એક સંતાનના પિતા છો તો આજે તમારા સંતાનની શાળામાં કઈ વિશેષ પ્રવૃત્તિ થવાની છે ?? એ વિષે તમારા સંતાને કોઈ વાત કરી છે ???
8.તમે ખુલ્લા આકાશમાં ઉડતું પક્ષી કે રસ્તે ચાલતી ગાય કે પછી બારીની બહાર હેતુ વગર કેટલી વાર જોયું ???

બહુ નકામા લાગતા આ સવાલો જ તમારી જાતને માપવાની ફૂટપટ્ટી છે …ઘણી વાર પતિ/પત્ની સાથે બહાર જાઉં થોડી વાર કદાચ છુટા પાડીને ભીડ વાળા રસ્તા પર શોધવાના હોય ત્યારે મગજ કસવું પડે છે કે આજે એણે શું પહેર્યું છે ???મોટી ઉંમરના સંતાન હોય ત્યારે એમની સાથે ઘેર સાથે બેસીને મિષ્ટાન્ન આરોગ્યું હોય અને હસતા હસતા એક લાંબુ ચાલે એવું ડીનર સેશન ક્યારે કર્યું એ યાદ કરવું પડે છે ….અરે ટીફીનમાં કાલે કયું શાક ભરીને ઓફિસે ગયેલા એ પણ યાદ કરવું પડે છે …
તો પછી આપણે ફટ દઈને કઈ વસ્તુઓ યાદ આવી જાય છે ??? કે પછી આંખ આગળ તરવર્યા કરે છે …મોટેભાગે રીઝર્વમાં આવેલા વેહિકલ માં પેટ્રોલ ભરવાનું ,આજે ઓફીસ માં મોસ્ટ અરજન્ટ કામ કરવાનું ,સાંજે રીસેપ્શનમાં જવાનું ,પ્રેજન્ટેશન બનાવાનું , શાક લાવવાનું ,અનાજ દળવાનું ,છોકરાને શાળાએ થી આજે વહેલા છૂટવાનું છે એ વાત , પીન્કીને પીકનીક માં સેન્ડવીચ લઇ જવાની છે તો તાજી બ્રેડ લાવવાનું ભૂલતા નથી …કશે ફરવા ગયા તો જુદી જુદી જગ્યાએ પોઝ મારીને ફોટા પાડવાનું અને કેવી ગમ્મત કરી એના ખાસ ફોટા પાડવાનું નથી ભૂલતા …પણ નદી કાંઠે પેલા કાળા પથ્થર પર થઈને આ પાર પેલે પાર જઈને કૈક છીપલાં વીણવાનું ભૂલી જઈએ છે …
અને સૌથી અગત્યની વાત તો એ છે કે આ બધા કામ આપણે ઘડિયાળને કાંટે કરીએ છીએ …અરે પાંચ વાગી ગયા ..હવે સુર્યાસ્ત જોવા રોકાવાય એમ નથી ..હાઈવે પર ટ્રાફિક જામ હશે અને પેલા હાઈવે ના ઢાબા પર ભીડ થઇ જશે તો બીજા બે કલાક ત્યાં રાહ જોવી પડશે …એવી રીતે કહીએ જાણે અઠવાડિયે એક વાર તો અહીં આવીએ જ છીએ ..અને ખરેખર તો આ પ્લાન પુરા બે વર્ષે પૂરો થયો છે ….
બસ આજ છે તકલીફ …કે અનાયાસે હંસતી રમતી અને ગમતી પળોને આપણે પાસે નથી આવવા દેતા એને થોડી વધુ વાર શક્ય હોય તો પણ રોકાવા નથી દેતા …પેલા ટ્રાફિક જામ થી ગભરાઈને આ એકાંત શાંતિ અને આનંદને સમય પહેલા સુવાડી દઈએ છીએ ….એટલે જ પછી મજા નથી રહેતી ..તાજ મહાલ જોવાની મજા એટલે આવે કે મીસીસ પટેલ પણ ત્યાં આવેલા અને એની વાતો સાંભળેલી એને હવે આ ફોટા બતાવીને કહેવાશે કે અમે પણ ગયેલા હો !!! પણ તાજની બીજી બાજુ એ પ્રદુષિત યમુના નદીને કિનારે થોડી વાર ઠંડા આરસપહાણ પર બેસીને ગરદન ઉંચી કરીને ઉપર ગુંબજ તરફ જોવાની …ત્યાંની નક્કાશી જોવાની કે બસ ઈતિહાસ માં કોઈ ગાઈડ ની વાણી પર નહિ પણ એમાં શાહજહાં અને મુમતાઝની કબર જોઇને એમને થોડી ક્ષણો માટે કલ્પનામાં જોઈ લેવાની યાદ કરવાની તસ્દી નથી લેવાતી …સોરી યાર આવું તો આપણે શીખ્યા જ નથી ને !!!સ્કુલ -કોલેજ -કોચિંગ ક્લાસ …???!!! 😦
થોડો સમય જાત સાથે વિતાવીએ તો આ બધું યાદ રહે …બસ આ વાતો સાઢા ત્રણ મિનીટ માં ડાયરી માં લખી લો ..અઠવાડિયા પછી તમને કોઈ પણ પ્રયત્ન વગર એ બધું યાદ રહેવા માંડશે અને નિશ્ચિત સમયાંતરે એને ફરી વાર વાંચો ત્યારે તમને તમારી ભૂલો દેખાઈ આવશે ..એટલે ભૂલો સુધારી પણ શકાશે ….એટલે કોઈ સ્ટ્રેસ નહિ રહે ..નવી રીતે જીવતા શીખી શકશો …અને આમાં ક્યાં કોઈ વેદ ભણવાના છે ??બસ નાનકડી વાતો યાદ રાખવાની છે ….!!! 🙂 🙂
છે ને સાવ જરા અમથી વાત ..અને મોટા સુખ સુધીની કેડી !!!! 😀 😀

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s