થેંક યુ કહેજો બસ …!!!!


” સર ભરતીનો સમય છે એટલે નિમણ નદીનું પાણી દરિયા માં જતું નથી …અને એમાં આપણા શહેરની વસુધા નું પાણી બેક મારે છે …અને આશુ ડેમ ના દરવાજા નહિ ખોલીએ તો નુકસાન થશે ….” આશુ ડેમના દરવાજા ખુલી જાય છે …
બે કલાક પછી :
શહેરની મધ્યમાંથી વહેતી વસુધા ભયજનક સપાટી ઓળંગી ચુકી છે …હવે પાણી શહેરના પુલ ઉપરથી પસાર થવાની તૈયારી છે …શહેરના ઇતિહાસના પાછળના વર્ષોનો ઈતિહાસ કહે છે કે આ રાજ્ય ના ધમરોળતા વરસાદ અને આ સ્થિતિ શહેરને 2005ના પૂર કરતાય બદતર સ્થિતિ માં મૂકી દેશે એ નિશ્ચિત છે …કલેકટર કચેરીમાં તમામ તંત્ર ના ઉચ્ચ અધિકારીઓ ના ચેહરા પર નર્યા ચિંતાના વાદળ છવાયેલા છે …
આખરે નિગમે કહ્યું જે ચીફ એન્જીનીઅર છે : સર આપણે આશુડેમ ના ત્રીસ દરવાજા સાડા સાતે બંધ કરી દઈએ …છ કલાક પછી દરિયા માં ઓટ આવશે એટલે થોડું જોખમ લેવું પડશે અને જો ડેમને નુકસાન થાય તો તે આટલું જ હશે …આ શક્યતાઓ છે …
ડેમના દરવાજા બંધ થયા …નદીની સપાટી વધતી અટકી ગયી ..શહેરના બંધ કરાયેલા ચાર પુલ માંથી એક કલાક પછી ત્રણ પુલ ખોલી દેવામાં આવ્યા …રાત્રે એક વાગ્યે આશુડેમના દરવાજા ફરી ખોલવામાં આવ્યા ..અને અઢી વાગ્યે ઓટ આવવાથી નિમણ નદીનું પાણી દરિયા માં જતા વાસુધાનું પાણી નિમણ માં જવા લાગ્યું અને પાણી સ્થિર થયું ..અને ખુબ ધીમો પણ ઘટાડો નોંધાયો ….
આ એક સત્ય હકીકત છે …ફક્ત નામ જ જુદા આપ્યા છે …ક્યારેક જીવનમાં ગણતરીના જોખમ ખેડવા પડે છે એ પણ જેમના માથે સૌથી મોટી જવાબદારી હોય એને …પચાસ પચાસ ટકા  ચાન્સ હોય છે …પણ પુરા જ્ઞાન સાથે પુરેપુરી શક્યતા સાથે જોખમ ખેડીએ તો કદાચ હિંમતે મર્દા  તો મદદે ખુદા એ પણ આવવું જ પડે છે ….
આ પરિસ્થિતિમાં નીલ્પાની ઊંઘ હરામ થઇ ગયેલી ..એની દુકાન નીચાણ વાળા વિસ્તાર માં હતી …પહેલા બે વાર એની દુકાનમાં આઠ ફૂટ પાણી ઘુસી ગયેલા અને એક લાખ જેટલું નુકસાન બેઉ વખતે થયેલું …આ વખતે પરિસ્થિતિ તો પહેલા બે વખત કરતા પણ વિકટ હતી …એટલે પુર નિશ્ચિત હતું …જુવાનીમાં તો નોકરી હતી એની એટલે આર્થિક સ્થિતિ માં બહુ ફર્ક નહોતો પડ્યો …પતિદેવે પણ થોડી વધારે મેહનત કરી મામલો ઠેકાણે પાડી દીધેલો …કોઈ વાર ખોટ પણ ખમવી પડેને !!! પણ આ વખતે વાત જુદી હતી …શરીર બહુ સાથ નહોતું આપતું …રાત્રે બે વાગ્યે ઘરની બાલ્કનીમાં જઈ એ અસહાય બની આકાશમાંથી અવિરત વરસતા વરસાદ ને જોઈ રહી હતી ….અપલક …!!! દીકરીના દિવાળી પછી લગ્ન છે …અને વધારાનો બધો માલ પલળીને બગડી જશે ….!!!
બીજે દિવસ છાપું પણ ના આવ્યું ….બેચેની સમજી શકાય એવી હતી …
પણ શહેર બચી ગયું …નીલ્પાના સપના બચી ગયા …..નીલ્પા અને એનો પતિ ખુબ પ્રમાણિક …ભગવાનથી ડરીને ચાલવા વાળા ..પણ નસીબ બે ડગલા હમેશા આગળ જ ચાલે …
શું લાગે છે …તમને પૂછું છું …તમને નથી લાગતું કે સર્વશક્તિમાન ભગવાન છે ???!!! કોઈકની મૂંગી આજીજી પૂરી કરવા આજે પણ કૃષ્ણ આવે છે ???!!! ચીફ એન્જીનીઅર નિગમ સ્વરૂપે અને એક આખા શહેર ને આફતમાંથી ઉગારી લે છે !!!! કદાચ દાવ ઉલટો પડત તો એ નોકરી માંથી હાથ ધોઈ નાખત …પણ ક્યારેક આવી વસ્તુમાં માનવું પડે છે કે ભગવાન છે।।।અહીં જ છે …અને કસોટીને પેલે પર એક સ્મિત છે …. ડરો નહિ બસ હિંમત થી કાર્ય કરો …જીત તમારી થશે …બસ એક વાર ભગવાનને થેંક યુ કહેજો બસ …!!!!

Advertisements

One thought on “થેંક યુ કહેજો બસ …!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s