આ નાનકડી કેડી છે ….


ચાલો આજે એની મુલાકાત કરીએ ..જાણીતી છતાય પોતાના માટે અસ્વીકાર્ય અને બીજા માટે સ્વીકાર્ય છે ..પોતાનામાં અસ્તિત્વ હોવા છતાય એનો સ્વીકાર શક્ય નથી …આ બેન નું નામ છે ઈર્ષ્યા !!!!હા સ્ત્રીલિંગ છે એટલે બેન કહી …અને એની “ભાઈબંધી ” પણ સ્ત્રીઓ સાથે વિશેષ છે ..કદાચ એવું પણ હોય કે સ્ત્રીઓ બિલકુલ નિખાલસતાથી લાગણી વ્યક્ત કરે છે એટલે એનો સંબંધ જોડાઈ ગયો છે એની સાથે …
એ બાજુ વાળા પન્નાબેન આ વખતે એલ જી નું માઈક્રોવેવ લાવ્યા ..રોજ નવી નવી ડીશ બનાવે છે …પેલા રાગીણીબેન તો ઈમ્પોર્ટેડ લાવ્યા …આ દિવાળીએ મારે પણ જોઇશે …અને પતિ ક્યાંયથી પણ જોગવાઈ કરી માઈક્રોવેવ લાવે છે …અને ત્રણ મહિનામાં સોળ ફ્લેટ ધરાવતા આ એપાર્ટમેન્ટમાં આઠ ઘર માં માઈક્રોવેવ આવી ગયા ….આ તો ફક્ત ઉદાહરણ છે ..જેને સીધીસીધી ભાષા માં દેખાદેખી જે ઈર્ષ્યાની કુખે જન્મ લે છે ….મારે કોઈ થી નીચા દેખાવું નથી ….તમાચો મારીને ગાલ રાખવાની વૃત્તિની ગંગોત્રી એટલે ઈર્ષ્યા …
આનું સાચું કારણ તો આત્મવિશ્વાસ નો અભાવ અને અસંતોષનું પોષણ …
હું મારા જેવો કેમ દેખાવા નથી માંગતો એ સવાલ તમે ક્યારેય પોતાની જાતને પૂછ્યો છે ????જેવો છું કે જેવી છું એ હું જ છું ..અને એકમાત્ર હું જ ..ના અહીં વાત અહંની નથી …હું ગણિતમાં નબળી છું પણ ચિત્રકામમાં કેટલાય ઇનામો જીતી શકી છું ..કદાચ આખી શાળામાં સૌથી વધારે …પણ એન્જીનીયર બનીને સારી કમાણી કરવા મારે ગણિત પાક્કું રાખવું પડશે …રાહી પણ એન્જીનીયરીંગ કરવાની છે …મારે પણ એ જ કરવું છે ….એટલે પીંછી સાથે નો પ્રેમ છોડી કહેવા ડો કે નૈસર્ગિક પ્રેમ છોડી ગણિતની પરાણે પ્રીત કરવાની આ રીત છે …બસ અહીં જ પંચાણું ટકા લોકો જાત સાથે સમાધાન કરવા માંડે છે …હવે એ નૈસર્ગિક કળા તો છે નહીં એટલે સાથે ચાલતા લોકોનો દેખાવ કાર્યશૈલીની નકલ કરીને આગળ ચાલે છે …બીજા સાથે સતત સરખામણી કરતા કરતા ઉદભવે છે તે કદાચ પાછળ પડી જવાશે તો !! એની અસલામતીની હીન ભાવના …અહીં થી આત્મવિશ્વાસને લૂણો લાગવા માંડે છે …અને સ્પર્ધાને નામે ક્યાંકથી શરુ થાય છે ઈર્ષ્યા ….સ્પર્ધાકીય ભાવ અને ઈર્ષ્યા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે …સ્પર્ધામાં જીત ને હાર નું તત્વ હોય છે ..અને હારવાથી શરુ થાય છે હીનભાવનાની શરૂઆત ..અને અહીં આપણે જ આપણી જાતને કોસીએ છીએ …
આની પ્રતિક્રિયા બે રીતે હોઈ શકે : એક તો વધારે મહેનત કરી પોતાનો દેખાવ સુધારવો અથવા બીજાની અદેખાઈ કરી એને સતત ઉતારી પાડવાની વૃત્તિ …ક્યાંક સામી વ્યક્તિ સમજી શકે છે ક્યારેક તો એને આનું કારણ પણ ખબર નથી પડતું ..અને કારણો આપવામાં આવે તો તે સાવ ક્ષુલ્લક હોય અથવા કહેવા બીજુ માંગતા હોય અને કહે બીજું !!!!
જોયું તમે ??!!! એક વાત ક્યાંથી ક્યાંય નીકળી ગયી ..એક વ્યક્તિ શું હોઈ શકતી હતી અને શું બની જાય છે …સમસ્યા એ જ બની ગઈ છે કે આપણે બધાને પ્રમાણિક થવા માટે પોતાની જાત સાથે પ્રમાણિક નથી રહી શકતા …સમાધાનોના પાયા પર બાળપણથી આપણી જીવન ઈમારત ચણાતી જાય છે …
હવે ચિત્રકામમાં હોશિયાર બાળક નાનપણથી એ જ રસ્તે દેશવિદેશના ઇનામો જીતીને ખ્યાતિપ્રાપ્ત કરે છે …એ કદાચ ડીગ્રી ભલે ના લે પણ પોતાનું આંતરમનનું અજવાળું લઈને જીવન પ્રજ્વલિત જરૂર કરી શકે …પહેલો એમ બી એ સફળ થઇ ગયો એટલે સમાજના આખેઆખા ટોળા એ રસ્તે ચાલ્યા ..એક ઓસ્ટ્રેલીયા જઈને ભણ્યો એટલે દેવું (બેંક લોન ) લઈને આખે આખા ટોળા ત્યાં જવા માંડ્યા …
સરવાળે શું થયું હવે ગ્રેજ્યુએટ થી વધારે એ લોકો મળવા માંડ્યા ..અને અર્થશાસ્ત્ર નો નિયમ છે માંગ કરતા પુરવઠો બહુ વધી જાય તો વસ્તુ સસ્તી થઇ જાય …
પોતાનો દેખાવ હોય કે પોતાનો વિચાર …ભલે બુદ્ધિજીવી લોકો એને સામાન્ય એવરેજ છે એવું પ્રમાણ આપે તો ડરો નહિ …જેવો છે એ પોતાનો છે ..આપણા વ્યક્તિત્વનું અભિન્ન અંગ છે …અને એટલે જ એ સારો છે ..આ વસ્તુ નાનકડી છે પણ અજમાવશો તો તમારો આત્મવિશ્વાસ તો વધશે જ પણ તમે તમારી જાતને પ્રેમ પણ કરી શકશો …
કોઈ જ્ઞાની વ્યક્તિ કહી ગયા છે : તમારે લોકો પાસેથી સમ્માન ની અપેક્ષા હોય તો તમારે પોતે પહેલા પોતાની જાતનું સમ્માન કરવું જોઈએ ..જો બીજા સાથે મિત્રતા કેળવવી હોય તો પોતાની જાત ના પહેલા મિત્ર બનવું પડે ….
આજના યુગની સ્ટ્રેસ વાળી જિંદગીમાંથી થોડી હળવાશ અનુભવવા માટે આ નાનકડી કેડી છે ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s