હાશ ..દિવાળી ગઈ …….


DSCN0653 copyગુડ બાય …આવજો ..કભી અલવિદા ના કહેના …… આ તો હું દિવાળી ને કહી રહી છું ….
હાશ ..દિવાળી ગઈ ……. નિરાંત નો પહેલો શ્વાસ લઉં છું હું બેસતા વર્ષની સાંજે …. દર વર્ષે …
ચાલો હવે આજે જેટ લેગ પૂરો થયો દિવાળી નો તો થોડું યાદ કરી લઉં કે હું નોર્મલ દિવસો માં શું શું કરતી હતી …
અલગ હતી આ વખતે ઉજવણી થોડી અલગ હતી …પેલા ઘાયલ અને કણસતા મઠીયા ચોળાફળી ની વાતો વાંચીને મારા માંહ્યલા માનો દયાળુ જીવ જાગૃત થયેલો તો આ વખતે એમને કનડ્યા નહીં …કશું બનાવ્યું જ નહીં …..ઘેર આવે એને ફ્રેશ નારંગીનો રસ તરત જ કાઢીને આપવાનો અને સાથે મોં મીઠું કરવા ખજૂરના લાડુ.બસ …. આઠેક મહિના થી ઘરનું તમામ કામ એકલા હાથે કરતા સાફ સફાઈ કરતા અનુભવ્યું કે સ્વાવલંબન નો સ્વાદ શું છે .કોઈની રાહ જોયા વગર પોતાની અનુકુળતા એ કામ કરવાની ખરી મજા .અને કામ પણ પેલા અવલંબન કરતા ગુણવત્તાની દ્રષ્ટીએ વધારે સારું .કામ પૂરું થતા થાકની સાથે આવેલો સંતોષનો ઓડકાર પણ સ્પષ્ટ સંભળાયો …
સ્વની બહારની જિંદગી જીવવાની મજા પડી જાય…….. કાનના ખોટા બુટીયા , માટી લાખના હાથ માં પહેરાય એવા કડા ,માથાનું બોરીયું ,ક્લચ આવી આવી પરચુરણ વસ્તુ નું શોપિંગ દીકરી માટે ઘર પાસે કરતા કરતા એની સાથે સમય ગુજારવાની મજા ..કૈક નવું લાગ્યું ..
રાત્રે દીવા અને રંગોળી એ મારી દિવાળીની વ્યાખ્યા છે …. નવી નવી સ્ટાઈલ માં એલ ઈ ડી બલ્બથી રાતને શણગારતા મારા પતિદેવ !!!! લાગતું હતું ઘર નામના દેશમાં ત્રણ રાજ્યના નાગરિકો શ્વસતા હતા …..
ફટાકડા ઘણા ઓછા ફૂટ્યા હોય એમ લાગ્યું ( મોંઘવારી માસીના રાજ્ય માં મધ્યમ વર્ગ રૂંધાતો હતો અસ્થમા ના દર્દીની જેમ જ સ્તો !!!) …. નવા વર્ષે મુહુર્ત માટે જતા મોબાઈલ સ્વીચ ઓફ કરીને જવાથી આઝાદી શું છે તેનો અનુભવ ( મારા માટે સારો પણ મારા સ્નેહીઓને અન્યાયકર્તા કહેવાય નહીં ???!!! ) મજાનો રહ્યો ……બહુ વહેલા (સવારે સવા સાત ના શુમારે ) મંદિરે ગયા ત્યારે એહસાસ થયો કે આજે એક સામાન્ય દિવસ છે કે પછી ખરેખર નવું વર્ષ બેસી ગયું ????? બિલકુલ ભીડ નહીં .એકલદોકલ દર્શનાર્થી ….!!! ભગવાન ને ખુબ નજીક થી સાલમુબારક (ધક્કામુક્કીની મજા વગર.. 🙂 )કર્યા …..બોલો બીજું મુહુર્ત મોડું હોય તો ભગવાનને નમન કરવાનો સમય પણ મોડો ??? 😦 બધું સગવડીયું . 😛 ) …………
દિવાળી સુધી કાળા માથાના ( ડાઈ કરેલા પણ સામેલ 😛 ) માનવીઓનો મેળો ….અને બસ પછી નવા વર્ષની બપોર કે ત્રીજની રાત્રે નિરાંતનો શ્વાસ લેતી સડકોને   સંતોષ ભરી નીંદર માણતી નિહાળી …..એ પણ આટલા બધા દિવસો અને રાતો  વેહિકલ નો ભાર ઊંચકીને , ઊંચા ડેસીબલ નો કોલાહલ સાંભળી કંટાળેલી ….
દર વખતે તો પાસ પડોસ માં બધા ગામડે કે વતન જાય ત્યારે સુનું લાગતું ….પણ આ વખતે આ શાંતિ બહુ જ ગમી …. બીજ ને દિવસે લીફ્ટ પણ પૂર્ણ આરામ ફરમાવતી હતી મારી જેમ જ …….હા આ વખતે મારે મેસેજ દિવાળી ,એફ બી વિશિઝ અને ફોનીંગ વાળી ખોટા ખોટા ફોર્માલીટી ડીજીટલ દિવાળી નહોતી મનાવવી …. મારે માટે કોઈને વ્યક્તિગત મળવું એ મહત્વનું અને આનંદ દાયક છે અને મને મળવા વ્યક્તિગત કોઈ આવે એ દિલની ઈચ્છા રહેશે …  પીપડા ભરાય એટલા બધા નહિ પણ મુઠ્ઠી માં સમાય એવા સાચકલા સંબધોની આશા હતી ……. હવે ભવિષ્યના મહારોગો થી બચવું હોય તો આ શરુ કરવા જેવું છે …. આ રસી કોઈ પણ ઉંમરે મુકાવી શકાય છે અને હાર્ટ એટેક ,ડીપ્રેશન ,ડાયાબીટીસ , અલ્સર , એકલવાયા પણું જેવા મહારોગો નો અકસીર ઈલાજ છે ……
તો ચાલો આ વર્ષે મોબાઈલ -નેટ -ફેસબુક -વ્હોટસ એપ ની ભીડ માં જગ્યા કરી માનવીય સંબંધોના ખાટા મીઠા સ્પર્શનું સ્વાગત કરીએ …..
😀 😀 😀

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s