પોસ્ટ બોક્સ # 282 = પોસ્ટ બોક્સ # 488 ..


સાહિત્યસર્જકોના અને સાહિત્ય પ્રેમીઓના રસરંજનનો મહોત્સવ એટલે “રત્ન કણિકા “નામના માસિકનો દીપોત્સવી અંક .. શ્રેષ્ઠ નવનીત તરીકે પ્રમાણિત થયેલી કૃતિઓનો એક જ સ્થળે યોજાતો વાર્ષિક મેલો . બે માસ ને અંતે વાચકો પોતાના મત આપી શ્રેષ્ઠ કૃતિ ચૂંટતા ..શુદ્ધ સાત્વિક હરીફાઈને લીધે પ્રકાશિત થતાંવેંત જ તમામ અંક વેચાઈ જતા …
આ વખતે બિનહરીફ વિજેતા નીવડી નવલિકા ” રાત રાણી ” . એ લખાયેલી એક બાવીસ વર્ષીય લબરમૂછીયા યુવક કેવલ મહાપાત્ર દ્વારા … બધા મત “રાત રાણી “ને મળ્યા .માસિકના બાવીસ વર્ષમાં આ એક ઈતિહાસ સર્જાયો . કેવલનું પોસ્ટ બોક્સ # 282 રોજેરોજ ઢગલાબંધ પ્રસંશા પત્રો થી ઉભરાતું રહ્યું .અઢળક ઈ મેલ અને એસ એમ એસ તો જુદા …
કેવલે આજનું છેલ્લું કવર ખોલ્યું .
” કેવલ ,
” રાતરાણી ” વાર્તા વાંચી . એક બેઠકે સતત દસ વાર . દરેક વખતે નવા નવા અર્થ નીકળતા હોય એમ લાગ્યું . પ્રીઝમ ને ભેદીને નીકળતા સફેદ રંગમાં ઘોળાયેલા સાત રંગો જાણે …!!! માનવસ્વભાવના ઊંડા જાણકાર છો . કૃતિ માટે અભિનંદન .
શરૂઆતની આ કેડી પરથી સફળતા અને પ્રસિદ્ધિના સર્વોચ્ચ શિખરે પહોંચો એ શુભકામના ..
– વંદના”
ટચુકડા પત્રનું લખાણ મર્મસ્પર્શી લાગ્યું હોય એમ મર્માળુ હસી ઉઠ્યા કેવલના હોઠ .વંદનાએ પણ પોતાના સરનામાં ને બદલે પોસ્ટ બોક્સ # 488નો ઉપયોગ કર્યો હતો . એવો જ ટચુકડો પ્રત્યુત્તર આપ્યો કેવલે …
“વંદના ,
ખૂબ નાનો અને શબ્દોની આંટીઘૂંટી વગરનો મનને સ્પર્શી જાય એવો આપનો પત્ર મળ્યો . હજારો સુગંધિત કાર્ડ્સ વચ્ચે સમય કાઢીને હાથે લખાયેલો પત્ર લેખક માટે અમુલ્ય ભેટ છે .
-કેવલ . ”
કાંડા ઘડિયાળમાં સાંજનો સાડા સાતનો સમય મિનીટ કાંટાને ઉપરની તરફ લઇ જવાની ઉતાવળમાં હતો . આઠ વાગ્યે ડૉ। રુસ્તમની એપોઇન્ટમેન્ટ હતી .કેવલ બાઈક લઈને નીકળી ગયો .ટેસ્ટ રિપોર્ટ્સ ની કોથળી આગળ લટકાવી દીધી .છેલ્લા દોઢ બે મહિનાથી આવતા અચાનક ચક્કરની માત્રા વધી જતા ડૉ . નરીમાન ના કહેવાથી આ ટેસ્ટ કરાવ્યા .ફેર ચકાસણી કરાવી પરંતુ હવે ડૉ . નરીમાન પોતાના સંતોષ માટે બીજા ત્રણ તજજ્ઞો પાસે મોકલી રહ્યા છે . ડૉ . રુસ્તમ એમાંના એક .બધા ડોકટરો હવે એક મત છે :સામે માત્ર ત્રણ થી ચાર મહિનાની જિંદગી શેષ છે …. બ્રેઈન ટ્યુમર …!!!!
સાકળચંદ અનાથાશ્રમ ,રાજકોટ માં જન્મના બીજા દિવસે પ્રવેશેલા આ શિશુ ને કેવલ નામ જમનાબા તરફ થી મળેલું . આમતો એના કુટુંબીજનો માં એક મેનેજર કૃપાશંકર અને બીજા જમના બા .પણ પ્રકૃતિદત્ત તેજસ્વીતાએ એને આજે દુનિયામાં એક ઓળખ અપાવી . સિદ્ધિ ,રિદ્ધિ અને પ્રસિદ્ધિ ત્રણેવ એના પર મહેરબાન …!!!!અમદાવાદની એક મલ્ટી નેશનલ કંપનીમાં સી ઈ ઓ “હતો ” …પણ આ નિદાને જાણે એનું જીવન બદલી નાખ્યું છે …કેવલે ખુબ વિચાર્યું અને એની ડાયરીઓ વિવિધ લખાણોથી ઉભરાવા માંડેલી …
એક અઠવાડિયા પછી બીજો પત્ર ….
“કેવલ ,
કેમ છો ?? જવાબ માટે ખૂબ ખૂબ આભાર .આ દોડતી ભાગતી હાંફતી જિંદગીમાં સમય તો સોના કરતાંય મોંઘો બની ગયો છે …સફળતા માટેની દોડ માં લોકો એક જ સમયબિંદુ પર એક સાથે કેટલાય કામ કરતા હોય છે .ત્યારે તમારા શબ્દો સાચા લાગ્યા …….
– વંદના .”
ક્યારેક કાગળ પર અંકાયેલા શબ્દોમાં પણ અદભુત ચુંબકીય ખેંચાણ હોય છે .ધીરે ધીરે આ બે પત્ર મિત્રો બનેલા પાત્રો વંદના અને કેવલ વાર્તાના આધારબિંદુ પર સર્જાયેલા પરિચય સેતુ પર આગળ ડગલા ભરતા ગયા ….
કેટલાક બીજા પત્રો :
” વંદના ,
તમારા શબ્દોમાં હું તમારા વ્યક્તિત્વને જોઉં છું .તમે કેવા લાગતા હશો એ કલ્પું છું .ક્યારેક ધીરગંભીર નદી જેવા હશો તો ક્યારેક ઉછળતા કુદતા ઝરણાં જેવા ….
હા ,એક સ્ફૂર્યો .આપણે એકબીજાને માત્ર નામ સિવાય બીજો કોઈ પરિચય નથી આપવો .માત્ર વિચારોની લેખિત આપ લે .બરાબર આઠ મહિના સુધી માત્ર પત્રો .બરાબર નવમાં મહીને રૂબરૂ મુલાકાત …
-કેવલ .”
લખ્યા પછી કેવલ પોતેજ ચોંક્યો !!! આઠ મહિના ????!!!
“કેવલ ,
મજાનો વિચાર …પણ તો … તો …લખાણો માં સંપૂર્ણ પ્રમાણિક થવું ઘટે …કોઈ કલ્પના વિહાર નહિ .જે છીએ જેવા છીએ એવું શબ્દાંકન …
-વંદના .”
===
” વંદના ,
ફેન્ટાસ્ટીક !!! અદભૂત … આજે મૂડ ઠીક નથી . મારા મિત્ર મયંકના છૂટાછેડા થઇ ગયા . ક્ષુલ્લક કારણસર .એકવાર ફરી ટકરાઈ ગયું એક સ્ત્રીનું કહેવાતું સ્વાભિમાન એક પુરુષના અહમ સાથે …. મારો પગાર તમારા કરતા વધારે છે .કમાણીમાં હિસ્સેદારી તો ઘરેલું જવાબદારીમાં કેમ નહીં ???શું લગ્ન પ્રેમ -હક્ક -જવાબદારી નું સંતુલિત સાયુજ્ય નથી ???? પ્રેમ ને લાગણીને આર્થીક ઉપાર્જન ની ક્ષમતા ગૌણ બનાવી દે ???
-કેવલ .”
===
“કેવલ ,
આ ભંગાણ તો પરિણામ છે જે ચોક્કસ આ પ્રેમના જ અભાવને લીધે વ્યક્તિને ભીતરથી કોરી નાખતું ડીપ્રેશન હશે જે રાજમાર્ગ છે સ્ટ્રેસનો ….. લવ આજ કલ જોયું ??? કારકિર્દીની ઉડાનમાં ઉંચે જતો માણસ પ્રેમની જરૂરીયાતને અવગણે છે અને અહમ ને જિદ્દ ને લીધે એનો સ્વીકાર કરવામાં પાછો પડે છે ….
વંદના …”
===
“વંદના ,
પ્રેમ વિશે શું માનો છો ?? એ થઇ જાય છે ?? યોગ્ય વ્યક્તિની રાહ જોવી પડે છે ??? કે પછી એક ભ્રમમાં જિંદગી પસાર થઇ જાય છે ???
-કેવલ ..”
આ બે ભાગ માં લખેલી નવલિકા છે ..જેનો બીજો ભાગ આવતી પોસ્ટમાં …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s