પોસ્ટ બોક્સ #282 =પોસ્ટ બોક્સ # 488 : ભાગ 2 ..


“કેવલ ,
પ્રેમ પર લખાયેલા તમામ પુસ્તકોને ઘોળીને પી જાઓ ,એને આધારે એક કાલ્પનિક વિશ્વની રચના કરો અથવા તો શોધવા જાઓ તો ક્યારેય ના મળે અને ઘનઘોર જંગલના ભેંકાર રસ્તા પર અનાયાસે સામે મળી જાય અને જીવનયાત્રાનો બાકી રહેલો માર્ગ સહ્ય બનાવી દે એ પ્રેમ …એને વ્યાખ્યા કે લક્ષણ ના પરિઘમાં બાંધી ને ના કરાય …
થાય ત્યારે ખબર ના પડે ,સાથે હોય તો કદર ના હોય અને ગુમાવી દીધા પછી જીવનરસ ઉડી જાય એને પ્રેમ કહેવાય …દિલથી થયેલો પ્રેમ જયારે દિમાગમાં ઉછરવા માંડે ત્યારે આ અંત હોય ….
-વંદના ….”
=======
“વંદના ,
આપણે હંમેશા બીજાઓની સમસ્યામાં જ કેમ ગૂંચવાયા કરીએ છીએ ?? જે વસ્તુ ,વિચાર ,વ્યક્તિ કે તર્ક આપણી જિંદગી ને સ્પર્શતો નથી એના માટે ઘણો બધો સમય કેમ આપીએ છીએ ???
-કેવલ ..”
===============
“કેવલ ,
આપણે આપણા ખુદથી ભાગતા હોઈએ છીએ એટલે જ આપણે એ ભૂલવા પોતાની જાત સિવાય બધા માટે સમય આપી દઈએ છીએ …
અને અહીં તો આપણે ખુદ વિષે કશું ના કહેવાની શરત પણ છે …
– વંદના …”
=============
કેવલ ખડખડાટ હસી પડ્યો …
કેવલ ચમક્યો …છ મહિના થઇ ચુક્યા હતા .આમતો અંકાયેલ સંભવિત આયુષ્ય રેખા ની અવધી સમાપ્ત થઈ ગયી હતી …હવે દરેક દિવસ બોનસ હતો …લેટેસ્ટ હજી પરમદિવસે કઢાવેલા રિપોર્ટ્સ પર નજર ફેરવતા ડૉ નરીમાન ના ચહેરા પર મૂંઝવણ નું જાળું રચાઈ ગયું : કેવલ ,મારી ચાલીસ વર્ષની પ્રેકટીસમાં પહેલી વાર જોયું કે છેલ્લા એક મહિનાથી લ્યુકેમિયા ના કેસમાં સ્ટેટસ સ્ટેબલ છે …બાકી તો આ તબક્કે તો ….????!!!
ખેર તમે પંદર દિવસ પછી ફરી ટેસ્ટ કરાવી લો …હવે તેઓ જોવા માંગતા હતા કે આ સ્થિરતા હંગામી છે કે ખરેખર કોઈ સુધારો છે ???
====
“વંદના ,
બે અઠવાડિયા થી પત્ર નથી ..સમય નથી કે પછી બીજી કોઈ સમસ્યા ??? મને સમજાતું નથી હું અધીર કેમ થઇ ગયો ???
-કેવલ .”
=========
“કેવલ ,
પપ્પા બીમાર હતા .. હોસ્પિટલ થી કાલે જ રજા મળી .
-વંદના .”
=============
વંદનાની સુની જિંદગી નો આ પત્રો સહારો બની ગયેલા .સંજીવનીનું કામ કરતા આ અનામ સંબંધ છ મહિના ઉપરનો સમય વીતી ચુક્યો હતો।
પંદર દિવસ પછીના ટેસ્ટ રિપોર્ટ્સ જોઇને ડોક્ટરનું મો ખુલ્લું જ રહી ગયું …!!! કોઈ શક્તિશાળી અકળ પરિબળ તો જરૂર હતું જેને કેવલની તબિયત માં ચમત્કારિક સુધારો કર્યો હતો … ઈ કોન્ફરન્સ માં વિદેશી તજજ્ઞો પણ સંમત હતા .
=====
આઠમાં મહીને ….
“કેવલ ,
આજની રાત અજંપા માં વીતી ..
વંદના માહ્ત્રે ,
7, રાઉત વિલા ,
માલ રોડ ,
મસુરી ,જિલા :દહેરાદુન। ..
પહાડોની રાણી મસુરીમાં મારા ઘેર આપની મેહમાન ગતિ કરવા હવે અતિ આતુર …
– વંદના …”
=====
“વંદના ,
કેવલ મહાપાત્ર ,19,નયનેશ હાઉસ ,રાજ્સીધ્ધી એપાર્ટ મેન્ટ પાસે ઉસ્માન પુરા ,અમદાવાદનો આ રહેવાસી બરાબર ચોથે દિવસે આપને રૂબરૂ મળશે . દિલ્હી એક દિવસનું રોકાણ છે …
-કેવલ .”
====
ચાર દિવસ પછી 7,રાઉત વિલાની કેવલે ડોર બેલ વગાડી ત્યારે એક પચાસેક વર્ષની વયની મહિલા એ બારણું ખોલ્યું . વાળમાં આછી સફેદી ,સમપ્રમાણ ઉંચાઈ અને બાંધો ,સોનેરી ચશ્માં ,જાજરમાન વ્યક્તિત્વ માથા પર મોટા લાલ ચાંદલા થી ઓર દીપી ઉઠતું હતું ..
“કેવલ ???? 🙂 🙂 ”
” હા ,વંદના ??? 😀 😀 મને એમ કે તમે મુંબઈ જેવા મહાનગરના પચીસેક વર્ષના સાહિત્ય રસિક હશો। ..”
“અને મને એમ કે તમે 50-55ના ધીર ગંભીર પ્રૌઢ હશો …!!!કદાચ પોતાના ધ્યેય થી વરેલા અને અપરિણીત … 😀 !!! ”
કેવલે તર્ક કર્યો :કારણ આપણું લખાણ ક્યાંય આપણી વાય ને સ્પર્શતું નહોતું !!!
વંદનાએ કેવલનો પરિચય પોતાના પતિ અને સાસુસસરા સાથે કરાવી .વંદના અને તેના પતિ નિ :સંતાન હતા। .. પણ દુઃખી નહોતા … વંદનાએ પોતાનું માતૃત્વ પોતાની પ્રાથમિક શાળાના બાળકો પર ન્યોછાવર કરી દીધું હતું …સુધીર નો પ્રેમ સંતાન ના અભાવે જરાય ઓછો નહોતો થયો પણ ઊંડો થયો હતો …
કેવલે પોતાની કથા પૂરી નિખાલસતા થી કહી .પોતાની બીમારી વિષે પણ …
વંદનાએ ધ્યાનથી જોયું આટઆટલી પ્રતિકુળતાઓ છતાય કેવલ ખુબ જ ખુશમિજાજ રહેતો ..આનંદ ફિલ્મના હીરો જેવો …
બીજી સવારે ચાનો કપ લઇ વંદના કેવલના રૂમમાં ગઈ …દરવાજો ખુલ્લો હતો અને દરવાજા તરફ પીઠ રાખી કેવલ ટી શર્ટ કાઢી રહ્યો હતો …પીઠ પર ગોળ લાલ લાખું જોયું …તેનો હાથ માનો કપ ધ્રુજી ઉઠ્યો ..ખખડાટ થી કેવલે પાછળ જોયું અને વંદનાને પડતી બચાવી લીધી …
ત્રેવીસ વર્ષ પહેલા પોતાના કુટુંબ સાથે જતા એ ગોઝારી વરસાદની રાત્રે અમદાવાદ બાવળા હાઈવે પર એક કુંવારી યુવતીના જીવન માટે સૌથી આઘાત જનક ઝંઝાવાતી દુર્ઘટનાનું પરિણામ જે તેના કુટુંબી જનો એ રાજકોટના અનાથાશ્રમને હવાલે કરી દીધું હતું ..પોતે નિ :સંતાન નહોતી અને એનું પ્રમાણ હતો કેવલ ..
ત્યારેજ કેવલનો મોબાઈલ રણક્યો …એનો ચહેરો આનંદથી ખીલી ગયો। ….અહીં આવતા પહેલા છેલ્લા રિપોર્ટ્સ ડોકટરની કેબીનમાં મુકીને આવેલો એના મુજબ એ એકદમ સ્વસ્થ થઇ ગયેલો …હવે માત્ર બે મહિના ઓરલ ટ્રીટ મેન્ટ લેવાની હતી : બે ગોળીઓની ….કેવલ વંદનાને ભેટી પડ્યો :વંદના …… યુ આર માય લકી ચાર્મ ..!!!
પણ વંદના …કેવલના સુખદ ભવિષ્ય માટે રહસ્ય પરથી પડદો ઊંચકી ના શકતી ….એના માતૃત્વે મૌન ધારણ કરી લીધું …..
મસુરીથી વિદાય થતા બસની બારીમાંથી કેવલ છેક સુધી વંદનાને જોતા વિચારી રહ્યો હતો :આશ્રમના પુરાના આલ્બમ માં તેનો સૌથી નાનો ફોટો હતો તેમાં જમના બા સાથે તું જ હતી માં એ તને જોતા વેંત ઓળખી ગયેલો પણ તારા સંસારને અખંડ રાખવા હું ચુપચાપ જઈ રહ્યો છું માં …મને માફ કરી દેજે ….
કેવલને એ જાણ નહોતી કે માં એ જમના બા પાસેથી તસવીરનું રહસ્ય કોઈને ના કહેવાનું વચન લીધું હતું …
પણ કુદરત …….!!!!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s