“હું” . , ? ? : ;” ( ) % !


હું ..
હુંનો  જન્મ થાય છે .. હુંને સૌ પહેલા એક નામ મળે છે …હું એ નામ થી પોતાને ક્યારેય બોલાવતો અને બીજા જ એનો પ્રયોગ કરે છે …હું પર બધા જુદા જુદા સંબંધે પોતાનો હક્ક જમાવવાની કોશિશ માં રહે છે ..હું પહેલા સંબંધોના કાબુ માં રહે છે… .પછી હું મોટો થવા લાગે છે …બહારની દુનિયા જોવા લાગે છે …પછી હું ગણિત પણ શીખવા લાગે છે .. 1+2-3x 4 / 5 = 0 ..પણ એ આ સમજી નથી શકતો . ઈઝ ઇકવલ ટુ પછીના જવાબ સુધી જવાની તસ્દી નથી લેતો અને એની દુનિયા અહીં સુધી મર્યાદિત બની જાય છે …આ ગણિત માં પોતાનો લાભ કયો ,કોનાથી ,ક્યારે ? ,કેવી રીતે ? કેટલો ? એ
“ક” નું કુટુંબ એના મગજનો “ક”બજો લઇ લે છે …સંબંધોના સમીકરણ બદલતો હું સમય સાથે સમાધાન કરવામાં મને છે …સામનો કરવાનું એને ગમતું નથી …જયારે હું નાનો હતો ત્યારે મનનું માનતો અને મોટો થતો જાય એમ મગજનું માનવા માંડે છે …હું પુત્ર તરીકે જન્મે છે ,એને ફ્રી ગીફ્ટમાં ભાઈ બહેન કાકા કાકી મામા મામી ફોઈ ફૂવા માસા માસી ના સંબંધો મળે છે ….
આ હું ના વિકાસ માં પહેલા તબક્કે જ્ઞાન ( ગોખણીયું ,પુસ્તકિયું ,દુનિયાદારીનું ,સાહજિક ,સામાન્ય ,સામાજિક ) મહત્વનો ફાળો ભજવે છે ….એમાં જે વિષય ભણવામાં સરળ અને સ્કોરિંગ માં વધારે હોય એ જરૂરી છે … અને દુનિયા એને ભણવાથી તમને જલ્દી ઓળખી જાય …આ જ્ઞાન તમને જીવનના આગળના તબક્કા માં કેટલું યાદ રહે એ જરૂરી નથી ..પંડ્યા સાહેબની સોટી ના માર થી બચવા વીસા સુધીના ઘડિયા મોઢે કરેલા પણ હવે કેલ્કયુલેટર થી જ કરવું પડે છે એવું જ કૈક …
હું ના વિકાસના બીજા તબક્કા માં એનું મુખ્ય લક્ષ્ય લક્ષ્મી હોય છે …એક નાણા રૂપી લક્ષ્મી અને બીજી ગૃહલક્ષ્મી …..એમાં વિષ્ણુ પત્ની લક્ષ્મી ની વધારે પડતી આરાધના કરવામાં ગૃહલક્ષ્મી નારાઝ રહે અથવા વિષ્ણુ પત્ની હું થી નારાઝ હોય તો પણ ગૃહલક્ષ્મી નારાઝ રહે …..
ધીમે ધીમે આ હું નો પરિચય ડોકટરો સાથે વધતો જાય …એ બધું એના કર્મો ના કાળાધોળા પર અવલંબિત રહે છે …
હવે હું ને આત્મજ્ઞાન થાય છે કે જેના માટે જીવનની મહામુલી મૂડી ખર્ચી નાખી અને સ્વ માટે સમય ના કાઢ્યો એમને એની પરવા નથી ..ઘરના બાંધનાર ને એ જ ઘરનો એક ખૂણો ફાળવી દેવાય છે … જે ઘરમાં હુંના શબ્દને આખરી ગણાતો ત્યાં એનાથી વાતો છુપાવાય છે …એણે કમાયેલા અનુભવનું મુલ્ય શૂન્ય બની જાય છે ……
ટૂંકમાં હું કહીશ કે હું જે વાવે તે જ લણે છે ….
5+4-3x 2 /1 =12 ….સમયની ઘડિયાળના કાંટા બરાબરને ????? આ સમયને સમજનાર દુનિયાના ફલક પર પોતાનું નામ કોતરી જાય છે બાકી તો શૂન્ય …….હં ……બસ હુંને સાચું ગણિત સમજ પડે છે ત્યારે સંધ્યાકાળ થઇ જાય છે ….
કેટલાક હું યુગો સુધી યાદ રહી જાય છે કેમ કે એ હું બીજું સમીકરણ છે એનો અમલ કરે છે .કેટલાક હું તો જીવતેજીવ ભુલાઈ જાય છે …
અને આ તબક્કે જે શિવ માંથી હું સ્વરૂપે જીવ પ્રગટ્યો એનું આરાધન થાય છે અને જીવ કોઈ પણ સ્વરૂપે શિવના શરણે જાય છે .. ઈઝ ઇકવલ ટુ ..
જે નામ હું ને મોટો ના થવા દે એ દુનિયાનો .અને જે હું પોતાને સૌથી મોટો માનવા લાગે એ કોઈનો નહીં …..પહેલા માં હું નું નામ અમર થઇ જાય છે અને બીજામાં નામમાંના હું અને હુંકાર કાળ ની ગર્તા માં વિલીન થઇ જાય છે ……

Advertisements

One thought on ““હું” . , ? ? : ;” ( ) % !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s